૨૩.૨૨
સુપાર્શ્ર્વનાથ તીર્થંકરથી સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત)
સુમતિ મોરારજી
સુમતિ મોરારજી (જ. 13 માર્ચ, 1909, મુંબઈ; અ. 27 જૂન, 1998, મુંબઈ) : ભારતીય વહાણવટા વિકાસનાં પ્રણેત્રી અને તે ક્ષેત્રમાં વિશ્વભરમાં એકમાત્ર સફળ મહિલા વહીવટદાર. ગર્ભશ્રીમંત શેઠશ્રી મથુરદાસ ગોકળદાસના કુટુંબમાં જન્મ. છ ભાઈઓ વચ્ચેનું આ સાતમું સંતાન. સુમતિએ ખાનગી શિક્ષકો દ્વારા ઘેર રહીને જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અતિતીવ્ર ગ્રહણશક્તિના…
વધુ વાંચો >સુમરો મહોમ્મદમિયાં
સુમરો, મહોમ્મદમિયાં (જ. 19 ઑગસ્ટ 1950) : પાકિસ્તાનના સરમુખત્યાર પરવેઝ મુશર્રફે નવેમ્બર 2007માં લાદેલ કટોકટી દરમિયાન પાકિસ્તાનની ધુરા કામચલાઉ ધોરણે સંભાળવા માટે નિયુક્ત કરેલા પ્રધાનમંત્રી. મુશર્રફના નિકટના વિશ્વાસુ હોવા ઉપરાંત તેઓને આંતરરાષ્ટ્રીય બૅંકિંગ વ્યવહારના નિષ્ણાત ગણવામાં આવે છે. તેઓ હાલ દેશમાં સત્તા ધરાવનાર પાકિસ્તાન મુસ્લિમ લીગ (કાયદેઆઝમ) રાજકીય પક્ષના સક્રિય…
વધુ વાંચો >સુમેરિયન સંસ્કૃતિ
સુમેરિયન સંસ્કૃતિ : સુમેર પ્રદેશના લોકોએ વિકસાવેલી સંસ્કૃતિ. પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં આવેલા મેસોપોટેમિયાના પ્રદેશમાં યૂફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓને કાંઠે જગતની પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી હતી. આ પ્રદેશ આધુનિક કાળમાં ઇરાકમાં આવેલો છે. આ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં જ્યાં તે લોકો રાજ્ય કરતા હતા તે સુમેર પ્રદેશ કહેવાતો હતો. તેથી તે…
વધુ વાંચો >સુમેરુ
સુમેરુ : મેરુ પર્વત. એક મોટો ને ઊંચો પૌરાણિક પર્વત; સોનાનો પર્વત. વૈવસ્વત મનુ (અથવા સત્યવ્રત) જળપ્રલય વખતે વહાણમાં બેસી નીકળ્યા હતા ને મચ્છરૂપ નારાયણે તેઓને બચાવ્યા હતા. તે વહાણ જળ ઓસર્યા બાદ સુમેરુ પર્વત ઉપર થોભ્યું હતું. તે પર્વત વિશે વિદ્વાનો એવું અનુમાન કરે છે કે તે પ્રદેશ તાતાર…
વધુ વાંચો >સુમ્નેર જેમ્સ બેટ્ચેલર
સુમ્નેર, જેમ્સ બેટ્ચેલર (Sumner, James Batecheller) (જ. 19 નવેમ્બર 1887, કૅન્ટોન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 12 ઑગસ્ટ 1955, બફેલો, ન્યૂયૉર્ક) : અમેરિકન જૈવરસાયણવિદ અને 1946ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. એક તાલેવાન સૂતર ઉત્પાદનકાર ખેડૂતના પુત્ર. બાળપણમાં જ શિકાર દરમિયાન એક હાથ ગુમાવેલો. તેમણે હાર્વર્ડમાં રસાયણ અને શરીરશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1914માં…
વધુ વાંચો >સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર)
સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર) : જૈન આગમોમાંનું બીજું અંગ. તેનાં બીજાં નામ છે : ‘સૂતગડસુત્ત’, ‘સુત્તકડસુત્ત’, ‘સૂયગડસુત્ત’. જૈનોના આગમોમાંનાં 11 અંગોમાં પ્રથમ છે ‘આયારંગ’ (‘આચારાંગ’) અને તે પછીનું તે આ ‘સુયગડંગ’. આગમોની ભાષા પ્રાચીન પ્રાકૃત છે, જેને અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત કહે છે. આ મૂળ ભાષામાં મહાવીર પછીનાં 1000 વર્ષ દરમિયાન…
વધુ વાંચો >સુયૂતી અલ-જલાલુદ્દીન
સુયૂતી, અલ–જલાલુદ્દીન [જ. ઑક્ટોબર 1445, સુયૂત (અસ્સિયૂત), ઇજિપ્ત; અ. 1505, રવઝાહ] : પૂરું નામ જલાલુદ્દીન અબ્દુર-રેહમાન બિન કમાલુદ્દીન અબૂબકર, બિનમુહમ્મદ; બિનઅબૂબકર અલ-ખુદેરી, અલ-સુયૂતી, તેમનાં બે કૌટુંબિક નામ છે : અલ-ખુદેરી અને અલ-સુયૂતી. અલ-ખુદેરી નામ જ્યાં તેમના પૂર્વજ અલ-હુમામ રહેતા હતા તે બગદાદના જિલ્લા અલ-ખુદેરિયાહ પરથી અને તેમના જન્મસ્થળ સુયૂત પરથી…
વધુ વાંચો >સુય્યા
સુય્યા : અલી મોહમ્મદ લોન (1926-1989) રચિત પૂરા કદનું કાશ્મીરી નાટક. આ કૃતિ બદલ નાટ્યકારને 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે પહેલાં આ કૃતિને કલા, સંસ્કૃતિ અને ભાષાની રાજ્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘સુય્યા’ની રચના દ્વારા નાટ્યકારે કાશ્મીરી નાટ્યક્ષેત્રે નવી દિશા ખુલ્લી કરી છે.…
વધુ વાંચો >સુરકોટડા
સુરકોટડા : કચ્છમાં ઉત્ખનન કરતાં મળેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. ત્યાંથી મળેલા નગરઆયોજનના પુરાવા મુજબ, વસાહતને ફરતો કિલ્લો જણાય છે. સુરકોટડામાં આ કિલ્લા સાદા તથા ઘડેલા પથ્થરોથી બાંધેલા હતા. ત્યાં વસાહતને દરબારગઢ તથા રહેણાકી વિસ્તારમાં વહેંચી દેવામાં આવતી જોવા મળે છે. આશરે 160 × 125 મીટરના વિસ્તારમાં ફેલાયેલી સુરકોટડાની કુલ વસાહતમાં…
વધુ વાંચો >સુરક્ષાલક્ષી ઇજનેરી (Safety Engineering)
સુરક્ષાલક્ષી ઇજનેરી (Safety Engineering) : કામદારો, કારીગરો કે કર્મચારીઓની જ્યાં જે સાધનો – મશીનો વડે કાર્ય થઈ રહ્યું હોય ત્યાં સુરક્ષાની બાબતોને આવરી લેતી ઇજનેરી. કર્મચારીઓ અને સાધનોની સલામતી જાળવવી એ જે તે સંસ્થા કે કારખાનાની જવાબદારી છે. ‘સલામતી પ્રથમ’ (safety first) એ મુદ્રાલેખ હવે સર્વત્ર સ્વીકારાયો છે; તેમ છતાં…
વધુ વાંચો >સુપાર્શ્ર્વનાથ તીર્થંકર
સુપાર્શ્ર્વનાથ તીર્થંકર : જૈન ધર્મના સાતમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડ પૂર્વ વિદેહ ક્ષેત્રના રમણીય-વિજયમાં ક્ષેમપુરી નામે નગરીમાં સર્વ જીવોના કલ્યાણની વાંછા કરનાર નંદિષેણ નામે રાજા હતા. અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી, અનેકવિધ આરાધનાઓ કરી, વીશસ્થાનકની સાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી, સમાધિમરણ પામી તેઓ છઠ્ઠા…
વધુ વાંચો >સુપાસનાહચરિય
સુપાસનાહચરિય : શ્રી ચન્દ્રસૂરિના ગુરુભાઈ અને હેમચન્દ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ 1142માં રાજા કુમારપાળના રાજ્યારોહણના વર્ષમાં કરેલી ગ્રંથરચના. પ્રાકૃત પદ્યની આ રચનામાં ક્યારેક સંસ્કૃત અને અપભ્રંશનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એમાં અનેક સુભાષિતો પણ મૂકવામાં આવ્યાં છે. સાતમા તીર્થંકર સુપાર્શ્ર્વનાથના ચરિત્રના વર્ણનને સ્થાને, ગ્રંથમાં તેમના ઉપદેશોની રજૂઆત વધુ પ્રમાણમાં છે. શ્રાવકોના…
વધુ વાંચો >સુપીરિયર સરોવર (Lake Superior)
સુપીરિયર સરોવર (Lake Superior) : ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 46°થી 49° ઉ. અ. અને 84°થી 92° પ. રે. વચ્ચેનો 82,103 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતું, દુનિયાનું આ મોટામાં મોટું સરોવર ગણાય છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિમી.…
વધુ વાંચો >સુપૉલ (Supaul)
સુપૉલ (Supaul) : બિહાર રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 07´ ઉ. અ. અને 86° 36´ પૂ. રે.ની આજુબાજુનો 2,985 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ઉત્તર-દક્ષિણ પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં અરારિયા, દક્ષિણે…
વધુ વાંચો >સુપોષણ (Eutrophication)
સુપોષણ (Eutrophication) : દૂષિત પદાર્થોને કારણે જલાવરણમાં પોષક દ્રવ્યોની માત્રાના અતિરેકથી લીલ/સેવાળ વગેરેની નિરંકુશ અતિવૃદ્ધિ થતાં જલ-નિવસનતંત્રમાં ઉદભવતી વિકૃત પરિસ્થિતિ. નિસર્ગમાં આ પરિસ્થિતિ ચાલતી રહે છે; પરંતુ મનુષ્ય દ્વારા નિસર્ગ સાથે થતા હસ્તક્ષેપને કારણે અને પ્રદૂષણમાં થતા વધારાને કારણે સુપોષણની પ્રક્રિયા વધી રહી છે. કુદરતી પ્રક્રિયાને પરિણામે સરોવર તથા નદીના…
વધુ વાંચો >સુપ્રજનનશાસ્ત્ર
સુપ્રજનનશાસ્ત્ર : આનુવંશિક લક્ષણોને આધારે પિતૃઓની પસંદગી દ્વારા મનુષ્યજાતની સુધારણા માટેની પદ્ધતિ. સુપ્રજનનશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ ‘Eugenics’ પ્રયોજવામાં આવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ આ શબ્દ બે ગ્રીક શબ્દો ‘eu’ (good = સારું) અને ‘gen’ (birth = જન્મ) ઉપરથી ઊતરી આવ્યા છે. સહફ્રાન્સિસ ગાલ્ટને (1883) આ શબ્દ સૌપ્રથમ વાર પ્રયોજ્યો. મનુષ્યજાતની સુધારણા…
વધુ વાંચો >સુફલોત જેક-જર્મેઇ
સુફલોત, જેક–જર્મેઇ (જ. 1713; અ. 1780) : મહાન ફ્રેન્ચ નિયો-ક્લાસિકલ સ્થપતિ. વકીલનો પુત્ર. પિતાની ઇચ્છા તેને કાયદાનો અભ્યાસુ બનાવવાની હતી, તેથી તેને પૅરિસ મોકલવામાં આવ્યો; પરંતુ પિતાની ઇચ્છાની વિરુદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરવા 1731માં તે રોમ જઈ પહોંચ્યો અને ત્યાં 1738 સુધી રહ્યો. તે પછી તે લ્યોન્સ રવાના થયો અને ત્યાં…
વધુ વાંચો >સુબાબુલ (લાસો બાવળ)
સુબાબુલ (લાસો બાવળ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leucaena glauca Benth. (ગુ. લાસો બાવળ, વિલાયતી બાવળ; તે. કાનીટી; ત. તગરાઈ; મલ. તકારાન્નીરામ; અં. વ્હાઇટ પોપીનેક, લેડ ટ્રી) છે. તે એક મોટો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે…
વધુ વાંચો >સુબુદ્ધિ મિશ્ર
સુબુદ્ધિ મિશ્ર : સોળમા સૈકામાં થઈ ગયેલા એક નૈયાયિક અને આલંકારિક. સુબુદ્ધિ મિશ્ર મહેશ્વર ન્યાયાલંકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે વામનાચાર્ય ઉપર ‘આદર્શ’ નામે ટીકાગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ કોલકાતાથી પ્રકાશિત થયો હોવાનું શ્રી એમ. કૃષ્ણાયાચારિયરે સંસ્કૃતસાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે. તેમના જીવન અને સાહિત્યોપાસના વિશે અન્ય કોઈ વિગતો મળતી નથી.…
વધુ વાંચો >સુબોકી શોયો
સુબોકી શોયો (જ. 22 જૂન 1859, ઑટા, ફુકુઇ, પ્રિફેક્ચર, જાપાન; અ. 28 ફેબ્રુઆરી 1935, અતામી) : જાપાની નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. 19મી સદીના જાપાની સાહિત્યકારો ઉપર ભારે પ્રભાવ ધરાવનાર લેખક. મોટા સમુરાઈ પરિવારમાં જન્મ. શિક્ષણ સુબોકી શોયો ટૉકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં. 1880 સુધીમાં અંગ્રેજ નવલકથાકાર સ્કૉટ, બલ્વરલિટન અને શૅક્સપિયરનાં નાટકોનો…
વધુ વાંચો >