ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મજીઠ
મજીઠ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rubia cordifolia Linn. sensu Hook. F. (स. मजिष्ठा; હિં. મજીઠ; મ. બં. ક. મંજિષ્ઠ; ગુ. મજીઠ; તે. તામરવલ્લી; ત. શેવેલ્લી, માંદીટ્ટી; અં. ઇંડિયન મેડર, બેંગૉલ મેડર, મેડરટ) છે. તે કાંટાળી વિસર્પી લતા (creeper) કે આરોહી (climber) જાતિ છે.…
વધુ વાંચો >મજુમદાર, અમિયભૂષણ
મજુમદાર, અમિયભૂષણ (જ. 1918, કૂચબિહાર, પશ્ચિમ બંગાળ) : બંગાળી ભાષાના ખ્યાતનામ નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘રાજનગર’ માટે 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1939માં અંગ્રેજીમાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેઓ ટપાલ અને તાર વિભાગમાં જોડાયા. તેઓ મજૂરસંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા. તેઓ શક્તિશાળી લેખક હોઈ…
વધુ વાંચો >મજુમદાર, અંબિકાચરણ
મજુમદાર, અંબિકાચરણ (જ. 1850, સાંડિયા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 1922) : હિંદી રાષ્ટ્રીય મહાસભાના વરિષ્ઠ નેતા. એમના પિતા રાધામાધવ મજુમદાર જમીનદાર હતા. 1869માં તેઓ પ્રવેશ(entrance)ની પરીક્ષા પસાર કરીને વધુ અભ્યાસ માટે કલકત્તા ગયા. ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને એમણે 1875માં એમ.એ.ની અને 1878માં કાયદાની બી.એલ.ની ડિગ્રી મેળવી. એમનાં માતા સુભદ્રાદેવીએ…
વધુ વાંચો >મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ
મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ (જ. 1891, નિમ્ટીટા, જિ. મુર્શિદાબાદ, બંગાળ; અ. –) : બંગાળ શૈલીના એક અગ્રણી ચિત્રકાર. બાળપણમાં યાત્રા અને કથા જેવા બંગાળી વાર્તાકથન અને લોકરંગમંચનનો આનંદ લૂંટ્યો. 1905માં 14 વરસની ઉંમરે પોતાનું ગામડું છોડી કોલકાતા આવ્યા અને 1909માં 18 વરસની ઉંમરે ખ્યાતનામ ચિત્રકાર ગગનેન્દ્રનાથ ટાગોરના શિષ્ય બન્યા. અહીં 6 વરસ…
વધુ વાંચો >મજુમદાર, ધીરેન્દ્રનાથ
મજુમદાર, ધીરેન્દ્રનાથ (જ. 3 જૂન 1903, પટણા; અ. 31 મે 1960) : તાલીમ પામેલા પ્રથમ ભારતીય માનવશાસ્ત્રી. ભારતીય માનવશાસ્ત્રમાં શારીરિક માનવશાસ્ત્ર તથા સાંસ્કૃતિક માનવશાસ્ત્રના ક્ષેત્રે વિશાળ ક્ષેત્રકાર્ય કરીને સૈદ્ધાંતિક પાયો નાખવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. તેઓ 1922માં બી.એ. અને 1924માં એમ.એ. થયા. 1926માં ‘હો જાતિ’ પરના સંશોધનકાર્ય દરમિયાન શરત્ચંદ્ર રૉયનો…
વધુ વાંચો >મજુમદાર, નગેન્દ્ર
મજુમદાર, નગેન્દ્ર (જ. 1894, વડોદરા; અ. –) : ગુજરાતી, હિંદી અને મરાઠી ચલચિત્રોના અભિનેતા, દિગ્દર્શક. વડોદરામાં જ શિક્ષણ મેળવ્યા બાદ પોલીસખાતામાં જોડાયા. 1923થી ’25ના ગાળામાં અવેતન રંગભૂમિ સાથે જોડાયેલા રહી કેટલાંક નાટકોનું દિગ્દર્શન કર્યા બાદ રૉયલ આર્ટ સ્ટુડિયોમાં જોડાયા. દરમિયાનમાં લક્ષ્મી ફિલ્મ્સ કંપનીમાં દિગ્દર્શક મણિલાલ જોષીનું અવસાન થતાં તેમનું અધૂરું…
વધુ વાંચો >મજુમદાર, નીનુ
મજુમદાર, નીનુ (જ. 9 નવેમ્બર 1915, વડોદરા; અ. 3 માર્ચ 2000, મુંબઈ) : ગુજરાતી સુગમ સંગીતના મોભી. નીનુ મજુમદાર સંગીતકાર હોવા ઉપરાંત બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક અને સુગમ સંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. બાળપણમાં ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે તેમણે સંગીતની…
વધુ વાંચો >મજુમદાર, બિનય
મજુમદાર, બિનય (જ. 1934, મિકતિલા, મ્યાનમાર) : બંગાળી ભાષાના કવિ. તેમને તેમની કૃતિ ‘હાસપાતાલે લેખા કવિતાગુચ્છ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, રશિયન અને હિંદી ભાષાના જાણકાર છે. તેમના પ્રકાશિત ગ્રંથો છે : ‘નક્ષત્રેર આલો’, ‘ફિરે…
વધુ વાંચો >મજુમદાર, રમેશચંદ્ર
મજુમદાર, રમેશચંદ્ર (જ. 4 ડિસેમ્બર 1888, ખંડરપરા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 11 ફેબ્રુઆરી 1980, કલકત્તા) : ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર. તેમણે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી અને ગ્રિફિથ પ્રાઇઝમૅન બન્યા. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી…
વધુ વાંચો >મજુમદાર, લીલા
મજુમદાર, લીલા (જ. 1908; અ. ?) : બાલ-વાર્તાઓનાં બંગાળી લેખિકા. પ્રમાદરંજન રાયનાં પુત્રી અને ઉપેન્દ્રકિશોર ચૌધરીનાં ભાણી. મૂળ વતન નાદિયામાં ચકધા. પાછળથી મયમનસિંગ(હાલ બાંગ્લાદેશ)માં જઈ વસ્યાં. છેલ્લે તેઓ કોલકાતામાં સ્થિર થયાં. તેમના ભત્રીજા સુકુમાર રાયે તેમને બાળકો માટે લખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમની સૌપ્રથમ બાલવાર્તા 1922માં ‘સંદેશ’માં પ્રગટ થઈ ત્યારથી…
વધુ વાંચો >