ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ)
મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ) : તમિલનાડુ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. સ્થાન-સીમા-વિસ્તાર ભૌગોલિક સ્થાન : તે 10° 27´ ઉ. અ. અને 77° 58´ પૂ. રે.ની આજુબાજુનો 6,058 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પેરિયાર અને તિરુચિરાપલ્લી જિલ્લા, પૂર્વમાં તિરુચિરાપલ્લી અને મદુરાઈ જિલ્લા, દક્ષિણમાં મદુરાઈ જિલ્લો તથા પશ્ચિમે કોઇમ્બતુર જિલ્લો…
વધુ વાંચો >મન્વન્તર
મન્વન્તર : કાલમાનની પૌરાણિક વિભાવના. માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો કાલખંડ. કાલમાનની પૌરાણિક વિભાવના અનુસાર સુદીર્ઘ કાલના વ્યાપને 14 મન્વન્તરોમાં માપવામાં આવે છે. મન્વન્તર એટલે માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો સમગ્રકાલ. આ કાલખંડ 12,000 દૈવી વર્ષો અર્થાત્ 43,20,000 માનુષી વર્ષોનો છે. આ કલ્પના મુજબ આવા કુલ 14 મનુ થઈ ગયા છે. એમાં…
વધુ વાંચો >મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન
મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન (જ. 16 એપ્રિલ 1646, પૅરિસ; અ. 2 મે 1708, માર્લી) : જાણીતા ફ્રેંચ સ્થપતિ. તેઓ ફ્રાંસ્વા મન્સાર્ટના શિષ્ય હતા અને તેમના ભત્રીજાના ભત્રીજા થતા હતા અને 1666માં તેમની અટક જૂલે અપનાવી હતી. તેમના ઉપર મોટું ઋણ તેમને તાલીમ આપવાનાર લે વૂનું હતું. તેમણે અને લેબ્મે મળીને લે વૂની…
વધુ વાંચો >મન્સૂરી, આદિલ
મન્સૂરી, આદિલ (જ. 18 મે 1936, અમદાવાદ; અ. 6 નવેમ્બર 2008, ન્યૂ જર્સી, યુનાઈટેડ સ્ટેટ) : ગુજરાતના ગઝલકાર-કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ફકીર મહંમદ ગુલામનબી મન્સૂરી. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી, માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી ‘ટૉપિક’ (અંગ્રેજી) અને…
વધુ વાંચો >મન્સૂરી, ફકીર મહંમદ જમાલભાઈ
મન્સૂરી, ફકીર મહંમદ જમાલભાઈ (જ. 10 ડિસેમ્બર 1926, ધિણોજ, જિ. મહેસાણા; અ. 29 ડિસેમ્બર 2000, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક અને કવિ. ફકીર મહંમદ મન્સૂરીએ શાળા-મહાશાળાનો અભ્યાસ વિસનગરમાં કર્યો. વિસનગર(ઉ.ગુ.)ની એમ. એન. કૉલેજમાંથી 1950માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. તથા 1958માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે…
વધુ વાંચો >મપેટ્સ
મપેટ્સ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને પ્રતિષ્ઠા પામેલું પપેટ-વૃંદ. પપેટ-સંચાલક જિમ હેન્સનનું આ સર્જન છે. 1968માં પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સિસ્ટમ (PBS) તરફથી પ્રારંભાયેલા બાળકો માટેના કાર્યક્રમ ‘સિસમ સ્ટ્રીટ’ નિમિત્તે મપેટ્સને ખૂબ મહત્વ સાંપડ્યું. 1976માં વધારે પાત્રોનું ઉમેરણ કરીને આ વૃંદનું વિસ્તરણ કરવામાં આવ્યું અને સાંજના ટેલિવિઝન પર ‘ધ મપૅટ શો’ નામના સાપ્તાહિક…
વધુ વાંચો >મફતલાલ ગગલભાઈ
મફતલાલ ગગલભાઈ (જ. 1873, અમદાવાદ; અ. 1944, મુંબઈ) : આત્મબળ, ઉત્સાહ અને સાહસથી સફળ બનેલા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા મફતલાલના પિતા ગગલભાઈની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી, તેથી મફતલાલ થોડું જ ભણી શક્યા અને તેર વર્ષની વયે નિશાળ છોડીને પિતાની કાપડની ફેરીમાં અને નાનકડી દુકાનમાં જોડાયા. થોડા…
વધુ વાંચો >મમફર્ડ, લૂઈસ
મમફર્ડ, લૂઈસ (જ. 19 ઑક્ટોબર 1895, ફ્લશિંગ, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 1990) : અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસકાર, સામાજિક તત્વચિંતક તેમજ સ્થાપત્ય અને નગર-આયોજનના નિષ્ણાત. બ્રિટનના સમાજવિજ્ઞાની પૅટ્રિક ગિડ્ઝનાં પુસ્તકો વાંચીને તેઓ માનવ-સમુદાયો તેમજ તેમના સાંસ્કૃતિક પર્યાવરણમાં રસ લેવા પ્રેરાયા. તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં અભ્યાસ કર્યો; પછી થૉર્સ્ટિન વેબ્લેનના હાથ નીચે ન્યૂ સ્કૂલ…
વધુ વાંચો >મમ્મટ
મમ્મટ (આશરે 1050–1150) : ભારતીય અલંકારશાસ્ત્રના પ્રાચીન આચાર્ય. ટીકાકાર ભીમસેનના જણાવ્યા મુજબ મમ્મટનો જન્મ કાશ્મીરમાં થયો હતો. તેઓ જૈયટના પુત્ર હતા. કૈયટ અને ઉપટ એ બે તેમના ભાઈઓ હતા. કાશ્મીરમાં આનંદપુરમાં તેમનો નિવાસ હતો. મમ્મટ કાવ્યશાસ્ત્રમાં, કૈયટ વ્યાકરણશાસ્ત્રમાં અને ઉપટ વેદ અને વેદાંતમાં સમર્થ વિદ્વાનો હતા. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’નું સર્જન કાશીમાં…
વધુ વાંચો >મય
મય : પ્રાચીન ભારતના એક પ્રસિદ્ધ દાનવ અને કુશળ શિલ્પી. તેઓ કશ્યપ ઋષિના પુત્ર હતા. તેમની માતાનું નામ ક્યાંક દનુ અને ક્યાંક દિતિ અપાયું છે. મહાભારતમાં પાંડવોના સમકાલીન અત્યંત કુશળ શિલ્પી તરીકે તેમનો નિર્દેશ થયેલો છે. તેમણે યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ વખતે ‘મયસભા’ નામે વિચિત્ર સભાગૃહ રચ્યું હતું, જેમાં સ્થળભાગ જળની…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >