૧૫.૧૩
મલાવ તળાવથી મસ્તાની
મલાવ તળાવ
મલાવ તળાવ : અમદાવાદ જિલ્લાના ધોળકા ગામની પશ્ચિમ ભાગોળે આવેલું તળાવ. તે મીનળદેવીના નામ સાથે જોડાયેલું છે. આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે. તળાવની મધ્યમાં આવેલ બકસ્થલ પર એક સમયે નાનકડું મંદિર આવેલું હશે એવું હાલના અવશેષો પરથી જણાય છે. ગામની બાજુએથી આ બકસ્થલ પર પહોંચવાનો…
વધુ વાંચો >મલિક અયાઝ
મલિક અયાઝ (જ. ?; અ. 1522) : મહમૂદ બેગડાના રાજ્યકાલનો સત્તાધીશ અમીર અને દીવ બંદરનો સૂબો (નાઝિમ). એ સમયે એના જેટલો સત્તા તથા સંપત્તિવાળો બીજો કોઈ અમીર નહોતો. જન્મથી એ રશિયન હતો અને તુર્ક લોકોને હાથે કેદ પકડાયો હતો; તેથી તેને ઇસ્તંબુલ લઈ ગયા અને દમાસ્કસ, બસરા તથા પૂર્વના દેશો…
વધુ વાંચો >મલિક અહમદ
મલિક અહમદ – 1 : અહમદાબાદ (વર્તમાન અમદાવાદ) શહેરની ખાતવિધિ કરનાર ચાર પવિત્ર અહમદોમાંના એક. સુલતાન અહમદશાહ પહેલાએ નવું શહેર વસાવવા માટે સરખેજના શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષની સલાહ માગી ત્યારે એમણે જણાવ્યું કે જેણે એક પણ નમાજ પાડી ન હોય, એવા ચાર પવિત્ર અહમદો ભેગા થઈ ખાતમુહૂર્ત કરે તો નગર…
વધુ વાંચો >મલિક કાલુ
મલિક કાલુ (ઈ. સ.ની પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયનો અમીર. મહમૂદશાહ માત્ર તેર વરસની ઉંમરે ગાદીએ બેઠો હતો. થોડા સમયમાં સુલતાન વિરુદ્ધ ચાર અમીરોએ બળવો કર્યો ત્યારે મલિક કાલુએ સુલતાનને મદદ કરી હતી. તેથી સુલતાને તેને ઊંચો હોદ્દો અને જાગીર આપ્યાં હતાં. મલિક કાલુ અગાઉ એક ગુલામ હતો…
વધુ વાંચો >મલિક કુમ્મી
મલિક કુમ્મી (જ. કુમ, ઇરાક; અ. હિ. સં. 1025, બીજાપુર) : દક્ષિણ હિંદના આદિલશાહી રાજ્ય-અમલ દરમિયાનના નામાંકિત ફારસી કવિ. ઇબ્રાહીમ આદિલશાહ(બીજા)ના દરબારમાં મલિક કુમ્મીનું વિશિષ્ટ સ્થાન હતું. બાલ્યાવસ્થામાં જ તેઓ વિદ્યાપ્રાપ્તિ અને કારકિર્દીના ઘડતર માટે પોતાનું વતન છોડીને કાશાન અને કઝવીન ગયા. મલિક કુમ્મીએ યુવાન વયે કાવ્યરચનાની શરૂઆત કરી હતી.…
વધુ વાંચો >મલિક ખુશનૂદ
મલિક ખુશનૂદ : સત્તરમા સૈકાના દક્ષિણ ભારતના ઉર્દૂ કવિ. દક્ષિણી (દક્કની) ઉર્દૂની પ્રાચીન પરંપરામાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. તેના વિશે માત્ર એટલું જ જાણવા મળે છે કે જ્યારે સુલતાન મુહમ્મદ આદિલશાહનાં લગ્ન ગોલકોન્ડાના રાજવી અબ્દુલ્લા કુતુબશાહની બહેન ખદીજા સુલતાન સાથે થયાં ત્યારે નવવધૂ પોતાની તેહનાતમાં અન્ય ગુલામો તથા ચાકરોની…
વધુ વાંચો >મલિક, જૅકબ ઍલેક્ઝૅન્ડ્રોવિચ
મલિક, જૅકબ ઍલેક્ઝૅન્ડ્રોવિચ (જ. 1906, યુક્રેન, રશિયા; અ. 1980) : સોવિયેત દેશના રાજકારણી. તેઓ સ્ટેલિનના કૃપાપાત્ર ગણાતા હતા. 1942થી ’45 દરમિયાન તેમણે જાપાન ખાતે એલચી તરીકે કામગીરી બજાવી. 1946માં તેઓ નાયબ વિદેશપ્રધાન નિયુક્ત થયા. આન્દ્રે ગૉમિકોના અનુગામી તરીકે તેઓ 1948માં રાષ્ટ્રસંઘ ખાતે સોવિયેત દેશના પ્રવક્તા બની રહ્યા. 1953થી ’60 સુધી…
વધુ વાંચો >મલિક મુહમ્મદ ઇખ્તિયાર
મલિક મુહમ્મદ ઇખ્તિયાર : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા- (ઈ. સ. 1458–1513)ના સમયમાં થયેલા એક ફકીર. તેઓ સુલતાન સાથેની મિત્રતા અને પોતાની શક્તિ-હોશિયારીથી એ રાજ્યના મહત્વના અમીર બન્યા હતા. એક દિવસ અમદાવાદ નજીકના મીઠાપુર પાસેથી પસાર થતાં શેખ કબીરુદ્દીનના પરિચયમાં આવ્યા અને એમના શિષ્ય બનવા તત્પર થયા. મહમૂદ બેગડાએ એમને ફકીર…
વધુ વાંચો >મલિક શાબાન
મલિક શાબાન (જ. ?; અ. 1461, રખિયાલ, અમદાવાદ) : સુલતાન કુત્બુદ્દીનના સમયનો (ઈ. સ. 1451–1459) વજીરની પદવી ઉપર ચડેલો અમીર. એ ડાહ્યો અને રાજદ્વારી કુનેહવાળો હતો. એમ કહેવાય છે કે એના શાંત સ્વભાવને લીધે લોકોને એના અમલથી સંતોષ હતો. કુત્બુદ્દીન પછી મહમૂદ બેગડાના સમયમાં એ વૃદ્ધ હતો. છતાંયે ઊંચી પાયરી…
વધુ વાંચો >મલિક સારંગ
મલિક સારંગ : સુલતાન મહમૂદશાહ બેગડો, મુઝફ્ફરશાહ બીજો અને બહાદુરશાહના સમયનો નામાંકિત વજીર. અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તાર તથા દરવાજાથી આજે એનું નામ ચિરંજીવ છે. આ મલિક અને એનો ભાઈ મૂળ રજપૂત હતા. લડાઈમાં કેદી તરીકે પકડાયેલા અને ઇસ્લામનો અંગીકાર કરવાની એમને ફરજ પડેલી. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ઘણી લડાઈઓમાં એણે…
વધુ વાંચો >મલ્લિકાર્જુન
મલ્લિકાર્જુન : ઉત્તર કોંકણના શિલાહાર વંશનો સત્તરમો રાજા. એ અતિપ્રતાપી હતો ને પોતાને ‘રાજ-પિતામહ’ (રાજાઓનો પિતામહ) કહેવડાવતો હતો. ગુજરાતના સોલંકી વંશની રાજસત્તા દક્ષિણે લાટદેશ પર્યંત પ્રસરતાં, એને લાટની દક્ષિણે આવેલા આ શિલાહાર રાજ્ય સાથે સંઘર્ષ થયો. મલ્લિકાર્જુનના મદને તોડવા સોલંકી રાજવી કુમારપાળે મંત્રી ઉદયન મહેતાના પુત્ર આંબડ(આમ્રભટ)ને સૈન્ય લઈ એના…
વધુ વાંચો >મલ્લિકા સારાભાઈ
મલ્લિકા સારાભાઈ (જ. 9 મે 1953, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતનાં નૃત્યાંગના અને અભિનેત્રી. જન્મ અમદાવાદના જાણીતા સારાભાઈ પરિવારમાં મેધાવી માતાપિતા મૃણાલિનીબહેન અને વિક્રમભાઈને ત્યાં થયો. અમદાવાદમાં બી.એ. તથા ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટમાંથી એમ.બી.એ. પદવીઓ મેળવી. માનસશાસ્ત્રમાં સંશોધનમહાનિબંધ લખી ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. બીજી બાજુ માતાની ‘દર્પણ’ સંસ્થામાં…
વધુ વાંચો >મલ્લિનાથ (1)
મલ્લિનાથ (1) : પંદરમી સદીમાં થયેલા સંસ્કૃત ભાષાના લેખક અને ટીકાઓના રચયિતા. તેમના પુત્રનું નામ કુમારસ્વામી હતું. સંસ્કૃત સાહિત્યનાં પંચમહાકાવ્યોની ટીકા(વ્યાખ્યા)ના લેખક તરીકે તેમનું નામ વિદ્વાનોમાં અત્યંત જાણીતું છે. મલ્લિનાથ ‘કોલાચલ’ એવું ઉપનામ ધરાવતા તેલુગુ બ્રાહ્મણ હતા. ‘કોલાચલ’ પદનો નિર્દેશ કાલિદાસના ‘કુમારસંભવમ્’ની પુષ્પિકાઓમાં મળે છે. એ પણ શક્ય છે કે…
વધુ વાંચો >મલ્લિનાથ (2)
મલ્લિનાથ (2) : જૈન ધર્મના 24 તીર્થંકરોમાં 19મા તીર્થંકર. તેઓ વર્તમાન અવસપ્પિણી કાળના 19મા તીર્થંકર છે. એમના પિતાનું નામ રાજા કુંભ અને માતાનું નામ પ્રભાવતી હતું. એમનાં માતાપિતા મિથિલાનાં રાજારાણી હતાં. તેથી તેમની જન્મભૂમિ મિથિલાનગરી હતી. તેઓ સમેતશિખરમાં નિર્વાણ પામેલા. મંગળ કળશ એ તેમનું ચિહ્ન છે. તેમના ગર્ભવાસ દરમિયાન તેમની…
વધુ વાંચો >મલ્લેશ્વરી
મલ્લેશ્વરી (જ. 1976, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ) : ભારતનાં વેઇટ-લિફ્ટિંગનાં મહિલા-ખેલાડી. સિડની ખાતેની ઑલિમ્પિક રમતોમાં તેઓ કાંસ્ય ચંદ્રક(2000)નાં વિજેતા બન્યાં છે. તેમના પિતા રેલવે-પોલીસમાં નોકરી કરે છે. તેમનાં 6 સંતાનો પૈકી મલ્લેશ્વરી ત્રીજાં છે. પોતાની મોટી બહેન વરસમ્માના પગલે તેમણે પણ 1989માં વેઇટ-લિફ્ટિંગ અપનાવ્યું. 1992માં તેમણે લખનૌ ખાતે 54 કિગ્રા.ની નૅશનલ જુનિયર…
વધુ વાંચો >મવલૂદી સન
મવલૂદી સન : જુઓ સંવત.
વધુ વાંચો >મશરીકી, ઇનાયતુલ્લાખાન
મશરીકી, ઇનાયતુલ્લાખાન (જ. 25 ઑગસ્ટ 1888, અમૃતસર; અ. 25 ઑગસ્ટ 1963, પાકિસ્તાન) : ખાકસાર નેતા, હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક, કેળવણીકાર. મશરીકીનો જન્મ અરજીઓ લખવાનો વ્યવસાય કરનાર અતા મુહમ્મદના પરિવારમાં થયો હતો. તેમને અલ્લામા મશરીકી તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસલમાનોમાં ધાર્મિક અને સામાજિક સુધારણાક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જનાબ મશરીકી…
વધુ વાંચો >મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામલાલ
મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામલાલ (જ. 5 ઑક્ટોબર 1890, મુંબઈ; અ. 9 સપ્ટેમ્બર 1952) : જીવન અને કેળવણીના સમર્થ ચિંતક, ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. મૂળ વતન સૂરત. પિતાનું નામ ઇચ્છારામ. નાનપણમાં આકસ્મિક રીતે કિશોરલાલ મરતાં મરતાં બચી ગયેલા. એ બાબતને ઠાકોરજીની કૃપા માનીને સ્વામિનારાયણી પિતાએ પોતાની જગાએ પિતા તરીકે સહજાનંદનું ‘ઘનશ્યામ’ નામ લખવાનું…
વધુ વાંચો >મશીનગન
મશીનગન : એક યાંત્રિક શસ્ત્ર. તે જલદ ગતિએ ગોળાબારુદ છોડીને દુશ્મન પર સતત મારો કરી શકે છે. જ્યાં સુધી આ શસ્ત્રમાંનો ઘોડો દબાવી રાખવામાં આવે ત્યાં સુધી તેમાંથી ગોળીઓ છૂટ્યા જ કરે છે. એક કરતાં વધુ નાળ ધરાવતી મશીનગનની સર્વપ્રથમ શોધ 1718માં ઇંગ્લૅન્ડમાં થઈ હતી. ત્યારબાદ 1862માં રિચર્ડ ગૅટલિંગ જે…
વધુ વાંચો >મશ્કી (માસ્કી)
મશ્કી (માસ્કી) : આંધ્રપ્રદેશના રાયચુર જિલ્લામાં આવેલ લોહયુગની સંસ્કૃતિનું વસાહતી સ્થળ. આ સ્થળે વીસમી સદીમાં કરેલ ખોદકામ દરમિયાન વિવિધ પ્રકારનાં માટીનાં વાસણ, હજારો સિક્કાઓ, ચંદ્રકો વગેરે વસ્તુઓ મળી આવી છે. આ સમયનાં માટીનાં વાસણો કાંઠાવાળાં અને કાળા રંગનાં છે. તે જુદા જુદા ઘાટોમાં જોવા મળે છે. વાસણો બનાવવાની આ રીત…
વધુ વાંચો >