ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મર્ઝબાન, અદી ફીરોઝશાહ

મર્ઝબાન, અદી ફીરોઝશાહ (જ. 17 એપ્રિલ 1914, મુંબઈ; અ. 26 ફેબ્રુઆરી 1987, મુંબઈ) : નાટ્યકાર, નટ, દિગ્દર્શક, પ્રસારણકર્તા અને નવા પારસી થિયેટરના પ્રવર્તક. 1926માં મૅટ્રિક અને 1933માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. 1936થી ‘જામે જમશેદ’ સાપ્તાહિકના તેમજ ‘જેમ’ વીકલી અને ‘ગપસપ’ માસિકના તંત્રી. 1947થી આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પર અંગ્રેજી તેમજ ગુજરાતી નાટકોના…

વધુ વાંચો >

મર્ઝબાન, ફરદૂનજી

મર્ઝબાન, ફરદૂનજી (જ. 28 માર્ચ 1787, સૂરત; અ. 26 માર્ચ 1847, દમણ) : ભારતની તમામ ભાષાઓમાં વિદ્યમાન જૂનામાં જૂના ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના આદ્યસ્થાપક, તંત્રી, કવિ અને અનુવાદક. પિતા મોબેદ મર્ઝબાનજી હાઉસ મુનઅજ્જમ. ફરદૂનજીએ પિતા પાસેથી ગુજરાતી અને ફારસીના શિક્ષણ ઉપરાંત મોબેદી(પારસી ગોરપદા)ની તાલીમ લીધી. મોફતી જહાહોદ્દીન બિન નસરોલ્લા નામના…

વધુ વાંચો >

મર્ટન, રૉબર્ટ

મર્ટન, રૉબર્ટ (જ. 1910, ફિલાડેલ્ફિયા, અમેરિકા) : અમેરિકાના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી. મર્ટને બાળપણ ગંદી ઝૂંપડપટ્ટીમાં વિતાવ્યું હોવા છતાં નજીક આવેલા પુસ્તકાલયે તેમને આકર્ષેલા. માધ્યમિક શાળામાં તેમને તેજસ્વી વિદ્યાર્થી તરીકે શિષ્યવૃત્તિ મળવા માંડી, જે કૉલેજ અભ્યાસમાં પણ ચાલુ રહી. કૉલેજ – અભ્યાસમાં પ્રારંભમાં તેમને દર્શનશાસ્ત્રમાં રસ પડેલો; પરંતુ પ્રો. જ્યૉર્જ ઇ. સૅમ્પસને…

વધુ વાંચો >

મર્ડર ઇન ધ કેથીડ્રલ

મર્ડર ઇન ધ કેથીડ્રલ (1935) : અંગ્રેજી ભાષાના વીસમી સદીના મહાન કવિ, નાટ્યકાર અને વિવેચક ટૉમસ સ્ટાર્ન્સ એલિયટનું બેઅંકી પદ્યનાટક. ધર્મગુરુઓના અધિકારો ઉપર મર્યાદા મૂકવાના રાજસત્તાના પ્રયત્નોના વિરોધી કૅન્ટરબરીના આર્કબિશપ સંત ટૉમસ બેકેટની હત્યાની એમાં કથા છે. ભગવાન બુદ્ધની જેમ જ, સંત ટૉમસ બેકેટને દુન્યવી સુખ, સત્તા અને અધિકારોની લાલચ…

વધુ વાંચો >

મર્ડેકા ટુર્નામેન્ટ

મર્ડેકા ટુર્નામેન્ટ : મલેશિયાની આઝાદીની સ્મૃતિમાં યોજાતી સ્પર્ધા. ‘મર્ડેકા’ મલેશિયન શબ્દ છે; તેનો અર્થ થાય છે ‘આઝાદી’. 1957માં મલેશિયાને આઝાદી મળી ત્યારે તેની યાદમાં મલેશિયાના તે સમયના વડાપ્રધાન ટુન્કુ અબ્દુલ રહેમાને આ ‘મર્ડેકા ફૂટબૉલ ટુર્નામેન્ટ’ની શરૂઆત 1957માં પાટનગર કુઆલાલુમ્પુર મુકામે કરી હતી. ટુન્કુ અબ્દુલ રહેમાન ખૂબ જ રમતપ્રેમી વડાપ્રધાન હતા.…

વધુ વાંચો >

મર્ડેલ, આલ્વા

મર્ડેલ, આલ્વા (જ. 31 જાન્યુઆરી 1902, ઉપાસલા, સ્વીડન; અ. 2 ફેબ્રુઆરી 1986, સ્ટૉકહોમ) : સ્વીડનનાં રાજકારણી મહિલા, શાંતિવાદી સુધારાનાં પ્રણેતા અને સમાજવિજ્ઞાની. તેમણે ઉપાસલા, સ્ટૉકહૉમ અને જિનીવા ખાતેની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1982માં તે નોબેલ શાંતિ પુરસ્કારનાં સહવિજેતા બન્યાં. સામાજિક જાગરુકતા ધરાવતા મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો ઉછેર થયેલો. શિક્ષિકા તરીકેની લાંબી કારકિર્દી…

વધુ વાંચો >

મર્ડૉક, જીન આયરિસ

મર્ડૉક, જીન આયરિસ (જ. 15 જુલાઈ 1919, ડબ્લિન; અ. 1999) : બ્રિટિશ મહિલા નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક. લગ્ન બાદ તેઓ શ્રીમતી જે. ઓ. બેલી તરીકે ઓળખાતાં હતાં. બાળપણ લંડનમાં ગાળ્યા બાદ ફ્રોબેલ એજ્યુકૅશનલ ઇન્સ્ટિટ્યૂટ તથા બ્રિસ્ટલની બૅડમિન્ટન સ્કૂલમાં અભ્યાસ. 1938–42 ઑક્સફર્ડમાં સમરવિલ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. 1942–44 વચ્ચે બ્રિટિશ ટ્રેઝરીમાં…

વધુ વાંચો >

મડૉર્ક, (કીથ) રૂપર્ટ

મડૉર્ક, (કીથ) રૂપર્ટ (જ. 1931, મેલ્બૉર્ન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : સમૂહ-માધ્યમોના નામાંકિત માંધાતા. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; પછી 2 વર્ષ ‘ડેલી એક્સપ્રેસ’માં કાર્ય કર્યું. 1952માં ઑસ્ટ્રેલિયા પાછા ફર્યા. પોતાના પિતાના અવસાન પછી, ‘ધ ન્યૂઝ ઇન ઍડિલેઇડ’ તેમને વારસામાં મળ્યું. તેમણે ઑસ્ટ્રેલિયા, અમેરિકા, હૉંગકૉંગ તથા બ્રિટનમાં અખબારો તથા સામયિકોનાં પ્રકાશનોનું મોટું…

વધુ વાંચો >

મર્ઢેકર, બાળ સીતારામ

મર્ઢેકર, બાળ સીતારામ (જ. 1909, ફૈઝપુર, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર; અ. 1956, દિલ્હી) : ‘નવતર’ મરાઠી કવિતા અને વિવેચનના પ્રણેતા. તેમની કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (1955) માટે તેમને 1956ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આઇ.સી.એસ.ની પરીક્ષા માટે લંડન ગયા. તેમાં તેમને નિષ્ફળતા મળી,…

વધુ વાંચો >

મર્ફી, વિલિયમ પૅરી

મર્ફી, વિલિયમ પૅરી (જ. 6 ફેબ્રુઆરી 1894, સ્ટોટન, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 1987) : લોહીમાં હીમોગ્લોબિન ઓછું હોય ત્યારે તેને પાંડુતા (anaemia) કહે છે, તે સ્થિતિમાં યકૃત (liver) વડે ચિકિત્સા કરવાની પદ્ધતિ શોધી કાઢવા માટે 1934ના નોબેલ પારિતોષિકવિજેતા. આ જ સંશોધન માટે તેમના સહવિજેતા હતા જ્યૉર્જ હૉઇટ વ્હિપલ (George Hoyt Whipple)…

વધુ વાંચો >

મઅર્રી, અબુલ આલા

Jan 1, 2002

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

Jan 1, 2002

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

Jan 1, 2002

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

Jan 1, 2002

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

Jan 1, 2002

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

Jan 1, 2002

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

Jan 1, 2002

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

Jan 1, 2002

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

Jan 1, 2002

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

Jan 1, 2002

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >