ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અકોષકેન્દ્રી
અકોષકેન્દ્રી (enucleate) : સજીવ અને નિર્જીવ પદાર્થોને જોડતાં કોષકેન્દ્રવિહીન અતિસૂક્ષ્મ સ્વરૂપો. આ સ્વરૂપોને ‘વાઇરસ’ તરીકે ઓળખવામાં આવે છે. તે ત્રણ મહત્ત્વનાં લક્ષણો ધરાવે છે : (1) તેનો અંતર્ભાગ (cone) ન્યૂક્લીઇક ઍસિડ(DNA અથવા RNA)નો બનેલો હોય છે. આ ન્યૂક્લીઇક ઍસિડને ફરતે પ્રોટીનનું બનેલું રક્ષણાત્મક કવચ (capsid) આવેલું હોય છે. આ કવચ…
વધુ વાંચો >અક્ક મહાદેવી (સર્વજનપ્રિય મહાદેવી)
અક્ક મહાદેવી (સર્વજનપ્રિય મહાદેવી) (જ. આશરે 1130; ઊડુતડિ, જિ. શિવમોગ્ગા કર્ણાટક; અ. 1160 શ્રીશૈલમ્) : મધ્યકાળની સુપ્રસિદ્ધ કન્નડ કવયિત્રી. નાનપણથી શ્રીશૈલના મલ્લિકાર્જુનને પોતાનો પતિ ગણેલો. એક માન્યતા અનુસાર ત્યાંના રાજા કૌશિક સાથે તેનાં લગ્ન થયેલાં, પણ થોડા વખતમાં જ તેનો સંબંધ તોડીને તે મલ્લિકાર્જુનની શોધમાં નીકળી પડેલી. છેવટે શ્રીશૈલના કદલીવનમાં…
વધુ વાંચો >અક્કલગરો
અક્કલગરો : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી (Asteraceae) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anacyclus pyrethrum DC. (સં. आकारकरम्, अकल्लक; હિં. अकरकरा; ગુ. અક્કલગરો; મ. અકલકાલા; બં. અકોરકોરા) છે. ભૃંગરાજ, સૂર્યમુખી, કસુંબી, ડેહલિયા વગેરે પણ આ કુળનાં છે. આયુષ્ય એક વર્ષ. આશરે 1 મીટર લાંબો ફેલાતો છોડ. પર્ણો સાદાં, રુવાંટી વગરનાં, જેની…
વધુ વાંચો >અક્કેડીઅન સંસ્કૃતિ
અક્કેડીઅન સંસ્કૃતિ : પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં અક્કડના નામથી ઓળખાતા બેબિલોનિયાના ઉત્તર ભાગમાં ઈ. પૂ. 3000ના ગાળામાં વસેલી અક્કેડીઅન પ્રજાની સંસ્કૃતિ. ઈ. પૂ. 2750ની આસપાસ સારગોન પહેલાએ આ પ્રદેશનાં નગરોને એકત્રિત કર્યાં. પછી આ પ્રદેશ વ્યાપારી કેન્દ્ર તરીકે વિકાસ પામ્યો. સારગોને સુમેરિયનો ઉપર વિજય મેળવી પોતાની સત્તા ઈરાની અખાતથી ભૂમધ્ય…
વધુ વાંચો >અક્ખાણમણિકોસ (‘આખ્યાનમણિકોશ’)
અક્ખાણમણિકોસ (‘આખ્યાનમણિકોશ’) (ઈ. સ. અગિયારમી–બારમી સદી) : આર્યા છંદમાં રચાયેલો બાવન ગાથાનો પ્રાકૃત ભાષાનો ગ્રંથ. કર્તા નેમિચંદ્રસૂરિ. આમ્રદેવસૂરિએ (ઈ. 1134) તેના પર પ્રાકૃત પદ્યમાં ટીકા લખી છે, જેમાં યત્ર તત્ર સંસ્કૃત પદ્ય અને પ્રાકૃત ગદ્ય પણ જોવા મળે છે. ગ્રંથમાં 41 અધિકાર અને 146 આખ્યાન છે. બુદ્ધિકૌશલ સમજાવવા માટેના ચતુર્વિધ…
વધુ વાંચો >અક્રમવિજ્ઞાન
અક્રમવિજ્ઞાન : દાદા ભગવાનની આત્મવિદ્યા અંગેની વિશિષ્ટ વિચારસરણી. ભાદરણ ગામના શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ(1907–1988)ને 1958માં સૂરતના રેલવે સ્ટેશન પર જે આત્મજ્ઞાન થયું તેને અક્રમવિજ્ઞાનને નામે ઓળખવામાં આવે છે. આ જ્ઞાન પછી તેમના દેહમાં જે આત્મસ્વરૂપ પ્રગટ્યું તેને ‘દાદા ભગવાન’ કહેવામાં આવે છે. આ જ્ઞાનનો એમણે 26 વર્ષ સુધી દેશ-વિદેશમાં ફરી…
વધુ વાંચો >અક્રૂરેશ્વર
અક્રૂરેશ્વર : નર્મદાની દક્ષિણે આવેલો અંતર્નર્મદાપ્રદેશ. મૈત્રકકાલનો વહીવટી વિભાગમાંનો એક વિષય (હાલના જિલ્લા જેટલો પ્રદેશ). વડું મથક અક્રૂરેશ્વર નર્મદાની દક્ષિણે સાતેક કિમી.ના અંતરે નાન્દીપુરી–ભૃગુકચ્છના ગુર્જર નૃપતિ વંશના રાજા દદ્દ બીજાનાં બે દાનશાસન અક્રૂરેશ્વર(હાલનું અંંકલેશ્વર)ને લગતાં છે. ભરૂચનો ચાહમાન રાજા ભર્તૃવડ્ઢ ત્રીજો અક્રૂરેશ્વર વિષય પર સત્તા ધરાવતો હતો. ઈ. સ. 756–57માં…
વધુ વાંચો >અક્ષ
અક્ષ (axis) : જેની આસપાસ બિંદુ કે પદાર્થ પરિભ્રમણ કરે અથવા સમમિત (symmetry) રીતે ગોઠવાય તેવી કાલ્પનિક કે વાસ્તવિક સુરેખા. સમતલમાં આવેલા બિંદુનું સ્થાન તેના યામો(co-ordinates)થી દર્શાવાય છે. યામની ગણતરી કરવા માટે માનક સુરેખા ઉપયોગમાં લેવાય છે, જે અક્ષ તરીકે ઓળખાય છે. બિંદુ કે રૂઢ પદાર્થ કોઈ કલ્પિત સ્થિર સુરેખાની…
વધુ વાંચો >અક્ષક્રીડા
અક્ષક્રીડા : અક્ષ કે પાસાંઓથી ખેલાતી દ્યૂતક્રીડા. તે છેક વૈદિક યુગથી ચાલી આવે છે. વૈદિક યજ્ઞોના પ્રસંગે પણ ખેલાતી. આમાં જુગારીને માટે મુખ્ય રૂપે ‘કિતવ’ એવું નામ મળી આવે છે. આ ક્રીડા પ્રથમ તો તૈયાર કરેલ ઢાળવાળી જમીન ઉપર અને પછીથી અક્ષ-ફલક ઉપર ખેલવામાં આવતી. સામાન્ય રીતે આ દ્યૂતમાં ઉપયોગમાં…
વધુ વાંચો >અક્ષપાદ ગૌતમ
અક્ષપાદ ગૌતમ : પદ્મપુરાણ, સ્કંદપુરાણ, ગાંધર્વતંત્ર અને નૈષધચરિત અનુસાર ન્યાયશાસ્ત્રના પ્રણેતા. ન્યાયવૃત્તિના કર્તા વિશ્વનાથ મહર્ષિ ગૌતમને ન્યાયસૂત્રના કર્તા માને છે. પરંતુ ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન, ન્યાયવાર્તિકકાર ઉદ્યોતકર, ન્યાયવાર્તિકતાત્પર્યટીકાકાર વાચસ્પતિ મિશ્ર અને ન્યાયમંજરીકાર જયંત ભટ્ટ અક્ષપાદને ન્યાયસૂત્રના રચયિતા તરીકે સ્વીકારે છે. ભાસવિરચિત પ્રતિમા નાટકના પાંચમા અંકમાં મેધાતિથિના ન્યાયશાસ્ત્રનો ઉલ્લેખ છે. ડૉ. દાસગુપ્તાના મતે…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં ૪૦૦ પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકબર
અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…
વધુ વાંચો >અકબરનામા
અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ.સ. 720, અ. ઈ.સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને ‘સિદ્ધિવિનિશ્ર્ચય’. તેના…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોનું રસાયણ. અનાદિકાળથી માનવ પોતાનાં તથા તેણે પાળેલાં પ્રાણીઓના રોગો મટાડવા માટે વિવિધ પદાર્થોનો ઔષધ તરીકે ઉપયોગ કરતો આવ્યો છે. આ પદાર્થો બે વિભાગમાં વહેંચી શકાય : અકાર્બનિક (inorganic) અને કાર્બનિક અથવા સેંદ્રિય (organic). આધુનિક સમયમાં સંશ્લેષિત…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) જીવરસાયણ અને અકાર્બનિક રસાયણ વચ્ચેનું સીમાન્ત ક્ષેત્ર. અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્ર્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ ગણાય. પરંપરાગત ર્દષ્ટિએ જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા ર્દઢ થયેલી હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. સજીવ સૃષ્ટિમાં…
વધુ વાંચો >