ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મજુમદાર, સમરેશ
મજુમદાર, સમરેશ (જ. 1944, ગાયેરકાટા, જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ) : બંગાળી લેખક. તેમણે પહેલાં જલપાઈગુડીમાં અને પછી કોલકાતામાં અભ્યાસ કર્યો. 1966માં એમ. એ. થયા પછી 1987 સુધી આવકવેરા વિભાગમાં નોકરી કરી. તે પછી લેખનપ્રવૃત્તિ દ્વારા નિર્વાહ કરવાનું સ્વીકાર્યું. કોલકાતા ટેલિવિઝન સાથે તેઓ સંકળાયેલા છે અને ટેલિવિઝન માટે કથાશ્રેણીનું નિર્માણ કરે છે.…
વધુ વાંચો >મજૂર-કલ્યાણ
મજૂર-કલ્યાણ : માલિક, સરકાર કે સેવાની સંસ્થાઓ દ્વારા મજૂરોના બૌદ્ધિક, ભૌતિક, નૈતિક તેમજ આર્થિક વિકાસમાં સહાયભૂત થવા લેવાતાં પગલાંઓ. ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતમાં મજૂરોનું ભારે શોષણ થતું હતું. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લૅન્ડથી થઈ તેમજ મજૂરોનું કલ્યાણ કરવાની ભાવના અને તે માટેના કાર્યની શરૂઆત પણ ઇંગ્લૅન્ડમાં જ થઈ. ઇંગ્લૅન્ડમાં…
વધુ વાંચો >મજૂર કાયદા
મજૂર કાયદા કારખાનાંઓ કે અન્ય પ્રકારના ઉત્પાદન-એકમોમાં કામ કરતા શ્રમિકોના ન્યાયોચિત અધિકારોને ધારાકીય પીઠબળ આપવાના હેતુથી પસાર કરવામાં આવેલા કાયદાઓ. આપણે આ કાયદાઓનો અભ્યાસ બે મુખ્ય વિભાગમાં કરીશું : (1) આઝાદી પૂર્વેના કાયદાઓ, (2) આઝાદી પછીના કાયદાઓ. 1. આઝાદી પૂર્વે પસાર કરવામાં આવેલા મજૂર–કાયદાઓ કામદારોને વળતર ચૂકવવા અંગેનો કાયદો, 1923…
વધુ વાંચો >મજૂર પ્રવૃત્તિ
મજૂર પ્રવૃત્તિ : મજૂરોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ. તેમાં તેમના પ્રશ્નોનું સંગઠિત રીતે નિરાકરણ લાવી શકાય તે માટે સ્થાપવામાં આવતાં મંડળોની પ્રવૃત્તિઓ તેમજ તેમના સામાજિક, ધાર્મિક વગેરે પ્રસંગોએ તથા વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમની આવક બંધ થાય ત્યારે તેમના માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 1857માં રાણી વિક્ટોરિયા હિન્દુસ્તાનની સમ્રાજ્ઞી…
વધુ વાંચો >મજૂર મહાજન સંઘ
મજૂર મહાજન સંઘ : ગાંધીવાદી વિચારસરણીને વરેલું અમદાવાદના મિલ-કામદારોનું સંગઠન. 1914થી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન અનસૂયાબહેન મજૂરો અને તેમનાં કુટુંબીઓની સ્થિતિસુધારણા માટે પ્રયત્નશીલ હતાં. તેમના પ્રયત્નોમાં ગાંધીજીના મજૂર-વિષયક વિચારો – સિદ્ધાંતોનો રચનાત્મક અમલ જણાતો હતો. આ પ્રયત્નોને સંગઠિત રૂપ આપવાના હેતુથી 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. 1920ના ફેબ્રુઆરી…
વધુ વાંચો >મઝહર ઇમામ
મઝહર ઇમામ (જ. 1930, દરભંગા, બિહાર) : ઉર્દૂના વિખ્યાત આધુનિક કવિ અને લેખક. ‘પિછલે મૌસમ કા ફૂલ’ નામના તેમના કાવ્યસંગ્રહ બદલ તેમને 1994ના વર્ષનો કેન્દ્રની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે મગધ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં અને બિહાર યુનિવર્સિટીમાંથી ફારસીમાં અનુસ્નાતક પદવી મેળવી છે. માત્ર 13 વર્ષની વયે તેમણે ટૂંકી વાર્તાઓ…
વધુ વાંચો >મઝહરી, અલ્લામા જમીલ
મઝહરી, અલ્લામા જમીલ (જ. 1904, પટણા; અ. 1980, પટણા) : ઉર્દૂના કવિ. તેઓ સૈયદ હોવાથી તેમનું પૂરું નામ સૈયદ કાઝિમ-અલી જમીલ મઝહરી લખવામાં આવે છે. તેમના ખાનદાનમાં સૈયદ મઝહર હસન એક સારા કવિ થઈ ગયા અને તેમના માટે કાઝિમઅલીને ખૂબ માન હતું; તેથી તેમના નામનો અંશ પોતાના નામ સાથે જોડીને…
વધુ વાંચો >મઝુમદાર, ચિત્રાવનુ
મઝુમદાર, ચિત્રાવનુ (જ. 1956, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. 1975માં કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં વિદ્યાર્થિની તરીકે જોડાયાં. 1981માં અહીંથી ચિત્રકલાનાં સ્નાતક થયાં. કૉલકાતાની એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સ (1985), કૉલકાતાની બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ એન્ડ કલ્ચર (1987), મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરી (1989) તથા નવી દિલ્હીની લલિત…
વધુ વાંચો >મઝૂમદાર-શૉ, કિરણ
મઝૂમદાર-શૉ, કિરણ (જ. 23 માર્ચ, 1953, બૅંગાલુરુ) : પ્રથમ પેઢીનાં ભારતીય મહિલાઉદ્યોગસાહસિક, ભારતમાં ટોચના ધનિકોમાં 91મું સ્થાન ધરાવતા, બાયૉકોન લિમિટેડ અને બાયૉકોન બાયૉલૉજિક્સ લિમિટેડનાં સ્થાપક. દેશવિદેશમાં ‘બાયૉટેક મૅગ્નેટ’ તરીકે પ્રસિદ્ધ કિરણ મઝૂમદાર-શૉએ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. દેશની કોઈ પણ આઇઆઇએમ સંસ્થાના બોર્ડનાં ચૅરપર્સન બનેલ પ્રથમ મહિલા.…
વધુ વાંચો >મઠ
મઠ : સાધુ, સંન્યાસીઓ અને વૈરાગીઓનું ધાર્મિક નિયમાનુસારનું નિવાસસ્થાન. સાધુ-સંતોનાં રહેઠાણ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન રહેવા માટે વિભિન્ન સંપ્રદાયોના મઠ પ્રાચીન સમયથી બનાવવામાં આવે છે. આવા મઠોમાં કોઈ સંપ્રદાયનું મંદિર, દેવની મૂર્તિ, ધાર્મિક ગ્રંથાગાર વગેરે હોય છે તથા મહન્ત અને શિષ્યો ત્યાં રહેતા હોય છે. મઠની માલિકીની જમીન, સંપત્તિ, મકાનો…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >