ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
માર્સો, માર્સલ
માર્સો, માર્સલ (જ. 1923, સ્ટ્રેસબર્ગ, ફ્રાન્સ) : ફ્રાન્સના મૂક-અભિનયના જાણીતા કલાકાર. તેમણે પૅરિસમાં ઇકૉલ દ બોઝાર્ત ખાતે અભ્યાસ કર્યો. 1948માં તેમણે માઇમ માર્સલ માર્સો નામે સંસ્થા સ્થાપી; તેમાં તેમણે મૂક-અભિનયકલાને પદ્ધતિસર વિકસાવી અને તે કલાના તેઓ અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા. તેમનું શ્વેતરંગી ચહેરો ધરાવતું ‘બિપ’ નામનું પાત્ર રંગભૂમિ તથા ટેલિવિઝન…
વધુ વાંચો >માલ ઔર મઆશિયાત
માલ ઔર મઆશિયાત : ઉર્દૂ લેખક ઝફર હુસેનખાનનો તત્વચિંતનનો ગ્રંથ. લેખકને લાગ્યું કે ઉર્દૂ સાહિત્ય કેવળ થોડા તરજુમા અને ટીકા-ટિપ્પણ પૂરતું જ મર્યાદિત રહ્યું હતું અને તત્વચિંતનના ગહન વિષયોની તેમાં ઊણપ હતી. સાહિત્યની આ ખામી નિવારવાની કોશિશરૂપે આ ગ્રંથ લખાયો છે. ઉર્દૂ જગતને પશ્ચિમની ચિંતનસમૃદ્ધિથી પરિચિત કરવાના ઉમદા આશયથી આ…
વધુ વાંચો >માલકાંગણી
માલકાંગણી : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celastrus paniculatus Willd. (સં. જ્યોતિષ્મતી; હિં. માલકંગની; બં. લતાફટકી; મ. માલકોંગોણી; ત. વલુલુવઈ; ક. કૈગુએરડું; તે. વાવંજી; અં. સ્ટાફ ટ્રી) છે. તે પીળાં ફળ ધરાવતી મોટી આરોહી ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે અને 1,200 મી.ની ઊંચાઈ સુધી ભારતમાં પહાડી…
વધુ વાંચો >માલતી
માલતી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echitis caryophyllata syn. Aganosma caryophyllata G. Don છે. તે વેલ સ્વરૂપે થાય છે, પરંતુ તેનું જરા વધારે કૃંતન (pruning) કરવાથી તેને છોડ તરીકે પણ ઉછેરી શકાય છે. પર્ણો મોટાં, લંબગોળ અને થોડી અણીવાળાં હોય છે. પુષ્પો સફેદ…
વધુ વાંચો >માલતીમાધવ
માલતીમાધવ : સંસ્કૃત નાટ્યકાર ભવભૂતિએ લખેલું પ્રકરણ પ્રકારનું રૂપક. દસ અંકના બનેલા આ રૂપકમાં માલતી અને માધવની પ્રણયકથા રજૂ થઈ છે. પદ્માવતીના રાજાનો પ્રધાન ભૂરિવસુ પોતાની પુત્રી માલતીને વિદર્ભના રાજાના પ્રધાન અને પોતાના સહાધ્યાયી દેવરાતના પુત્ર માધવ સાથે પરણાવવાનું નક્કી કરે છે અને તેને માટે પોતાની પરિચિત બૌદ્ધ પરિવ્રાજિકા કામંદકીની…
વધુ વાંચો >માલદીવ
માલદીવ : હિંદી મહાસાગરમાં આવેલો એશિયા ખંડનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. દુનિયામાં પણ તે નાના દેશો પૈકીનો એક ગણાય છે. ભૌગોલિક સ્થાન : તે 3° 15´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે. વચ્ચેનો માત્ર 298 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ કુલ 1,196 જેટલા કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલાં…
વધુ વાંચો >માલધારી
માલધારી : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ
વધુ વાંચો >માલની હેરફેર
માલની હેરફેર (material handling) : કોઈ પણ પ્રકારના માલને તેની જરૂરિયાત પ્રમાણેની જગ્યાએ લઈ જવો તે. વસ્તુઓના ઉત્પાદનમાં કે બાંધકામકાર્યોમાં માલની હેરફેર, માલનું પરિવહન તે એક મહત્વની ક્રિયા બની રહે છે; દા.ત., રસ્તા, પુલ કે મકાનો બાંધવામાં વપરાતાં રેતી, સિમેન્ટ, પથ્થર, ઈંટો, લાકડું, લોખંડના સળિયા જેવા કાચા માલને જ્યાં બાંધકામ…
વધુ વાંચો >માલપલ્લી
માલપલ્લી (1922–1923) : ઉન્નવ લક્ષ્મીનારાયણે લખેલી તેલુગુ સાહિત્યની સર્વપ્રથમ સામાજિક નવલકથા. આ કૃતિ દ્વારા તેમણે તેલુગુ સાહિત્ય તથા ખાસ કરીને તેલુગુ નવલકથાને બંગાળીમાંથી રૂપાંતરિત કરાયેલ પરીકથાઓ તથા રહસ્યકથાઓમાંથી મુક્ત કરી અને સાંપ્રત વિષયવસ્તુની પસંદગી કરીને તેલુગુ નવલકથાના વિકાસ માટે નવી દિશા ખોલી આપી. બાળ ગંગાધર ટિળક તથા ગાંધીજીના નેતૃત્વ હેઠળના…
વધુ વાંચો >માલપુર
માલપુર : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 20´ ઉ. અ. અને 73° 30´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 365 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં મેઘરજ તાલુકો, પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો, દક્ષિણે બાયડ તાલુકો અને ખેડા જિલ્લો…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >