૧૭.૨૨
રામનવમીથી રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર)
રામનવમી
રામનવમી : હિંદુ ધર્મનો તહેવાર. રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરવા રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌસલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય અવતાર લીધો તે રામની જન્મતિથિ ચૈત્ર સુદ નોમ રામનવમી તરીકે ઓળખાય છે. રામ તે દિવસે બપોરે બાર વાગ્યે જન્મ્યા હતા. રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હતો અને સૂર્ય મેષ…
વધુ વાંચો >રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy)
રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy) : રામન અસરના ઉપયોગ દ્વારા અણુઓની સંરચના, તેમની ભૂમિતિ, આણ્વિક સમમિતિ (symmetry) નક્કી કરવાની રાસાયણિક પૃથક્કરણની એક પદ્ધતિ. જ્યારે અણુની સંરચનાનું પરિશુદ્ધ (precise) નિર્ધારણ શક્ય ન હોય ત્યારે પણ પરમાણુ-સમૂહોની લાક્ષણિક રામન આવૃત્તિ(Raman frequency)ની આનુભવિક (empirical, પ્રયોગનિર્ણીત) માહિતી પરથી અણુમાં પરમાણુઓની ગોઠવણી સંબંધી જાણકારી મળી શકે…
વધુ વાંચો >રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્
રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્ (જ. 1893, કલપતિ, જિ. પાલઘાટ; અ. 1985, અમદાવાદ) : અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા-(PRL)ના પ્રથમ નિયામક, મોસમવિજ્ઞાની (meteorologist) અને ઓઝોનસ્તરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભ્યાસી અને સંશોધક. તેમણે શાળાનું શિક્ષણ પાલઘાટની શાળા અને વિક્ટોરિયા કૉલેજમાંથી લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં દાખલ થયા અને ત્યાંથી તેમણે ભૌતિકવિજ્ઞાનના વિષય…
વધુ વાંચો >રામનાથપુરમ્
રામનાથપુરમ્ : તામિલનાડુ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9° 23´ ઉ. અ. અને 78° 50´ પૂ. રે.ની આજુબાજુનો 4,232 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પસુમ્પન થીવર થિરુમગન (મુથુરામલિંગમ્) અને પુડુકોટ્ટાઈ જિલ્લા, પૂર્વ અને દક્ષિણે અનુક્રમે બંગાળના ઉપસાગરના ફાંટારૂપ…
વધુ વાંચો >રામનારાયણ
રામનારાયણ (જ. 1927, ઉદેપુર) : ભારતના પ્રખ્યાત સારંગીવાદક. તેમના પિતા નાથુરામજી દિલરુબા વગાડતા હતા. કહેવાય છે કે તેમના ઘરમાં કોઈ સાધુએ આપેલ રાવણહથ્થો હતો. ચારપાંચ વર્ષના બાળક રામનારાયણ એ રાવણહથ્થો લઈ વગાડવાનો પ્રયત્ન કરતા. તેમને ત્રણ-ચાર સૂર વગાડવા જેટલી સફળતા પણ મળી. આમ બાળકની રુચિ જોઈને તેમના પિતાએ તેમને સંગીતની…
વધુ વાંચો >રામન્ના, રાજા
રામન્ના, રાજા (જ. 28 જાન્યુઆરી 1925, મૈસૂર, કર્ણાટક) : પ્રથમ પોકરણ પરમાણુ-પરીક્ષણ જેમની નિગાહબાની હેઠળ કરવામાં આવેલ તે ભારતના પરમાણુવિજ્ઞાની. મજબૂત મનોબળ અને સમર્પણની ભાવનાવાળાં માતા રુક્મિણીજીનું જીવન વૃંદાવન-ઉદ્યાન જેવું ભાતીગળ અને સ્ફૂર્તિપ્રેરક હતું. તેમના પિતૃપક્ષેથી સાહિત્ય અને સંસ્કારોની ગંગોત્રી વહેતી હતી. આથી રાજાના ઉછેર અને વિકાસમાં કોઈ કચાશ રહી…
વધુ વાંચો >રામ પાણિવાદ
રામ પાણિવાદ (જ. 1707 આ., કિળ્ળિકુરિશિ, કેરળ; અ.?) : કેરળના પ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત-મલયાળમ ભાષાઓના કવિ. પાણિવાદ્ય એટલે ઢોલક (હાથથી વગાડવાનું વાદ્ય). તે વગાડનાર જાતિ તે પાણિવાદ કે પાણિઘ કે નમ્બીઆર. એમનો પરમ્પરાગત ધંધો નટો-ચક્કિપોરોને સંસ્કૃત નાટકો ભજવવામાં મદદ કરવાનો. તેમની સ્ત્રીઓ સ્ત્રીપાત્રો ભજવતી. પિતા મધ્ય ત્રાવણકોરમાંના કુમારનલ્લૂરના નમ્પૂદિરિ બ્રાહ્મણ, કિળ્ળિકુરિશિમંગલમ્ મંદિરના…
વધુ વાંચો >રામપાલ
રામપાલ (શાસનકાળ : ઈ. સ. 1077-1120) : બંગાળ(ગૌડ)ના પાલ વંશનો રાજા અને વિગ્રહપાલ ત્રીજાનો પુત્ર. વિગ્રહપાલ ત્રીજાના અવસાન બાદ મહીપાલ બીજો ગાદીએ બેઠો અને પોતાના ભાઈઓ સુરપાલ અને રામપાલને વિરોધી માની લઈને કેદમાં પૂર્યા; પરંતુ સામંતોનો બળવો દબાવવા ગયેલ મહીપાલ પોતે મરણ પામ્યો. આ તકનો લાભ લઈને બંને ભાઈઓ જેલમાંથી…
વધુ વાંચો >રામપુર
રામપુર : ઉત્તર પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´થી 29° 10´ ઉ. અ. અને 78° 51´થી 79° 28´ પૂ. રે. વચ્ચેનો 2,367 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 81 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 49 કિમી. જેટલી…
વધુ વાંચો >રામફળ
રામફળ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona reticulata Linn. (સં. મ. રામફલ; હિં. લવની, અંતા, નાગ્નેવા, નોના, રામફલ; અં. બુલૉક્સ હાર્ટ, નેટેડ કસ્ટર્ડ ઍપલ) છે. તે નાનું, પર્ણપાતી કે અર્ધ-પર્ણપાતી (semi-deciduous), 10 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું, ખાસ કરીને વેસ્ટ ઇંડિઝનું, મૂલનિવાસી…
વધુ વાંચો >રામાયણ (ગિરધરકૃત)
રામાયણ (ગિરધરકૃત) (ઈ. સ. 1837, સં. 1893, માગશર વદ 9, રવિવાર) : મધ્યકાલીન આખ્યાન પરંપરાની રચના. ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક 299 કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશી બંધની 9,551 કડીની આ આખ્યાનકૃતિ (મુદ્રિત) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમન્નાટક, પદ્મપુરાણ, અગ્નિપુરાણ,…
વધુ વાંચો >રામાયણ-કલ્પવૃક્ષમુ
રામાયણ-કલ્પવૃક્ષમુ : તેલુગુ કવિ વિષ્વણધા સત્યનારાયણે તેલુગુમાં લખેલું મહાકાવ્ય. આ કૃતિ માટે તેમને 1970માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો હતો. બીજું ‘રામાયણ’ શા માટે એવો પ્રશ્ર્ન ઉઠાવીને, પોતાના આ સૌથી ભગીરથ સાહિત્યસર્જન માટેનાં કારણોમાં કવિ એક તો પોતાના પિતાની ઇચ્છાની પૂર્તિનો તથા બીજું પોતાની અંત:પ્રેરણાના સંતોષનો મુદ્દો રજૂ કરે છે. 12,800…
વધુ વાંચો >રામાયણચંપૂ
રામાયણચંપૂ : મલયાળમ કૃતિ. રચનાસાલ 1580. રચયિતા પૂનમ ચંપુતરિ. એમને વિશે એટલી જ માહિતી મળે છે કે એ કોષિકોડ્ડુના સામૂતિરિ રાજાઓના રાજકવિ હતા અને મલયાળમના ચંપૂ કાવ્યપ્રકારના પ્રણેતા હતા. ચંપૂ ગદ્યપદ્યમિશ્ર સાહિત્યપ્રકાર છે. એમનું રામાયણચંપૂ ‘કાવ્ય’ એ પ્રકારની પ્રથમ રચના છે અને એમણે અનેક ચંપૂઓની રચના કરી છે. એમણે ‘રામાયણચંપૂ’…
વધુ વાંચો >રામાયણદર્શનમ્
રામાયણદર્શનમ્ : કન્નડ મહાકાવ્ય. 26 ડિસેમ્બર 1904ના રોજ જન્મેલા કન્નડ કવિ પુટપ્પા-રચિત આ મહાકાવ્ય 1936થી 1946 દરમિયાન રચાયેલું. એમને આ કૃતિ માટે સાહિત્ય અકાદમી તથા જ્ઞાનપીઠના પુરસ્કારો મળ્યા છે. એમણે વાલ્મીકિ રામાયણનો આધાર લીધો છે, પણ એમાં ઘણું ઉમેરણ – ઘણા ફેરફારો કર્યાં છે. ‘રામાયણદર્શનમ્’ કથનાત્મક ચિંતનપ્રધાન કાવ્ય છે. એ…
વધુ વાંચો >રામારાવ, એન. ટી.
રામારાવ, એન. ટી. (જ. 28 મે 1923, નિમ્માકુરુ, આંધ્રપ્રદેશ; અ. 18 જાન્યુઆરી 1996, હૈદરાબાદ) : ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીરામ અને માતા વેંકટરામ્મા. સ્નાતક થયા બાદ 1947માં મદ્રાસ સેવા પંચમાં નાયબ રજિસ્ટ્રાર તરીકે જોડાયા, પણ 3 સપ્તાહના અત્યંત ટૂંકા ગાળામાં તે કામગીરી છોડી ફિલ્મક્ષેત્રે પ્રવેશ્યા. 1949થી ’82…
વધુ વાંચો >રા’માંડલિક 1લો
રા’માંડલિક 1લો (શાસનકાળ : ઈ. સ. 1260-1306) : ચૂડાસમા વંશના રા’ખેંગાર 3જાનો પુત્ર અને જૂનાગઢનો રાજવી. તેણે 46 વર્ષ જેટલો લાંબો સમય રાજ્ય ભોગવ્યું. તે ગાદીએ બેઠો ત્યારે નાની ઉંમરનો હતો અને રાજ્ય ચલાવવાની જવાબદારી તેનો મંત્રી મહીધર સંભાળતો હતો. રા’માંડલિક ગાદીએ બેઠો ત્યારે એની સત્તા હેઠળ જૂનાગઢ તથા તેની…
વધુ વાંચો >રા’માંડલિક 3જો
રા’માંડલિક 3જો (શાસનકાળ : ઈ. સ. 1451-1472) : ચૂડાસમા વંશના રા’મહીપાલદેવનો પુત્ર અને જૂનાગઢનો રાજવી. મહીપાલદેવને વૃદ્ધાવસ્થામાં, બાધા રાખ્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો. ઈ. સ. 1451માં પુત્રનો રાજ્યાભિષેક કરી, મહીપાલદેવે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું હતું. રાજ્યાભિષેક સમયે માંડલિકે ‘અમારિઘોષણા’ જાહેર કરી અને દરેક મહિનાની પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ અને અમાસના…
વધુ વાંચો >રામુ (નદી)
રામુ (નદી) : પાપુઆ ન્યૂ ગિનીમાં આવેલી લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક નદી. જૂનું નામ ઓત્તિલિયેન. ભૌગોલિક સ્થાન : 5° 00´ દ. અ. અને 144° 40´ પૂ. રે.. તે ક્રાત્કે હારમાળાના અગ્નિભાગમાંથી નીકળે છે. મધ્ય થાળામાં થઈને વાયવ્ય તરફ વહે છે. તે દરમિયાન તેને ઘણાં નાનાં નદીનાળાં મળે છે. બિસ્માર્ક…
વધુ વાંચો >રા’મેલિંગ
રા’મેલિંગ (શાસનકાળ ઈ. સ. 1400-1416) : સૌરાષ્ટ્રમાં વંથલીનો ચૂડાસમા વંશનો રાજા. રા’માંડલિક બીજાને પુત્ર હતો નહિ, તેથી તેનો ભાઈ મેલિગ સોરઠનો ગાદીવારસ બન્યો હતો. તેનું બીજું નામ મેલિંગદેવ પણ હતું. રા’મેલિંગદેવ બુદ્ધિશાળી અને સાહસિક હતો. તેના દીવાન હીરાસિંહની મદદથી તેણે નાનાં રાજ્યોને જીતી, સમૃદ્ધ સૈન્ય ઊભું કરી મુસ્લિમ સત્તા સાથે…
વધુ વાંચો >રામેશ્વર
રામેશ્વર : જુઓ રામનાથપુરમ્
વધુ વાંચો >