વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)

January, 2006

વૉકરની (પોલાદપટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી પટ્ટીના કીલક પર ગોઠવવામાં આવે છે, બીજો છેડો બીજી એક ઊભી સ્ટૅન્ડપટ્ટીના છિદ્રમાં મુક્ત રીતે ઊંચોનીચો થઈ શકે તેમ પરોવેલો રાખવામાં આવે છે. દાંતાવાળા છેડા પર એક ભારે વજનવાળું લોલક લટકાવી રાખવામાં આવે છે. (જુઓ આકૃતિ.)

વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા

જે નમૂનાની વિ. ઘ. માપવાની હોય તેને દોરા વડે બાંધીને અંકિત પટ્ટી પર લટકાવી એવી રીતે ખેસવાય છે કે જેથી લોલકના વજનના સમપ્રમાણમાં પટ્ટીની સમતુલા જળવાય. આ રીતે નમૂનાના વજનનો પટ્ટી પર માપાંક (a) મળે છે. ત્યાર પછી નમૂનાને પાણીના પાત્રમાં ડૂબેલો રહે તેમ ગોઠવીને, દોરીને ખેસવીને સમતુલા દર્શાવતો બીજો માપાંક (b) મેળવાય છે. આમ નમૂનાનાં હવામાં અને પાણીમાં વ્યસ્ત પ્રમાણમાં વજન મળે છે. નીચેના સૂત્ર મુજબ તેની વિ. ઘ. મળી રહે છે :

ગિરીશભાઈ પંડ્યા