૨૦.૨૧
વિષાણુજ મસા (warts)થી વિસ્થાનિકતા
વિસારિયા પ્રવીણ
વિસારિયા પ્રવીણ (જ. 23 એપ્રિલ 1937, અ. 28 ફેબ્રુઆરી 2004) : ભારતીય અર્થશાસ્ત્રી અને વસ્તીશાસ્ત્રી. શ્રી વિસારિયાએ અર્થશાસ્ત્રનો એમ.એ. સુધીનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. એમ.એ.માં તેમણે કૃષિ અને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં વિશેષીકરણ સાધ્યું હતું. તે પછી તેમણે અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્રમાં ફરીથી એમ.એ. કર્યું. પ્રિન્સ્ટન ખાતે જ તેમણે…
વધુ વાંચો >વિસાવદર
વિસાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું નગર (તાલુકામથક). ભૌગોલિક સ્થાન : આ તાલુકો 21° 30´ ઉ. અ. અને 70° 55´ પૂ. રે.ની આજુબાજુનો 902 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગીરના જંગલની ઉત્તર સરહદે આવેલું છે. આ તાલુકામાં વિસાવદર નગર અને 98 ગામો…
વધુ વાંચો >વિસીગૉથ (જાતિ)
વિસીગૉથ (જાતિ) : જર્મન લોકોની એક મહત્વની જાતિ. ઈસવી સનની 4થી સદીમાં તેઓ ઑસ્ટ્રોગૉથમાંથી છૂટા પડ્યા. તેમણે રોમન પ્રદેશોમાં વારંવાર હુમલા કર્યા અને ગૉલ (હાલનું ફ્રાંસ) તથા સ્પેનમાં તેમનાં મોટાં રાજ્યો સ્થપાયાં. ઈ. સ. 376માં હૂણ લોકોએ હુમલા કર્યા ત્યારે વિસીગૉથ દાસિયામાં ખેતી કરતા હતા. તેમને રોમન સામ્રાજ્યમાં ડાન્યૂબ નદીની…
વધુ વાંચો >વિસુદ્ધિમગ્ગો (વિશુદ્ધિમાર્ગ)
વિસુદ્ધિમગ્ગો (વિશુદ્ધિમાર્ગ) (લગભગ ઈ. સ. 425) : બૌદ્ધ યોગ વિશેનો ગ્રંથ. બુદ્ધઘોષનો પાલિસાહિત્યનો અમૂલ્ય ગ્રંથ છે. તેને એક રીતે તો બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ કહી શકાય. તે સમસ્ત પાલિ પિટકોની કૂંચી છે. તેથી તેને ‘તિપિટક-અકહા’ પણ કહેવામાં આવે છે. તેમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞાનું વિસ્તારથી વિવરણ છે. આમ તે ખરા અર્થમાં…
વધુ વાંચો >વિસુવિયસ
વિસુવિયસ : યુરોપના ભૂમિભાગ પરનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી. દક્ષિણ ઇટાલીમાં નેપલ્સના ઉપસાગર પર નેપલ્સ શહેરથી અગ્નિકોણમાં આશરે 11 કિમી.ના અંતરે તે આવેલો છે. દુનિયાભરના જ્વાળામુખીઓ પૈકી તેમાંથી વારંવાર થતાં પ્રસ્ફુટનોને કારણે તેમજ તેના પર સરળતાથી પહોંચી શકવાને કારણે વૈજ્ઞાનિકો દ્વારા વિસુવિયસનો વધુમાં વધુ અભ્યાસ કરવામાં આવેલો છે. તેથી તે વધુ…
વધુ વાંચો >વિસુવિયેનાઇટ
વિસુવિયેનાઇટ : ઇડોક્રેઝ ખનિજનો સમાનાર્થી પર્યાય. સોરોસિલિકેટ. આ ખનિજ સર્વપ્રથમ વિસુવિયસ જ્વાળામુખી પ્રસ્ફુટન પેદાશોમાંથી મળી આવેલું હોવાથી આ નામ પડેલું છે. તેનો વાદળી ખનિજ-પ્રકાર સાયપ્રિન તરીકે અને જેડ જેવો લીલો ઘનિષ્ઠ પ્રકાર કૅલિફૉર્નાઇટ તરીકે ઓળખાય છે. રાસા. બંધારણ : Ca10Mg2Al4 (SiO4)5 (Si2O7)2 (OH)4. અહીં Mgનું Fe(ભિન્ન ભિન્ન પ્રમાણ)થી વિસ્થાપન થઈ…
વધુ વાંચો >વિસેલ, ટૉરસ્ટેન નિલ્સ (Wiesel, Torsten Nils)
વિસેલ, ટૉરસ્ટેન નિલ્સ (Wiesel, Torsten Nils) (જ. 3 જૂન 1924, ઉપસલા, સ્વીડન) : સ્વીડિશ ચેતાતંત્રવિજ્ઞાની, જેમણે 1981નું નોબેલ પારિતોષિક ડેવિડ હંટર હ્યુબેલ તથા રોજર વૉલ્કોટ સ્પેરી સાથે દેહધર્મવિદ્યા તથા તબીબીવિદ્યાના વિભાગમાં મેળવ્યું હતું. સ્પેરિ અને હ્યુબેલને અર્ધાભાગનું પારિતોષિક સંયુક્તરૂપે અપાયું હતું. જેમાં તેમણે મોટા મગજમાં વિવિધ ભાગની ક્રિયાશીલતાની વિશિષ્ટતા (functional…
વધુ વાંચો >વિસ્કમ (Viscum L.)
વિસ્કમ (Viscum L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વિસ્કેસી (જૂનું નામ – લૉરેન્થેસી) કુળની એક પ્રજાતિ. ઉષ્ણ પ્રદેશોમાં થતી આ પ્રજાતિ હેઠળ આશરે 60થી 70 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં ‘mistletoe’ તરીકે ઓળખાતું આ દ્રવ્ય આયુર્વેદમાં ખડકી રાસ્ના કે વાંદા તરીકે જાણીતું છે. તે ભારતભરમાં અને ગુજરાતનાં જંગલોમાં મોટાં…
વધુ વાંચો >વિસ્કૉન્સિન
વિસ્કૉન્સિન : યુ.એસ.ના મધ્ય-ઉત્તર ભાગમાં સરોવરપ્રદેશથી પશ્ચિમમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 30´થી 47° 00´ ઉ. અ. અને 86° 30´થી 93° 00´ પ. રે. વચ્ચેનો 1,45,436 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુપીરિયર સરોવર અને મિનેસોટા રાજ્ય, ઈશાનમાં મિશિગન રાજ્ય, પૂર્વમાં મિશિગન સરોવર, દક્ષિણમાં ઇલિનૉય…
વધુ વાંચો >વિસ્તરતું વિશ્વ (બ્રહ્માંડ)
વિસ્તરતું વિશ્વ (બ્રહ્માંડ) : તારાવિશ્વો (galaxies) સમેત તારકોનું સમગ્ર ભૌતિક (દ્રવ્યમય) વિશ્વ વિખેરાતું હોય; તારાવિશ્વો પ્રકીર્ણન પામી અવલોકનકારથી દૂર દૂર, છેટે છેટે જતાં હોય; જેને લીધે વિશ્વનું કદ સર્વદા (નિત્ય) વૃદ્ધિ પામતું હોય તેવો અજમાયેશી ધોરણે સ્વીકારાયેલ વાદ અથવા નિરીક્ષણ. આ નિરીક્ષણ કે વાદ અંતિમ નથી. છૂપી પોલીસે તૈયાર કરેલ…
વધુ વાંચો >વિષાણુજ મસા (warts)
વિષાણુજ મસા (warts) : મસાકારક અંકુરાર્બુદ વિષાણુ(wart papilloma virus)થી ચામડી પર ફોલ્લીઓ કરતો ચેપ. તે એક પ્રકારનો ચામડીનો વિષાણુથી થતો ચેપ છે; જેમાં એક વિશિષ્ટ પ્રકારનો ચામડીનો વિકાર થાય છે. તેનાથી સામાન્ય મસા, ચપટા મસા, પાદતલીય મસા, લિંગીય મસા વગેરે પ્રકારના ચામડીના વિકારો થાય છે. સામાન્ય મસા ઘુમ્મટ આકારની ફોલ્લીઓના…
વધુ વાંચો >વિષાણુજ મસ્તિષ્કશોથ અને તાનિકાશોથ – ઉગ્ર (acute viral encephalitis and meningitis)
વિષાણુજ મસ્તિષ્કશોથ અને તાનિકાશોથ, ઉગ્ર (acute viral encephalitis and meningitis) : અનુક્રમે મગજ અને તેનાં આવરણો(તાનિકાઓ, meninges)નો વિષાણુથી થતો ચેપ. જ્યારે મગજ સાથે કરોડરજ્જુ પણ અસરગ્રસ્ત થાય ત્યારે તેને વિષાણુજ મેરુમસ્તિકશોથ (viral encephalomyelitis) કહે છે. જ્યારે મગજ અને તેનાં આવરણો અસરગ્રસ્ત હોય ત્યારે તેને તાનિકામસ્તિષ્કશોથ (meningoencephalitis) કહે છે. જોકે મસ્તિષ્કશોથ…
વધુ વાંચો >વિષાણુ-પ્રતિરક્ષક
વિષાણુ–પ્રતિરક્ષક : જુઓ વિષાણુ.
વધુ વાંચો >વિષુવવૃત્ત (equator)
વિષુવવૃત્ત (equator) : પૃથ્વીના ગોળા પર 0° અક્ષાંશ દર્શાવતું વૃત્ત. પૃથ્વીના ગોળાને ઉ. ધ્રુવ અને દ. ધ્રુવની બરાબર વચ્ચેથી દુભાગતી કાલ્પનિક રેખા. ઉ. ગોળાર્ધ અને દ. ગોળાર્ધને અલગ પાડતું વર્તુળ. બંને ગોળાર્ધ વાસ્તવિકપણે જોતાં એકસરખા નથી, ઉ. ગોળાર્ધ નાનો છે અને દ. ગોળાર્ધ મોટો છે, આ સંદર્ભમાં જોતાં પૃથ્વી જમરૂખ…
વધુ વાંચો >વિષુવાંશ ક્રાન્તિ પદ્ધતિ (R. A. Declination system)
વિષુવાંશ ક્રાન્તિ પદ્ધતિ (R. A. Declination system) : પૃથ્વી પરના કોઈ સ્થાનેથી, આકાશી ગોલક પરના કોઈ (તારા જેવા) પિંડનું સ્થાન સરળતાથી તે ક્ષિતિજની ઉપર કેટલી ઊંચાઈએ જણાય છે તે દર્શાવતો ખૂણો (ઉન્નતાંશ એટલે કે elevation angle) અને ઉત્તરદિશા સંદર્ભે સમક્ષિતિજ વર્તુળ પર તેનો પ્રક્ષેપ (projection) કેટલો ખૂણો સર્જે છે તે…
વધુ વાંચો >વિષ્કંભક
વિષ્કંભક : ભરતના નાટ્યશાસ્ત્ર મુજબ કથાનકને સૂચવવાની એક પ્રયુક્તિ. તે વિષ્કંભ એવા નામે ઓળખાય છે. તે અર્થોપક્ષેપકનો એક પ્રકાર છે. નાટ્યરચના કરતી વખતે નાટ્યની વાર્તામાં આવતી નીરસ કે ભરત દ્વારા નિષિદ્ધ કે અયોગ્ય ઘટનાઓ રંગભૂમિ પર ભજવી ન શકાય. આમ છતાં આ ઘટનાઓ રૂપકના કથાનકમાં પ્રેક્ષકોને જણાવવી પડે તેવી હોય…
વધુ વાંચો >વિષ્ટુતિ
વિષ્ટુતિ : પ્રાચીન ભારતીય સામવેદના મંત્રોના ગાનનો એક પ્રકાર. જે સ્તુતિમાં મંત્ર, ગાન સાથે ન હોય તે ‘शस्त्र’ છે; તે ઋગ્વેદમાં હોય છે. ગાન સાથે હોય તે ‘स्तोत्र’ છે; તે સામવેદમાં છે. प्रगीतमन्त्रसाध्या स्तुतिः स्तोत्रम् । ઉત્તરગાનમાં એક સ્તોત્રમાં ત્રણ ઋચા હોય છે. સાયણાચાર્યનું કથન છે – ये तु मन्त्राः…
વધુ વાંચો >વિષ્ણુ
વિષ્ણુ : હિંદુ ધર્મની દેવત્રયીમાંના એક વિશ્વના પાલક દેવ. ‘વિષ્ણુ’ શબ્દ विष् – વ્યાપવું ઉપરથી બનેલો છે. તેથી વ્યાપક પરમાત્મા તે વિષ્ણુ. પરમેશ્વરને નારાયણ સાથે જોડવામાં આવે છે તેથી તે પણ વિષ્ણુ. પરમેશ્વરનું સત્વગુણનું સ્વરૂપ તે વિષ્ણુ અને વિભૂતિમાં સૃદૃષ્ટિનું પાલન કરનાર સ્વરૂપ પણ વિષ્ણુ કહેવાય છે. ‘વિષ્ણુ’ શબ્દ विष्…
વધુ વાંચો >વિષ્ણુકાંચી
વિષ્ણુકાંચી : દક્ષિણ ભારતમાં શિવકાંચીથી લગભગ 4 કિલોમીટર દૂર આવેલું વૈષ્ણવ તીર્થ. અહીં 18 વિષ્ણુમંદિરો આવેલાં છે, જેમાં વરદરાજ સ્વામીનું મંદિર મુખ્ય છે. આ વિશાળ અને ભવ્ય મંદિરમાં વૈશાખી પૂર્ણિમાને દિવસે ‘બ્રહ્મોત્સવ’ થાય છે. આ ઉત્સવ સમગ્ર દક્ષિણ ભારતનો સહુથી મોટો ઉત્સવ ગણાય છે. રામાનુજાચાર્યની મુખ્ય આઠ પીઠોમાંની એક પીઠ…
વધુ વાંચો >વિષ્ણુકાંતા (કાળી શંખાવલી)
વિષ્ણુકાંતા (કાળી શંખાવલી) : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides L. (સં. વિષ્ણુકાંતા; હિં. અપરાજિતા, શંખપુષ્પી; બં. નીલ અપરાજિતા; ક. વિષ્ણુકાકે; ત. વિષ્ણુકાંતિ; તે. વિષ્ણુકાંતમુ; મલ. વિષ્ણુકીરાંતી.) છે. તેની બીજી જાતિ E. nummularius L. વલસાડ અને છોટાઉદેપુરનાં જંગલોમાં મળી આવે છે. કાળી શંખાવલી રોમિલ, બહુવર્ષાયુ…
વધુ વાંચો >