ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…
વધુ વાંચો >અનવસ્થિત શુક્રગ્રંથિતા
અનવસ્થિત શુક્રગ્રંથિતા (undescended testis) : જન્મસમયે કે તે પછી શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિ-કોથળીમાં શુક્રગ્રંથિનું અવતરણ ન થયું હોય તે સ્થિતિ. જન્મસમયે કે તે પછીનાં થોડાં અઠવાડિયાંમાં જો શુક્રગ્રંથિકોશામાં શુક્રગ્રંથિ (શુક્રપિંડ) પેટમાંના તેના ઉદગમસ્થાનેથી ઊતરી ન હોય તો તેને અનવસ્થિત શુક્રગ્રંથિતા અથવા અનવસ્થિત શુક્રપિંડિતા કહે છે. ગર્ભાશયકાળમાં પેટની પાછલી દીવાલ પર…
વધુ વાંચો >અનસૂયાબહેન સારાભાઈ
અનસૂયાબહેન સારાભાઈ (જ. 11 નવેમ્બર 1885, અમદાવાદ; અ. 11 સપ્ટેમ્બર 1972, અમદાવાદ) : મજૂર પ્રવૃત્તિનાં અગ્રણી, પ્રથમ સ્ત્રી-કામદાર નેતા તથા અમદાવાદ મજૂર મહાજન સંઘનાં સ્થાપક. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબહેન. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના કુટુંબમાં જન્મ. તેમણે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો.…
વધુ વાંચો >અનહદ નાદ
અનહદ નાદ (1964) : પંજાબી કાવ્યસંગ્રહ. ડૉ. ગોપાલસિંહ ‘દરદી’ના આ કવિતાસંગ્રહને 1964નો સાહિત્ય અકદામી પુરસ્કાર મળ્યો છે. સંગ્રહની કવિતાઓમાં આધુનિક યુગમાં થઈ રહેલ મૂલ્યોના હ્રાસથી થતી મનોવેદનાને વ્યક્ત કરી છે. તેમણે નૈતિક અને વૈજ્ઞાનિક મૂલ્યોની પુન:સ્થાપનાની હિમાયત કરી છે. માત્ર પ્રવર્તમાન પરિસ્થિતિનું વાસ્તવિક નિરૂપણ અને વિશ્લેષણ કરવા ઉપરાંત એક સુંદર…
વધુ વાંચો >અનહદનાદ (યોગ)
અનહદનાદ (યોગ) : આ શબ્દ સંત સાહિત્યમાં ‘અસીમ’ના અર્થમાં પ્રયોજાય છે. યોગશાસ્ત્રમાં આ પરત્વે ‘આહત’ અને ‘અનાહત’ એવા બે શબ્દો પ્રયોજાય છે. આહત એટલે ઉચ્ચારણ-સ્થાનવિશેષ સાથેના ઘર્ષણથી ઉદભવતો શબ્દ. જીભ, દાંત, તાલુ વગેરે અવયવોના પરસ્પરના આંતરિક ઘર્ષણ, ઉત્ક્ષેપણ, સંકોચ-વિસ્તાર દ્વારા જે શબ્દ વૈખરી વાણી(વ્યક્ત ભાષા)ના રૂપમાં ઉચ્ચારાય – સંભળાય છે…
વધુ વાંચો >અનંગસુંદરરસ
અનંગસુંદરરસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ તથા શુદ્ધ ગંધકને સરખા પ્રમાણમાં લઈ તેની કજ્જલી તૈયાર કરી તેને ત્રણ દિવસ સુધી કલ્હાર વનસ્પતિના રસમાં ખરલ કરીને યથાવિધિ સંપુટમાં બંધ કરી વાલુકાયંત્રમાં મૂકી એક પ્રહર અગ્નિ પર પકાવવામાં આવે છે. ઠંડું થાય ત્યારે સંપુટમાંથી બહાર કાઢી લાલ ફૂલવાળી અગથિયા વનસ્પતિના રસમાં ઘૂંટી…
વધુ વાંચો >અનંત
અનંત : દ્વિદળી વર્ગના રુબીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gardenia jasminoides Ellis. syn. G. floribunda Linn.; G. augusta Merrill. (સં. गंधराज; હિં. अनंत, पिड़ितगर, गंधराज; ગુ. અનંત, ગંધરાજ) છે. 0.9થી 1.3 મીટર ઊંચું, સુશોભિત રમણીય, નાનું ક્ષુપ. પાન સામસામાં, લાંબાં અને જાડાં. પુષ્પો સફેદ, ઝૂમખાદાર અને અત્યંત ખુશ્બોદાર.…
વધુ વાંચો >અનંત ગુણાકાર
અનંત ગુણાકાર (infinite product) : (1 + a1) (1 + a2) (1 + a3) … (1 + an ) … સ્વરૂપની અનંત અવયવો ધરાવતી અભિવ્યક્તિ (expression). તેને સંકેતમાં (1 + an) લખાય છે. અસ્પષ્ટતાને અવકાશ ન હોય તે સંજોગોમાં તેને સંક્ષેપમાં એ રીતે પણ લખવામાં આવે છે. [અનંત ગુણાકાર માં કોઈ પણ…
વધુ વાંચો >અનંત દાસ
અનંત દાસ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા કવિ. મધ્યકાલીન ઊડિયા સાહિત્યનો ચૌદમી સદીના મધ્યથી સોળમી સદીના આરંભ સુધીનો યુગ પંચસખાયુગ કહેવાય છે, કારણ કે એ યુગમાં પાંચ મહાન ભક્ત કવિઓ થઈ ગયા. એ પાંચ કવિઓમાં અનંત દાસનું મહત્ત્વનું સ્થાન છે. ચૈતન્યની કૃષ્ણભક્તિથી પ્રભાવિત એ કૃષ્ણકીર્તનનાં પદો રચીને ભાવવિભોર બની ગાતા.…
વધુ વાંચો >અનંતનાગ (1)
અનંતનાગ (1) : શ્રીનગરની દક્ષિણપૂર્વમાં જેલમ નદીને કિનારે આવેલું શહેર અને કાશ્મીરની પ્રાચીન રાજધાની. ભૌગોલિક સ્થાન : 330 44′ ઉ. અ. અને 750 09′ પૂ. રે. ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લાનું મુખ્યમથક. અગાઉ આ શહેરનું નામ ‘ઇસ્લામાબાદ’ હતું તે બદલીને અનંતનાગ રાખવામાં આવ્યું છે. કાશ્મીર ખીણના જળવ્યવહારમાર્ગનું દક્ષિણમાં આવેલું આ…
વધુ વાંચો >અનંતનાગ (2)
અનંતનાગ (2) : આદિનાગ અથવા આદિશેષ અથવા અનંતનાગ શિલ્પ. વિષ્ણુધર્મોત્તર પુરાણના વર્ણન પ્રમાણે અનંતનાગને ચાર હાથ, સંખ્યાબંધ ફણા, મધ્ય ફણા ઉપર પૃથ્વીદેવીની મૂર્તિ, જમણા હાથમાં કમળ/મુસળ અને ડાબા હાથમાં શંખ હોય છે. અનંતનાગ વિષ્ણુનું આસન છે. રસેશ જમીનદાર
વધુ વાંચો >