ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં ૪૦૦ પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ.સ. 720, અ. ઈ.સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને ‘સિદ્ધિવિનિશ્ર્ચય’. તેના…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોનું રસાયણ. અનાદિકાળથી માનવ પોતાનાં તથા તેણે પાળેલાં પ્રાણીઓના રોગો મટાડવા માટે વિવિધ પદાર્થોનો ઔષધ તરીકે ઉપયોગ કરતો આવ્યો છે. આ પદાર્થો બે વિભાગમાં વહેંચી શકાય : અકાર્બનિક (inorganic) અને કાર્બનિક અથવા સેંદ્રિય (organic). આધુનિક સમયમાં સંશ્લેષિત…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) જીવરસાયણ અને અકાર્બનિક રસાયણ વચ્ચેનું સીમાન્ત ક્ષેત્ર. અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્ર્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ ગણાય. પરંપરાગત ર્દષ્ટિએ જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા ર્દઢ થયેલી હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. સજીવ સૃષ્ટિમાં…

વધુ વાંચો >

અગ્નિચક્ર

Apr 4, 2022

અગ્નિચક્ર : યોગશાસ્ત્ર અનુસાર માનવદેહમાં મેરુદંડ જ્યાં પાયુ અને ઉપસ્થની વચ્ચે જોડાતો ભાગ છે ત્યાં એક ત્રિકોણચક્ર રચાય છે, જેને અગ્નિચક્ર કહેવામાં આવે છે. આ અગ્નિચક્રમાં સ્વયંભૂલિંગ છે જેને સાડા ત્રણ આંટાથી વીંટાઈને કુંડલિની શક્તિ સૂતી રહે છે. હઠયોગ અનુસાર મહાકુંડલિની શક્તિ વિશ્વમાં વ્યાપ્ત છે. વ્યક્તિમાં તેના રૂપને કુંડલિની કહે…

વધુ વાંચો >

અઘોરપંથ

Apr 4, 2022

અઘોરપંથ : આમ જનસમાજમાં ‘ઔઘડપંથ’ નામે ઓળખાતો આ પંથ ક્યારેક ‘સરભંગ’ કે ‘અવધૂત’ પંથના નામે પણ ઓળખાય છે. આ મતનાં મૂળ અથર્વવેદમાં મનાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં ‘याते ऱुद्र शिवातनूरधोरा पापनाशिनी’ જેવા મંત્રોમાં શિવ પરત્વે અઘોર શબ્દનો પ્રયોગ થયો છે. માર્કોપોલો, પ્લીની, એરિસ્ટોટલ વગેર પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ અઘોરપંથની બાબતના સંકેત કર્યા…

વધુ વાંચો >

અદ્વૈતવાદ

Apr 4, 2022

અદ્વૈતવાદ : દર્શનમાં સત્(સત્તા)ની તપાસ તરવામાં આવે છે. અને સતને જ ‘તત્વ’ કે ‘પદાર્થ’ કહે છે. ક્યારેક એને અંતિમ સત્તા કે સત્ય અને પરમ તત્વ કહે છે. આ સતનું અસ્તિત્વ છે કે નથી ? તે એક છે કે અનેક છે ? તે સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? વગેરે પ્રશ્નો…

વધુ વાંચો >

અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા)

Apr 4, 2022

અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા) : અધ્યાત્મ એ દર્શનનું પ્રાથમિક રૂપ છે. સભ્યતાના વિકાસના પ્રારંભકાળમાં મનુષ્ય પાસે કોઈ ને કોઈ સ્વરૂપે દર્શન હતું. જીવન અને જગત પ્રત્યે કેટલાક વિશ્વાસો અને કેટલીક માન્યતાઓ મનુષ્ય ધરાવતો હતો. સાધનોનો અભાવ, જ્ઞાનની અલ્પતા અને વિકાસના પ્રથમ સોપાનની નિકટ હોઈને તે આ સમસ્યાઓ ઉપર ઊંડું ચિંતન કરી…

વધુ વાંચો >

અનહદનાદ (યોગ)

Apr 4, 2022

અનહદનાદ (યોગ) : આ શબ્દ સંત સાહિત્યમાં ‘અસીમ’ના અર્થમાં પ્રયોજાય છે. યોગશાસ્ત્રમાં આ પરત્વે ‘આહત’ અને ‘અનાહત’ એવા બે શબ્દો પ્રયોજાય છે. આહત એટલે ઉચ્ચારણ-સ્થાનવિશેષ સાથેના ઘર્ષણથી ઉદભવતો શબ્દ. જીભ, દાંત, તાલુ વગેરે અવયવોના પરસ્પરના આંતરિક ઘર્ષણ, ઉત્ક્ષેપણ, સંકોચ-વિસ્તાર દ્વારા જે શબ્દ વૈખરી વાણી(વ્યક્ત ભાષા)ના રૂપમાં ઉચ્ચારાય – સંભળાય છે…

વધુ વાંચો >

અમતેરસુ–સૂર્યદેવી

Apr 4, 2022

અમતેરસુ–સૂર્યદેવી : જાપાનમાં પ્રચલિત શિન્તો ધર્મની દેવસૃષ્ટિમાં અમતેરસુ–સૂર્યદેવીની પૂજાનું મહત્વ વિશેષ છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસને ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે. આ પૂજા અમુક પ્રકારે કરવી એ…

વધુ વાંચો >

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ

Apr 4, 2022

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ : ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. વસ્તુતઃ અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા.…

વધુ વાંચો >

અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય)

Apr 4, 2022

અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય) : જેમ વર્તમાન ભારતીય લિપિઓના અક્ષરોને પ્રાચીન બ્રાહ્મી અક્ષરો સાથે સરખાવતા તેમની વચ્ચે મોટું અંતર જણાય છે, તેમ વર્તમાન ભારતીય અંકો અને પ્રાચીન બ્રાહ્મી અંકો વચ્ચે પણ મોટું અંતર રહેલું છે. આ અંતર અંકોનાં સ્વરૂપ તેમજ સંખ્યાલેખનપદ્ધતિમાં પણ વરતાય છે. પ્રાચીન બ્રાહ્મી અંકચિહનોની પદ્ધતિમાં શૂન્યનો પ્રયોગ…

વધુ વાંચો >

આગમ

Apr 4, 2022

આગમ : સગુણ ઈશ્વરની ઉપાસનાનું નિરૂપણ કરતાં વિશિષ્ટ શાસ્ત્રો. આગમોની રચના ઉપનિષદો પછી થયાનું જણાય છે. આને માટે બે કારણો અપાય છે. પહેલું અહીં સુધી આવતાં વૈદિક  આચારો બહુ ક્ષીણ થઈ ગયા હતા, બીજું આ કાળમાં એક વિરાટ જનસમુદાય હિંદુ ધર્મમાં પ્રવેશ પામ્યો હતો, જેમને હિંદુ ધર્મ તેમજ તેની ઉપાસનાપદ્ધતિનું…

વધુ વાંચો >