સુમેરુ : મેરુ પર્વત. એક મોટો ને ઊંચો પૌરાણિક પર્વત; સોનાનો પર્વત. વૈવસ્વત મનુ (અથવા સત્યવ્રત) જળપ્રલય વખતે વહાણમાં બેસી નીકળ્યા હતા ને મચ્છરૂપ નારાયણે તેઓને બચાવ્યા હતા. તે વહાણ જળ ઓસર્યા બાદ સુમેરુ પર્વત ઉપર થોભ્યું હતું. તે પર્વત વિશે વિદ્વાનો એવું અનુમાન કરે છે કે તે પ્રદેશ તાતાર દેશમાં હિંદુકુશ પર્વત તરફનો પ્રદેશ હશે અને એ જ ભૂમિ આર્યોનું મૂળ વતન હશે ને ત્યાંથી બધા દેશમાં આર્યો ફેલાયા હશે.

પર્વતોમાં શ્રી શૈલ, સુમેરુ તથા ગંધમાદન વધારે પવિત્ર ગણાય છે.

જયકુમાર ર. શુક્લ