ખંડ ૧૮
રિકાર્ડો, ડૅવિડથી લૂસ, ક્લેર બૂથ
રેનોલ્ડ્ઝ, જોશુઆ (સર)
રેનોલ્ડ્ઝ, જોશુઆ (સર) (જ. 16 જુલાઈ 1723, પ્લિમ્પ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 1792, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ વ્યક્તિ-ચિત્રકાર (portraitist) અને રસમર્મજ્ઞ (aesthetician). ‘પ્લિમ્પ્ટન સ્કૂલ’માં રેનોલ્ડ્ઝે પ્રાથમિક શિક્ષણ લીધું, જ્યાં પિતા શિક્ષક હતા. બાળપણથી જ અંગ્રેજી અને લૅટિન સાહિત્ય વાંચવાનો શોખ હતો. બ્રિટિશ વ્યક્તિ-ચિત્રકાર જોનાથન રિચાડર્સનના લેખો વાંચી રેનોલ્ડ્ઝના મનમાં ચિત્રકાર…
વધુ વાંચો >રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન
રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન (જ. 1888, હલ, ઇંગ્લૅન્ડ; અ. 1972) : બ્રિટનના ચલચિત્ર-જગતના એક પ્રભાવશાળી અગ્રેસર. શરૂઆતમાં તેઓ પિતાની આટા મિલના ધીકતા ધંધામાં જોડાયા. ત્યાં કામ કરવાની સાથોસાથ તેઓ દર રવિવારની મેથડિસ્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપવા જતા. એ કામગીરી દરમિયાન તેમને એવી પ્રતીતિ થઈ કે ગૉસ્પેલના સંદેશાનો વ્યાપક…
વધુ વાંચો >રૅન્કિન ચક્ર
રૅન્કિન ચક્ર : ઉષ્માયંત્ર(engine)માં પ્રવાહીના દબાણ અને તાપમાનમાં આદર્શ ચક્રીય ફેરફારોનો અનુક્રમ. વરાળથી કે પાણીથી ચાલતા એન્જિનના તાપમાનને અનુરૂપ દબાણમાં ફેરફારો જોવા મળે છે. વરાળથી ચાલતા પાવર-પ્લાન્ટની કામગીરીના ઉષ્માયાંત્રિકીય (thermodynamics) ક્રમનિર્ધારણ માટે તેનો ઉપયોગ થાય છે. સ્કૉટિશ ઇજનેર વિલિયમ જે. એમ. રૅન્કિને 1859માં આ ચક્રનો ખ્યાલ આપ્યો હતો. રૅન્કિન ચક્રમાં,…
વધુ વાંચો >રૅન્કિન, જેનેટ
રૅન્કિન, જેનેટ (જ. 11 જૂન 1880, મિસૌલા, મૉન્ટાના, અમેરિકા; અ. 18 મે 1973, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા-સાંસદ, મહિલા-સ્વાતંત્ર્યનાં પુરસ્કર્તા અને પ્રખર શાંતિવાદી. અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ 1909માં તેમણે વૉશિંગ્ટન રાજ્યના સિયાટલ ખાતે સામાજિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. આ કાર્યો દરમિયાન મહિલા-મતાધિકારના ધ્યેયથી તેઓ આકર્ષાયાં. વૉશિંગ્ટન, મૉન્ટાના અને…
વધુ વાંચો >રેન્ચ
રેન્ચ : જુઓ ઓજારો.
વધુ વાંચો >રેન્ડિયર સરોવર
રેન્ડિયર સરોવર : ઉત્તર કૅનેડામાં સસ્કેચવાન-મૅનિટોબા સરહદે શંકુદ્રુમ જંગલની સીમા પર આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 102° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,651 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દિક્ષણ અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ-પહોળાઈ અનુક્રમે 245 કિમી. અને 56 કિમી. જેટલી છે. તેનો આકાર…
વધુ વાંચો >રેન્વા, ઝ્યાં
રેન્વા, ઝ્યાં (જ. 15 સપ્ટેમ્બર 1894, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 1979, હૉલિવુડ, અમેરિકા) : પ્રયોગશીલ ચલચિત્રસર્જક, પટકથાલેખક અને અભિનેતા. પિતા : વિખ્યાત પ્રભાવવાદી ચિત્રકાર ઑગુસ્ત રેન્વા. મેધાવી પ્રતિભા ધરાવતા ઝ્યાં રેન્વાનું બાળપણ ગામડામાં વીત્યું. તેને કારણે પ્રકૃતિ પ્રત્યેનું તેમનું આકર્ષણ તેમણે બનાવેલાં ચિત્રોમાં પણ સતત પ્રતિબિંબિત થતું રહ્યું. યુવાનીમાં…
વધુ વાંચો >રેન્વા, પિયેરે-ઓગુસ્તે
રેન્વા, પિયેરે-ઓગુસ્તે (જ. 25 ફેબ્રુઆરી 1841, લિમોગે, ફ્રાન્સ; અ. 3 ડિસેમ્બર 1919, કેઇન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ પ્રભાવવાદી (impressionist) ચિત્રકાર. પિતા દરજી હતા. 1845માં આ કુટુંબ પૅરિસ આવી વસ્યું. બાળપણથી જ ચિત્રકલાનું કૌશલ્ય દાખવતા પિતાએ રેન્વાને એક પૅાર્સલિન ફૅક્ટરીમાં તાલીમાર્થે મૂક્યો. અહીં ઉપર ફૂલોના ગુચ્છા ચીતરવામાં રેન્વા પાવરધો થયો. આ પછી…
વધુ વાંચો >રૅન્સમ, જૉન ક્રો
રૅન્સમ, જૉન ક્રો (જ. પુલસ્કી, ટૅનેસી, અમેરિકા; અ. 1974) : વિવેચક અને કવિ. તેમણે પ્રથમ નેશવિલની વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં અને પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1910–1913) ર્હોડ્ઝ સ્કૉલર તરીકે શિક્ષણ લીધું. વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં 1914થી 1937 સુધી અધ્યાપન કર્યું અને પછી ઓહાયોની કેન્યન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા (1937થી 1959). ત્યાંથી નિવૃત્ત થયા પછી…
વધુ વાંચો >રેપિડ એક્શન ફોર્સ
રેપિડ એક્શન ફોર્સ (RAF) :રેપિડ એક્શન ફોર્સ(RAF)નું કાર્ય નામ અનુસાર ત્વરિત કામગીરી કરવાનું છે. આ વિશિષ્ટ દળ છે, જેની સ્થાપના 11 ડિસેમ્બર, 1991ના રોજ થઈ હતી, જે 7 ઓક્ટોબર, 1992ના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. આ દળનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર-જનરલ ઓફ પોલીસ (IGP) કરે છે. હાલ એના આઇજીપી એન્ની અબ્રાહમ છે,…
વધુ વાંચો >રિકાર્ડો, ડૅવિડ
રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…
વધુ વાંચો >રિકેટ્સિયા
રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…
વધુ વાંચો >રિક્ટર, ઉર્લિક
રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…
વધુ વાંચો >રિક્ટર, ચાર્લ્સ એફ.
રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…
વધુ વાંચો >રિક્ટર, બર્ટન
રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રિક્ટરનો ભૂકંપ આંક
રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.
વધુ વાંચો >રિક્ટરાઇટ
રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…
વધુ વાંચો >રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)
રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…
વધુ વાંચો >રિખ્તર, ગૅર્હાર્ડ
રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >રિગર્ટ ડૅવિડ
રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…
વધુ વાંચો >