ખંડ ૨૧

વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ

વૉ, ઈવેલિન

વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…

વધુ વાંચો >

વૉકર કરાર (સેટલમેન્ટ)

વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…

વધુ વાંચો >

વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)

વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…

વધુ વાંચો >

વૉકર, જૉન

વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…

વધુ વાંચો >

વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)

વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…

વધુ વાંચો >

વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)

વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…

વધુ વાંચો >

વૉકિહુરી, ડગ્લાસ

વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…

વધુ વાંચો >

વૉગેલ, પોલા (ઍન)

વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…

વધુ વાંચો >

વોગેલિયા

વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…

વધુ વાંચો >

વૉગ્લર, એબી

વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…

વધુ વાંચો >

શેડવેલ, ટૉમસ

Jan 20, 2006

શેડવેલ, ટૉમસ (જ. 1642 ?, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 19 નવેમ્બર 1692, લંડન) : અંગ્રેજ નાટ્યકાર અને રાજકવિ. માનવસ્વભાવના આચરણ અને રીતભાત વિશેનાં હાસ્યપ્રધાન નાટકોના રચયિતા અને જૉન ડ્રાયડનના કટાક્ષના પાત્ર તરીકે સવિશેષ જાણીતા થયેલા. મિડલ ટેમ્પલ, લંડન અને કેમ્બ્રિજમાં શિક્ષણ લીધેલું. અંગ્રેજ રાજા ચાર્લ્સ બીજાની ઇંગ્લૅન્ડની ગાદી પર પુન:સ્થાપના થઈ…

વધુ વાંચો >

શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried)

Jan 20, 2006

શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried) (જ. 20 મે 1764, બર્લિન, જર્મની; અ. 27 જાન્યુઆરી 1850, બર્લિન, જર્મની) : નવપ્રશિષ્ટ (neoclassicist) જર્મન શિલ્પી. રોમ ખાતે પોપના દરબારી શિલ્પીઓ જ્યાં પિયેરે ઍન્તોનિને તાસા (Tassaert) તેમજ ટ્રિપેલ અને કાનોવા પાસે તેમણે તાલીમ લીધી. 1788માં શેડો બર્લિન ખાતેની ધ રૉયલ સ્કૂલ ઑવ્ સ્કલ્પ્ચરના…

વધુ વાંચો >

શૅડો ફ્રૉમ લડાખ

Jan 20, 2006

શૅડો ફ્રૉમ લડાખ (1967) : બંગાળી નવલકથાકાર ભવાની ભટ્ટાચાર્ય (જ. 1906) લિખિત અંગ્રેજી નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1967ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભટ્ટાચાર્ય પર ટાગોર તથા ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ છે. આ નવલકથા 1962ના ભારત પરના ચીની આક્રમણની પશ્ચાદ્ ભૂમિકામાં આલેખાઈ છે અને દેખીતી રીતે જ આ કૃતિ વિચારસરણીની…

વધુ વાંચો >

શેતરંજ (‘ચેસ’)

Jan 20, 2006

શેતરંજ (‘ચેસ’) : ભારતની ખૂબ જ પ્રાચીન રમત. પ્રાચીન સમયમાં રાજામહારાજાઓ આ રમત રમતા હતા અને તેના દ્વારા યુદ્ધની વ્યૂહરચનામાં પણ કુશળ બનતા હતા. મૂળ આ રમત ભારતમાં ઈ. સ.ના પાંચમા સૈકામાં ‘ચતુરંગ’ના નામથી પ્રચલિત હતી. આમાં ક્રમશ: સુધારાવધારા પછી તે શેતરંજ (‘ચેસ’) બની. ધીમે ધીમે આ રમત સામાન્ય જનતામાં…

વધુ વાંચો >

શેતૂર

Jan 20, 2006

શેતૂર : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Morus alba Linn. (સં. પૂર્ય, તૂત; હિં. સહતૂત, તૂત; મ. તૂત; બં. તૂત; તે. રેશ્મે ચેટ્ટુ, પિપલીપન્ડુ ચેટ્ટુ; ત. મુસુકેટ્ટે, કામ્બલી ચેડી; ક. હિપ્નેરલ, અં. વ્હાઇટ મલબેરી) છે. તે એકગૃહી (monoecious) કે કેટલીક વાર દ્વિગૃહી (dioecious) ક્ષુપ કે…

વધુ વાંચો >

શેતોબ્રિયાં ફ્રાંસ્વા

Jan 20, 2006

શેતોબ્રિયાં ફ્રાંસ્વા (જ. 1768; અ. 1848) : ફ્રેન્ચ લેખક અને રાજનીતિજ્ઞ. ફ્રેન્ચ સાહિત્યમાં ઘણી વાર તેમને ‘Father of Romanticism’ કહેવામાં આવે છે. બ્રેટન (Breton) પરિવારમાં જન્મ. થોડા સમય માટે લશ્કરમાં જોડાયા. પછી 1791માં અમેરિકાનો પ્રવાસ કર્યો; જે ‘વૉયેજ ઍન અમેરિક’માં વર્ણવાયો છે. ફ્રાન્સ પાછા આવ્યા પછી નામુર પાસે લશ્કરમાં હતા…

વધુ વાંચો >

શેત્રુંજી

Jan 20, 2006

શેત્રુંજી : સૌરાષ્ટ્રમાં આવેલી નદી. તે અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પસાર થઈને ખંભાતના અખાતને મળે છે. લંબાઈમાં તે ભાદર પછીના બીજા ક્રમે આવે છે. તેની લંબાઈ 174 કિમી. જેટલી છે. ગીરમાં બગસરાથી દક્ષિણે સીસવાણ ગામ નજીક આવેલા જંગલમાં મથુરામાળ નામની ડુંગરમાળાના ચાંચ શિખરમાંથી તે નીકળે છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના…

વધુ વાંચો >

શેન ચોઉ (Shen Chou)

Jan 21, 2006

શેન ચોઉ (Shen Chou) (જ. 1427, સુ ચોઉ, કિયાન્ગ્સુ, ચીન; અ. 1509) : ચીની ચિત્રકાર. એક સુખી, સંપન્ન અને પ્રતિષ્ઠિત કુટુંબમાં શેનનો જન્મ થયો હતો. લાંબા જીવન દરમિયાન તેમણે ચિત્રકાર ઉપરાંત સુલેખનકાર (caligrapher) તરીકે પણ નામના મેળવી હતી અને તેઓ કવિતામાં ઊંડો રસ દાખવતા. તેમનાં ઘણાં ચિત્રોમાં, ખાસ કરીને તેમનાં…

વધુ વાંચો >

શેન નંગ

Jan 21, 2006

શેન નંગ : ચીનનો બીજો પૌરાણિક રાજા. કહેવાય છે કે તે ઈ.પૂ. 28મી શતાબ્દીમાં થઈ ગયો. તેને માથું બળદનું અને શરીર માણસનું હતું. ગાડું અને હળની શોધ કરીને, બળદને કેળવીને તથા ઘોડા પર ધૂંસરી મૂકીને અને લોકોને અગ્નિ વડે જમીન સાફ કરતાં શીખવીને તેણે ચીનમાં સ્થાયી ખેતી કરતો સમાજ સ્થાપ્યો…

વધુ વાંચો >

શૅનૉન (નદી)

Jan 21, 2006

શૅનૉન (નદી) : બ્રિટિશ ટાપુઓમાં આવેલી નદીઓ પૈકીની લાંબામાં લાંબી નદી. તે આયર્લૅન્ડમાં આવેલી છે અને ત્યાંનો મુખ્ય જળમાર્ગ બની રહેલી છે. આ નદી આયર્લૅન્ડના ક્વિલકાઘ પર્વતોમાંથી નીકળે છે. ત્યાંથી દક્ષિણ તરફ આશરે 370 કિમી. અંતર માટે વહીને ઍટલાંટિકમાં ઠલવાય છે. આ નદીના જળમાર્ગમાં ત્રણ (ઍલન, રી અને દર્ગ) સરોવરો…

વધુ વાંચો >