રૅન્કિન ચક્ર  : ઉષ્માયંત્ર(engine)માં પ્રવાહીના દબાણ અને તાપમાનમાં આદર્શ ચક્રીય ફેરફારોનો અનુક્રમ.

વરાળથી કે પાણીથી ચાલતા એન્જિનના તાપમાનને અનુરૂપ દબાણમાં ફેરફારો જોવા મળે છે. વરાળથી ચાલતા પાવર-પ્લાન્ટની કામગીરીના ઉષ્માયાંત્રિકીય (thermodynamics) ક્રમનિર્ધારણ માટે તેનો ઉપયોગ થાય છે. સ્કૉટિશ ઇજનેર વિલિયમ જે. એમ. રૅન્કિને 1859માં આ ચક્રનો ખ્યાલ આપ્યો હતો.

રૅન્કિન ચક્રમાં, એન્જિનના કાર્યકારી પદાર્થને અચળ દબાણે ગરમ કરતાં તેમાં ચાર ક્રમિક ફેરફારો થતા હોય છે. પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય છે, પ્રતિવર્તી સમોષ્મી વિસ્તરણ (reversible adiabatic expansion) થાય છે. અચળ દબાણે પદાર્થ ઠંડો પડે છે, છેલ્લે બાષ્પનું પ્રવાહી સંઘનન (condensation) અને પછી પ્રતિવર્તી સમોષ્મી સંકોચન (compression) થાય છે. ત્યારબાદ પંપિંગથી પ્રવાહી પાછું બૉઇલરમાં  છે.

પ્રહલાદ છ. પટેલ