ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મરૂદભિદ્ વનસ્પતિ
મરૂદભિદ્ વનસ્પતિ અભિશોષણના દર કરતાં બાષ્પોત્સર્જનનો દર ઘણો ઊંચો હોય તેવા પર્યાવરણમાં ઊગતી વનસ્પતિઓ. તેઓ સામાન્યત: જલજ વનસ્પતિઓ કરતાં વિપરીત લક્ષણો ધરાવે છે અને અત્યંત શુષ્ક હવા, ઊંચું તાપમાન, તીવ્ર પ્રકાશ, ઓછાં વાદળો અને વધારે પવન, વધારેપડતું બાષ્પોત્સર્જન (transpiration), શુષ્ક તથા છિદ્રાળુ મૃદા (soil) અને ઓછા વરસાદવાળા પર્યાવરણમાં થાય છે.…
વધુ વાંચો >મરે, જેમ્સ (સર)
મરે, જેમ્સ (સર) (ઑગસ્ટસ હેન્રી) (જ. 1837, ડેનહોમ, સ્કૉટલૅન્ડ; અ. 1915) : જાણીતા ભાષાવિજ્ઞાની અને કોશકાર. 1855થી ’85 દરમિયાન તેમણે ગ્રામર-સ્કૂલ-શિક્ષક તરીકે કાર્ય કર્યું. તેમણે 1873માં પ્રગટ કરેલ ‘ડાયલૅક્ટ્સ ઑવ્ ધ સધર્ન કન્ટ્રિઝ ઑવ્ સ્કૉટલૅન્ડ’થી તેમની ખ્યાતિ વ્યાપક બની. ‘ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી’ અને પાછળથી ‘ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’ તરીકે ઓળખાયેલ કોશનું…
વધુ વાંચો >મરે, જૉન (સર)
મરે, જૉન (સર) (જ. 3 માર્ચ 1841, કૉબુર્ગ, ઑન્ટેરિયો; અ. 16 માર્ચ 1914) : સ્કૉટલૅન્ડના સમુદ્રવિજ્ઞાની–દરિયાઈ ભૂસ્તરશાસ્ત્રી. તેમણે ‘રિપૉર્ટ ઑન ધ સાયન્ટિફિક રિઝલ્ટ્સ ઑવ્ ધ વૉયેજ ઑવ્ એચ. એમ. એસ. ચૅલેન્જર ડ્યુરિંગ ધ યર્સ 1872–1876’ નામના વિસ્તૃત અહેવાલનું સંપાદન કર્યું. 52 ગ્રંથોની આ મહાશ્રેણી એક સુવાંગ અને આગવા સમુદ્રવિજ્ઞાનના અભ્યાસસંચય…
વધુ વાંચો >મરે, જૉન મિડલ્ટન
મરે, જૉન મિડલ્ટન (જ. 1889; અ. 1957) : અંગ્રેજ પત્રકાર અને વિવેચક. ઉચ્ચ શિક્ષણ ઑક્સફર્ડની બ્રેસેનૉઝ કૉલેજમાં પ્રાપ્ત કર્યું. કૉલેજકાળ દરમિયાન સાહિત્ય અને પત્રકારત્વ તરફની તેમની અભિરુચિ ધ્યાન ખેંચે તેવી હતી. અભ્યાસકાળ દરમિયાન જ તેઓ ‘રિધમ’ના તંત્રીપદે નિમાયા. પાછળથી 1919થી 1921 સુધી ‘ઍથેનિયમ’નું તંત્રીપદ સંભાળ્યું. 1923માં તેવા જ સાહિત્યિક સામયિક…
વધુ વાંચો >મરે, જ્યૉર્જ ગિલ્બર્ટ
મરે, જ્યૉર્જ ગિલ્બર્ટ (જ. 1866, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 1957) : ઑસ્ટ્રેલિયાના જાણીતા વિદ્વાન અને લેખક. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; 1889માં તેઓ ગ્લાસગો યુનિવર્સિટીમાં જોડાયા અને 1908માં તેઓ ગ્રીક ભાષાના પ્રાધ્યાપક નિમાયા. પ્રશિષ્ટ સાહિત્યના ઇતિહાસકાર તથા ગ્રીક નાટ્યકારોની કૃતિઓના અનુવાદક તરીકેની પ્રશસ્ય અને પરિશ્રમભરી કામગીરીના પરિણામે ‘વર્તમાન સમયના સૌથી અગ્રગણ્ય…
વધુ વાંચો >મરેઠી
મરેઠી : દ્વિદળી વર્ગમાં આવેલ ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Spilanthes oleracea Murr. syn. S. acmella var. oleracea Hook f. (સં. મરહષ્ટિકા, મહારાષ્ટ્રી; હિં. મરૈઠી; મ. મરાઠી, ગુ. મરેઠી; અં. પેરાક્રેસ, બ્રાઝિલિયન ક્રેસ) છે. તે લગભગ 30 સેમી.થી 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે, અને ઉદ્યાનોમાં કૂંડામાં…
વધુ વાંચો >મરે, પૉલી
મરે, પૉલી (જ. 20 નવેમ્બર 1910, બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકાનાં અશ્વેત વકીલ, લેખિકા, નાગરિક હકના આંદોલનકર્તા અને મહિલા સમાન હકનાં પ્રારંભિક પુરસ્કર્તા. 1977માં તેઓ એપિસ્કોપલ પાદરી તરીકે દીક્ષાસંસ્કાર પામનારાં સર્વપ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ હતાં. વૉશિંગ્ટન ડી. સી. ખાતેની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેઓ કાયદાનાં વિદ્યાર્થી હતાં, ત્યારે 1940ના દશકામાં નાગરિક હકો…
વધુ વાંચો >મરો, એડ્વર્ડ આર.
મરો, એડ્વર્ડ આર. (જ. 27 એપ્રિલ 1908, પોલ ક્રિક, ન્યૂ કૅરોલિના; અ. 23 એપ્રિલ 1965) : અમેરિકાના પ્રસારણકર્તા (broadcaster). ટેલિવિઝન-પત્રકારત્વના ક્ષેત્રે તેમણે એકલે હાથે પ્રામાણિકતા તેમજ નિષ્ઠા દાખલ કરી. તેમની કારકિર્દી જવાબદારીપૂર્ણ તથા ચોકસાઈપૂર્ણ પત્રકારત્વના જીવંત નમૂનારૂપ હતી. 1930માં વૉશિંગ્ટન સ્ટેટ કૉલેજમાંથી સ્નાતક થયા પછી, તેઓ નૅશનલ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ…
વધુ વાંચો >મર્ક, જ્યૉર્જ
મર્ક, જ્યૉર્જ (જ. 1894, ન્યૂયૉર્ક સિટી; અ. 1957) : રસાયણ-ઉદ્યોગના કાબેલ વહીવટકર્તા. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી 1915માં પોતાના કુટુંબની રસાયણવિષયક કંપની નામે ‘મર્ક ઍન્ડ કંપની’માં જોડાયા. 1925થી ’50 સુધી તેઓ તેના પ્રમુખ તેમજ 1949થી ’57 સુધી તેના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળતા રહ્યા. તેમણે વેગીલો સંશોધન-કાર્યક્રમ અપનાવ્યો અને…
વધુ વાંચો >મર્કર, જૉની
મર્કર, જૉની (જ. 1909, સાવન્ના, જ્યૉર્જિયા; અ. 1976) : નામી ગાયક અને સંગીતનિયોજક. 1930ના દશકા દરમિયાન તેઓ ગાયક, ગીતકાર તથા સંગીતનિયોજક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. 1942માં તેમણે ‘કૅપિટલ રેકર્ડ્ઝ’ની સ્થાપના કરી અને લોકપ્રિય સંગીત-રચનાકારો સાથે સહયોગ સાધ્યો તથા લોકભોગ્ય તથા બેહદ સફળ ગીતો સંખ્યાબંધ પ્રમાણમાં તૈયાર કરી રેકર્ડ કર્યાં. તેમાં ‘જીપર્સ…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >