ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
માછલી
માછલી (Fish) કંઠનળી-પ્રદેશમાં આવેલ ઝાલરો વડે શ્વસનક્રિયા કરનાર, પગ વગરનું મીનપક્ષોવાળું જલજીવી પૃષ્ઠવંશી પ્રાણી. આમ તો પાણીમાં વસતાં ઘણાં જલજીવી પ્રાણીઓને ‘માછલી’ તરીકે નિર્દેશવામાં આવે છે; દાખલા તરીકે, જેલી ફિશ (jelly fish). સમુદ્ર-તારા (star fish), જિંગા (prawn), સીલ અને વહેલ જેવાં પ્રાણીઓ પણ માછલી તરીકે ઓળખાય છે; પરંતુ તેમની લાક્ષણિકતાના…
વધુ વાંચો >માછલીનું તેલ
માછલીનું તેલ : માછલીના દેહમાંથી મળતું ચરબીયુક્ત તેલ. સામાન્ય રીતે તે ખોરાક તરીકે તેમજ રંગ તથા વાર્નિશ ઉદ્યોગમાં શુષ્કન તેલ (drying oil) તરીકે અને સાબુ-ઉદ્યોગમાં વપરાય છે. હૅલિબટ, રૉકફિશ, મુસી (dog-fish) તથા સૂપફિન શાર્કનાં યકૃતતેલ (liver oil) વિટામિન Aના મહત્વના સ્રોતો છે. ટ્યૂના, બાંગડા (mackerel), છૂરિયો (saw fish) જેવી માછલીઓના…
વધુ વાંચો >માજિદ જહાંગીરખાન
માજિદ જહાંગીરખાન (જ. 28 સપ્ટેમ્બર 1946, લુધિયાણા, પંજાબ, ભારત) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. તેમણે 15 વર્ષ અને 47 દિવસની વયે પ્રથમ કક્ષાની મૅચમાં સદી નોંધાવી અને એ રીતે સદી નોંધાવનારા કાયમ માટેના સૌથી નાની વયના ખેલાડી બની રહ્યા, પરંતુ વિશ્વના એક સર્વોત્તમ બૅટધર તરીકેની પ્રતિષ્ઠા મેળવતાં તેમને એક દશકો લાગ્યો. એ…
વધુ વાંચો >માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી
માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી (અ. 1625, સિરહેદ) : ફારસી કવિ. તે ઈરાનના માઝદરાન પ્રદેશના નિવાસી હતા. સમ્રાટ અકબરના સમયમાં હિંદ આવીને ગુજરાતમાં સ્થાયી થયા. તેમણે લગભગ સમગ્ર ઈરાનનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ સૂફીવાદી વિચારો ધરાવતા હતા અને તેને અનુસરતા હતા. તેમણે અનેક વાર મક્કાની હજ કરી હતી. પોતાના જીવનનાં અંતિમ…
વધુ વાંચો >માઝન્દરાની, મુહમ્મદ અશરફ
માઝન્દરાની, મુહમ્મદ અશરફ (સત્તરમું શતક) : ભારતના છેલ્લા મુઘલકાળના પ્રતિષ્ઠિત ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાનમાં અને ઉછેર ઇસ્ફહાનમાં થયો હતો. તેમના પિતા મૌલાના મુહમ્મદ સાલેહ માઝન્દરાની અને તેમનાં માતાના પિતા મૌલાના મુહમ્મદ તકી મજલિસી બંનેની ગણના વિદ્વાન શિક્ષકોમાં થતી હતી. તેમણે પોતાના પિતા ઉપરાંત મિર્ઝા કાજી શયખુલ ઇસ્લામ તથા…
વધુ વાંચો >માઝારીન ઝૂલ
માઝારીન ઝૂલ (જ. 1602, એબ્રુઝી, દક્ષિણ ઇટાલી; અ. 1661) : કાર્ડિનલ, ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ફ્રાન્સના વડાપ્રધાન. તેમણે ઇટાલી અને સ્પેનમાં શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ પોપની સેવામાં જોડાયા. આ સેવા દરમિયાન કાર્ડિનલ રિશલૂનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. કાર્ડિનલ રિશલૂ ફ્રાન્સના રાજા 13મા લૂઇના વડાપ્રધાન હતા. તેમણે માઝારીનને ફ્રાન્સમાં પૅરિસ ખાતે આમંત્ર્યા…
વધુ વાંચો >માટિર માનુષ
માટિર માનુષ (1930) : કાલિંદીચરણ પાણિગ્રહીની ઊડિયા નવલકથા. 1930ના અરસામાં સમગ્ર ભારત બ્રિટિશ શાસન સામેની લડતમાં પ્રવૃત્ત હતું, ત્યારે આ નવલનું પ્રકાશન એક મહત્વની સાહિત્યિક, સામાજિક તથા રાજકીય ઘટના બની રહી. કટક જિલ્લામાં વિટુપા નદીના કાંઠે આવેલા પધાનપરા ગામમાં રહેતા નમ્ર અને રૂઢિપરાયણ ખેડૂત પરિવારની રસપ્રદ કથા આમાં આલેખાઈ છે.…
વધુ વાંચો >માટી-ઉદ્યોગ
માટી-ઉદ્યોગ : માટી અને/અથવા ખનિજોના મિશ્રણમાંથી ઘડેલાં અને અગ્નિ વડે તપાવેલાં પાત્રો બનાવવાનો કલાકારીગરીવાળો ઉદ્યોગ. તેને મૃત્તિકા-નીપજો(clay products)નો અથવા સિલિકેટ-ઉદ્યોગ પણ કહે છે. માટીમાંથી બનાવેલાં વાસણો સાદાં અથવા કાચીકૃત (vitrified) અને અપારદર્શક, જ્યારે ચિનાઈ માટીનાં અર્ધપારદર્શક પ્રકારનાં હોય છે. સિરૅમિક ઉદ્યોગનો પણ આમાં સમાવેશ થઈ શકે છે. જોકે તેને અલગ…
વધુ વાંચો >માટીકામ
માટીકામ : માટીનું ખોદાણ કે માટીનું પુરાણ. કોઈ પણ સિવિલ ઇજનેરી રચના માટે કરવામાં આવતું પાયાનું ખોદકામ એ માટીકામનો એક પ્રકાર છે. કોઈ પણ સિવિલ ઇજનેરી રચનાના બાંધકામની શરૂઆત કરવા માટે નિયત લેવલ ધરાવતી સપાટી(formation level)ની આવશ્યકતા રહેલી છે. આ નિયત લેવલનું મૂલ્ય રચના કરનાર ઇજનેર નક્કી કરે છે. રચનાના…
વધુ વાંચો >માટી ખાવી
માટી ખાવી (Pica) : શરીરના પોષણતત્વ(લોહ, iron)ની ઊણપ (ખામી) હોય ત્યારે થતાં અખાદ્ય અને અપોષક પદાર્થો ખાવાની અદમ્ય રુચિ અને વર્તન. તેને મૃદભક્ષણ પણ કહે છે. શરીરમાં લોહ(iron)ની ઊણપ થાય ત્યારે વ્યક્તિ માટી (મૃત્તિકાભક્ષણ, geophagia), બરફ (હિમભક્ષણ, pagophagia), કપડાંને આર કરવા માટે વપરાતો સ્ટાર્ચ (શર્કરાભક્ષણ, amylophagia), રાખ, ધૂળ, કૉફીની ભૂકી,…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >