ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
શિરુરકર, વિભાવરી
શિરુરકર, વિભાવરી (જ. 1904; અ ?) : મરાઠી નવલકથાકાર. મૂળ નામ માલતી બેડેકર. લગ્ન પહેલાં તેઓ કુમારી બાળુતાઈ ખરે તરીકે ઓળખાતાં. 1923માં તેમણે એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. નવલકથા લખવાની શરૂઆત કરતાં પહેલાં તેમણે કે. એન. કેળકરના સહયોગમાં ‘અલંકારમંજૂષા’ (1931) અને ‘હિંદુ વ્યવહાર ધર્મશાસ્ત્ર’ (1932)…
વધુ વાંચો >શિરોડકર, તારાબાઈ
શિરોડકર, તારાબાઈ (જ. 1889, શિરોડા, ગોવા; અ. 6 જુલાઈ 1949, મુંબઈ) : ભારતનાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયિકા. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે તત્કાલીન પ્રસિદ્ધ સંગીતકાર રામકૃષ્ણબુવા વઝે પાસેથી અને ત્યારબાદ ભાસ્કરબુવા બખલે પાસેથી મેળવ્યું. ભાસ્કરબુવા બખલે પાસેથી લગભગ એક વર્ષ સુધી તેમણે સઘન તાલીમ પ્રાપ્ત કરી. રિયાઝ અને પરિશ્રમથી…
વધુ વાંચો >શિરોરોગ (આયુર્વેદ)
શિરોરોગ (આયુર્વેદ) : મસ્તકના રોગો. આ રોગમાં મસ્તકમાં અનેક સ્થળે અનેક જાતની પીડા-વેદના (pain) થાય છે. તે તેનું સામાન્ય લક્ષણ છે. શિરોરોગ થવાનાં કારણો : આયુર્વેદના મતે શિરોરોગ ઉત્પન્ન થવામાં અનેક કારણો ભાગ ભજવે છે : ધુમાડો, તાપ, તુષાર (ઝાકળ, હિમ), વધુ પડતી જળક્રીડા (સ્નાન, તરણ), અતિનિદ્રા, અતિજાગરણ, ઊંચા સ્થાનેથી…
વધુ વાંચો >શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન)
શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન) (જ. 10 નવેમ્બર 1759, માર્બેક, વૂર્ટેમ્બર્ગ, જર્મની; અ. 9 મે 1805, વીમાર, સેક્શ) : જર્મન નાટ્યકાર, કવિ અને વિવેચક. ‘ડાય રૉબર’ (1781, ધ રૉબર્સ), ‘ધ વૉલેનસ્ટાઇન’ (નાટ્યત્રયી) (1800-01), ‘મારિયા સ્ટુઅર્ટ’ (1801) અને ‘વિલ્હેમ ટેલ’ (1804) તેમનાં યશસ્વી નાટકો છે. 1802માં તેમને ‘વૉન’ના ઇલકાબથી નવાજવામાં આવ્યા…
વધુ વાંચો >શિલાચૂર્ણ (detritus)
શિલાચૂર્ણ (detritus) : તૂટેલા ખડકોનો સ્થૂળ-સૂક્ષ્મ ચૂર્ણજથ્થો. ઘસારો, ધોવાણ અને ખવાણ(વિભંજન તેમજ વિઘટન)ની ક્રિયાઓ જેવાં વિવિધ પરિબળોની અસર હેઠળ ભૂપૃષ્ઠના ખડકો તૂટે છે અને ક્રમશ: નાનામોટા ટુકડાઓ કે સ્થૂળ-સૂક્ષ્મ ચૂર્ણ-સ્વરૂપમાં ફેરવાય છે. શિલાચૂર્ણના જથ્થા મોટેભાગે સ્વસ્થાનિક હોતા નથી. ખડકોની પોતાની મૂળ જગાએથી સ્થાનાંતરિત થઈને અન્યત્ર એકત્રિત થયેલા આ પ્રકારના દ્રવ્યજથ્થાને…
વધુ વાંચો >શિલાજિત્યાદિવટી
શિલાજિત્યાદિવટી : આયુર્વેદિક ઔષધિ. નિર્માણવિધિ : શુદ્ધ શિલાજિત 50 ગ્રામ; અભ્રક ભસ્મ, લોહ ભસ્મ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને બંગ ભસ્મ 10-10 ગ્રામ, અંબર 3 ગ્રામ લઈને આ બધાંને ખરલમાં એકત્ર કરી, તેને ત્રિજાત(તજ, તમાલપત્ર અને એલચી)ના ક્વાથ અથવા વડની જટાના સ્વરસમાં ઘૂંટી, તેની ભાવના આપી, 3 દિવસ ખરલ કરી, બે બે…
વધુ વાંચો >શિલાધાર ઇજનેરી (Foundation Engineering)
શિલાધાર ઇજનેરી (Foundation Engineering) ઇમારતોના શિલાધાર(પાયા)ને લગતી ઇજનેરી; જેમાં શિલાધારની ડિઝાઇન, રચના, પ્રકારો, ચકાસણી, વપરાતો માલસામાન તેમજ ખાસ લેવાની થતી કાળજી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ઇમારતોની ડિઝાઇન, રચના, બાંધકામ વગેરે બાબતો સિવિલ ઇજનેરીનો મુખ્ય ભાગ છે અને એ રીતે શિલાધાર ઇજનેરી પણ સિવિલ ઇજનેરીનો એક મહત્વનો ભાગ બની રહે…
વધુ વાંચો >શિલાવરણ (lithosphere)
શિલાવરણ (lithosphere) : ખડકોથી બનેલું આવરણ. પૃથ્વીનો પોપડો કે જે વિવિધ પ્રકારના ખડકોથી બનેલો છે તેને શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તેની નીચેની સીમા ભૂમધ્યાવરણ (mantle) અને ઉપરની સીમા જલાવરણ, જીવાવરણ અને વાતાવરણથી આવૃત છે. જલાવરણ અને વાતાવરણની સરખામણીએ જોતાં આ આવરણ ઘનદ્રવ્યથી બનેલું છે. મોટાભાગના અભ્યાસીઓ શિલાવરણને પોપડાના સમાનાર્થી…
વધુ વાંચો >શિલાહાર રાજ્યો
શિલાહાર રાજ્યો : દક્ષિણ ભારતમાં આવેલાં શિલાહાર વંશનાં રાજ્યો. શિલાહાર વંશનાં ત્રણ રાજ્યો કોલ્હાપુર, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ પ્રદેશમાં આવેલાં હતાં. આ ત્રણેય રાજ્યોની સ્થાપના રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થઈ હતી અને તેઓ રાષ્ટ્રકૂટોના સામંતો તરીકે સત્તા ભોગવતા હતા. શિલાહાર વંશના બધા રાજાઓએ ‘તગરપુર વરાધીશ્વર’નો ઇલકાબ ધારણ કર્યો હતો; તેથી…
વધુ વાંચો >શિલોંગ
શિલોંગ : ભારતના પૂર્વભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 25° 34´ ઉ. અ. અને 91° 53´ પૂ. રે.. તે કોલકાતાથી ઈશાનમાં 480 કિમી.ના અંતરે આવેલું છે. રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલા ‘ઈસ્ટ ખાસી હિલ્સ’ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : આ શહેર ખાસીની ટેકરીઓથી બનેલા શિલોંગના ઉચ્ચપ્રદેશ…
વધુ વાંચો >વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >