વૉકર, જૉન (. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ ખાતે 1,500 મી.માં ઑલિમ્પિક સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યોં.

1974માં કૉમનવેલ્થ રમતોમાં 800 મી.ની દોડમાં કાંસ્ય અને 1,300 મી. દોડમાં રોપ્યચંદ્રક મેળવ્યા ત્યારે ફિલ્બર્ટ બેથીનો વિશ્વ રેકર્ડ તોડતાં આંતરરાષ્ટ્રીય પ્રાધાન્ય મેળવેલું. જોકે 1973માં ઑસ્લોમાં 4 ત્ 1500 મી. દોડમાં ન્યૂઝીલૅન્ડ ટીમ વતી દોડીને યુરોપના પ્રથમ વાર્ષિક પ્રવાસ દરમિયાન બે દસકા સુધી નિરંતર વિજય પ્રાપ્ત કરીને આશ્ર્ચર્યચકિત કર્યા. 1985માં 5,000 મી. દોડમાં આઠમું અને 1986માં પાંચમું સ્થાન મેળવ્યું. આમ, તેમણે 15 ન્યૂઝીલૅન્ડ ખિતાબો  800 મી.માં 8 અને 1,500 મી.માં 7 ખિતાબો  મેળવ્યા છે.

મહેશ ચોકસી