ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >શુક્રકોષ-પ્રસર્જન (spermatogenesis)
શુક્રકોષ–પ્રસર્જન (spermatogenesis) : શુક્રકોષોનું ઉત્પાદન અને વિકાસ થવો તે. વૃક્ષણ, શુક્રપિંડ અથવા શુક્રગ્રંથિ(testis)ને બહારથી એક શ્વેત આવરણ હોય છે. તેને શ્વેતવલ્ક (tunica albuginea) કહે છે. તેમાંથી નીકળતી પટ્ટીઓ શુક્રપિંડને 200થી 300 ખંડિકાઓ(lobules)માં વિભાજે છે. આ ખંડિકાઓમાં એકથી 3 ગૂંચળું વળેલી નલિકાઓ (tubules) હોય છે. તેમને શુક્રપ્રસર્જક નલિકાઓ (seminiferous tubules) કહે…
વધુ વાંચો >શુક્રજનન
શુક્રજનન : જુઓ શુક્રકોષ-પ્રસર્જન.
વધુ વાંચો >શુક્રમેહ
શુક્રમેહ : જુઓ શુક્રકોષ-પ્રસર્જન.
વધુ વાંચો >શુક્ર – શુક્રની કળાઓ
શુક્ર – શુક્રની કળાઓ : સૌરપ્રણાલીમાં સૂર્યથી બીજા ક્રમે આવતો અને પૃથ્વીની નજીકમાં નજીકનો સૌમ્ય ગ્રહ. ઉપર ઉપરથી જોતાં શુક્ર પૃથ્વીનો જોડિયો ગ્રહ હોય એવું લાગે છે. 108 કિલોમીટર અંતરે તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તેના ભ્રમણનો આવર્તકાળ પૃથ્વીના 243 દિવસ જેટલો છે. તેની સપાટી ખાસ કરીને સપાટ છે;…
વધુ વાંચો >શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર
શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર (જ. 1901, ગોધરા, પંચમહાલ; અ. 16 ઑક્ટોબર 1953) : ગાંધીયુગના ઉત્તમ અનુવાદકોમાંના એક. મૅટ્રિક 1919માં. 18 વર્ષની ઉંમરે ગાંધીજીથી પ્રભાવિત થઈ ગોધરાના હરિજન આશ્રમમાં જઈને એના સંચાલક મામાસાહેબ ફડકેના કામમાં તેઓ મદદ કરવા લાગ્યા. ‘હરિજનબંધુ’ના પહેલા તંત્રી. તેઓ ‘હિંદુસ્તાન’ના તંત્રીપદે તેમજ ભારતીય વિદ્યાભવનના મહામાત્રપદે પણ હતા. ગાંધી…
વધુ વાંચો >શુક્લતીર્થ
શુક્લતીર્થ : ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે.. તે ભરૂચથી ઈશાન તરફ નર્મદા નદીના ઉપરવાસમાં 15 કિમી.ને અંતરે બેટ રૂપે આવેલું છે. અહીં આવવા-જવા માટે નજીકનું રેલમથક ભરૂચ છે. અહીંથી માત્ર 8 કિમી.ને અંતરે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર…
વધુ વાંચો >શુક્લ, દુર્ગેશ
શુક્લ, દુર્ગેશ (જ. 9 નવેમ્બર 1911, રાણપુર, સૌરાષ્ટ્ર; અ. 13 જાન્યુઆરી 2006, અમદાવાદ) : નાટ્યકાર, કવિ. વઢવાણના વતની. ભાવનગરમાં સ્નાતક થયા પછી 1938-49 દરમિયાન મુંબઈની ગોકળીબાઈ અને પીપલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક. પછી લેખનને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકાર્યો. ટૂંકી વાર્તા, કવિતા, નવલકથા અને નાટ્યસર્જન કરી ગાંધીયુગમાં તેમણે તેમની વિશિષ્ટ સર્જકતાનો પરિચય…
વધુ વાંચો >શુક્લ, નથુરામ સુંદરજી
શુક્લ, નથુરામ સુંદરજી (જ. 18 માર્ચ 1862; અ. 18 એપ્રિલ 1923) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર અને નાટ્યસંસ્થાના માલિક. વતન વાંકાનેર (જિ. રાજકોટ). પ્રાથમિક શિક્ષણ ગામઠી શાળામાં. બાલ્યકાળથી જ સાહિત્ય પ્રત્યે અનોખી ચાહના. તેમણે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમની બુદ્ધિપ્રતિભાથી ધ્રાંગધ્રા(સૌરાષ્ટ્ર)ના રાજવી ખુશ થયા અને એમને વિશેષ અભ્યાસ માટે કાશી મોકલ્યા.…
વધુ વાંચો >શુક્લ, નંદુભાઈ દામોદર
શુક્લ, નંદુભાઈ દામોદર (જ. 18 માર્ચ 1903, શહેરા, જિ. પંચમહાલ; અ. 22 મે 1990, અમદાવાદ) : ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકના વિજેતા. તેઓ વીસમી સદીના જાગ્રત, બહુશ્રુત, વિદ્યા અને વિદ્યાર્થીનિષ્ઠ શિક્ષક-આચાર્ય હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ શહેરા (1910-1911), વેજલપુર (1914-1916), દાહોદ (1917) અને ગોધરા(1917)માં તથા સન 1918થી માધ્યમિક…
વધુ વાંચો >શુક્લ ભૂદેવ અને રસવિલાસ
શુક્લ ભૂદેવ અને રસવિલાસ (1550-1615 ?) : ગુજરાતના અલંકારશાસ્ત્રી. ગુજરાતના જંબુસરના વતની ભૂદેવ શુક્લના પિતાનું નામ શુકદેવ અથવા સુખદેવ હતું. ભૂદેવ શુક્લ તેમના પ્રથમ પુત્ર હતા. તેમના ગુરુનું નામ શ્રીકંઠ દીક્ષિત હતું. તેમની પાસે ‘કાવ્યપ્રકાશ’નો અભ્યાસ ભૂદેવ શુક્લે કરેલો. શ્રીકંઠ દીક્ષિતને જામ સત્તરસાલ ઉર્ફે શત્રુશલ્યે રાજ્યાશ્રય આપેલો. નવાનગરના જામ શત્રુશલ્યનો…
વધુ વાંચો >