૧૪.૧૧

ભટ્ટીયથી ભલ્લાતકાવલેહ

ભટ્ટીય

ભટ્ટીય (ઈ.પૂ. છઠ્ઠી સદી પહેલાં) : પ્રાચીન સમયમાં મગધનો રાજા. મગધની પૂર્વમાં આવેલા અંગદેશના રાજા બ્રહ્મદત્તે તેને હરાવ્યો હતો; પરંતુ ભટ્ટીયના પુત્ર બિંબિસારે પિતાના પરાજયનું વેર વાળ્યું અને અંગદેશના રાજા બ્રહ્મદત્તને મારી નાખીને અંગનું રાજ્ય તેણે જીતી લીધું. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

ભટ્ટેન્દુરાજ

ભટ્ટેન્દુરાજ : જુઓ પ્રતીહારેન્દુરાજ

વધુ વાંચો >

ભટ્ટોત્પલ

ભટ્ટોત્પલ (ઈ. સ.ની 10મી સદી-ઉત્તરાર્ધ) : જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન કાશ્મીરી લેખક. તેઓ કાશ્મીરના શૈવ સંપ્રદાયના અને પ્રત્યભિજ્ઞાદર્શનના અનુયાયી હતા. તેમના જીવન વિશે વધુ વિગતો મળતી નથી. ફક્ત વરાહમિહિરના ‘બૃહજ્જાતક’ નામના ગ્રંથ પર તેમણે લખેલી ટીકા ઈ. સ. 966માં સમાપ્ત કરી એવો ઉલ્લેખ તેમણે પોતે જ કર્યો હોવાથી તેમનો સમય દસમી સદીના…

વધુ વાંચો >

ભઠિયારાની યીસ્ટ

ભઠિયારાની યીસ્ટ (Baker’s yeast) : સૅકેરોમાયસિસ સિરેવિસી (saccharomyces cerevisiae) નામની યીસ્ટની વિશિષ્ટ અંશુ (strain), જે કણક-પિંડ(dough)માં ઝડપથી આથવણક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે. આ યીસ્ટનું ઉત્પાદન જૂથ-સંવર્ધન(batch culture)પદ્ધતિથી મોલૅસિસ, વિટામિનો, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો ધરાવતા સંવર્ધન-માધ્યમમાં 30° સે. તાપમાને 12થી 18 કલાકના સંપૂર્ણ વાતન વડે થાય છે. સંવર્ધન-માધ્યમમાંથી યીસ્ટને અપકેન્દ્રણ-યંત્ર વડે…

વધુ વાંચો >

ભઠ્ઠીઓ

ભઠ્ઠીઓ (furnaces) : ઘન કે પ્રવાહીસ્વરૂપ પદાર્થોને ગરમ કરી તેના ભૌતિક કે રાસાયણિક ફેરફાર કરવા માટેનું સાધન. ભઠ્ઠીમાં જરૂરી ગરમી કાર્બનિક પદાર્થો જેવા કે લાકડાં, કોલસા, પેટ્રોલિયમ-તેલ, ગૅસ વગેરેની દહનક્રિયા કે વીજ-ઊર્જા દ્વારા મેળવાય છે. હવે સૂર્યશક્તિ અને અણુશક્તિ પણ અમુક ખાસ સંજોગોમાં ભઠ્ઠીમાં ગરમીના સ્રોત તરીકે વપરાય છે. ઊર્જાના…

વધુ વાંચો >

ભડલી-વાક્યો

ભડલી-વાક્યો : વરસાદની આગાહી માટે પરંપરાથી પ્રચલિત સમગ્ર ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લોકોના કંઠે સંઘરાઈ, પ્રચલિત બનેલી ઉક્તિઓ. ભડલી-વાક્યો લોકસાહિત્ય નથી; પણ જ્યોતિષશાસ્ત્રના ત્રણ સ્કંધ ગણિત, હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભડલી-વાક્યો છે. તે સંહિતા–જ્યોતિષનો એક વિષય છે. તે વર્ષા, વર્ષાગર્ભ, સદ્યવર્ષા, વગેરેને વર્ણવે છે. હજારો વર્ષની પરંપરાને લીધે સંસ્કૃતમાં સંહિતા-ખંડમાં…

વધુ વાંચો >

ભણકાર

ભણકાર : બલવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. ઓગણીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કરનાર બલવંતરાયે આયુષ્યના અંત સુધી – ત્રેંસઠ વર્ષ સુધી સર્જન કર્યું હતું. તેમના કાવ્યસંગ્રહ ‘ભણકાર’ની પહેલી ધારા 1918માં તથા બીજી ધારા 1928માં પ્રગટ થઈ. 1942 અને 1951માં તેની સંવર્ધિત આવૃત્તિઓ પ્રગટ થઈ. 1968માં 1951ની આવૃત્તિનું સંશોધિત પુનર્મુદ્રણ થયું. 1942ની…

વધુ વાંચો >

ભદોહી

ભદોહી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 25´ ઉ. અ. અને 82° 84´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,080 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જૌનપુર, પૂર્વમાં વારાણસી, દક્ષિણમાં મીરઝાપુર અને પશ્ચિમમાં અલ્લાહાબાદ જિલ્લા આવેલા છે.…

વધુ વાંચો >

ભદ્ર

ભદ્ર : ગુજરાતનાં મંદિરોમાં ગર્ભગૃહની રચના અને તેના ઊર્ધ્વમાન પરત્વે વૈવિધ્ય આણવા અને મંદિરની દીવાલને મજબૂતાઈ આપવા માટે તેના બહારના ભાગમાં ત્રણે બાજુએ, મધ્યમાં કરવામાં આવતી નિર્ગમિત રચના. આ રચનાથી ગર્ભગૃહના નકશામાં તારાકૃતિ રચાય છે. ઊર્ધ્વદર્શનમાં ગર્ભગૃહની બહારની દીવાલમાં છેક નીચે જંઘા, તેની ઉપર મંડોવર અને મહામંદિરોમાં છેક શિખરના તળિયા(પાયચા)થી…

વધુ વાંચો >

ભદ્રબાહુસંહિતા

ભદ્રબાહુસંહિતા : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો શ્રુતકેવલી ભદ્રબાહુએ રચેલો ગ્રંથ. તેની હસ્તપ્રત ઈ.સ. 1424માં લખાયેલી પ્રાપ્ત થાય છે. તેથી ઈ.સ.ની પંદરમી સદીમાં તે રચાયેલો મનાય છે. આ ગ્રંથનું સંપાદનપ્રકાશન ભારતીય જ્ઞાનપીઠ–વારાણસી દ્વારા જ્યોતિષાચાર્ય નેમિચંદ્ર શાસ્ત્રી દ્વારા સૌપ્રથમ ઈ.સ. 1944માં 18 ફેબ્રુઆરીના રોજ થયું. તેની બીજી આવૃત્તિ ઈ.સ. 1959ના ફેબ્રુઆરીમાં પ્રકાશિત થઈ. તેની…

વધુ વાંચો >

ભરતાચાર્ય (ભરતમુનિ)

Jan 11, 2001

ભરતાચાર્ય (ભરતમુનિ) : નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક. સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો – અભિનયકલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેના સર્વસંગ્રહ જેવો ઘણો પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્યગ્રંથ છે અને ભારતીય પરંપરામાં પ્રમાણભૂત ગણાયો છે. તેથી…

વધુ વાંચો >

ભરતિયું

Jan 11, 2001

ભરતિયું : વેચેલા માલ અંગે વેચાણકારે ખરીદનારને મોકલેલો દસ્તાવેજ. માલવેચાણના સોદાના અંતિમ સ્વરૂપમાં વેચનાર તરફથી ખરીદનારને ભરતિયું તૈયાર કરીને મોકલવામાં આવે છે, જેને જનભાષામાં ‘બિલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દસ્તાવેજમાં મોકલેલ માલની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવે છે. ખરીદનારે કુલ કેટલી રકમ ચૂકવવાની થશે તે પણ તેમાં દર્શાવવામાં આવે છે.…

વધુ વાંચો >

ભરતી-ઓટ

Jan 11, 2001

ભરતી-ઓટ :  ચંદ્ર-સૂર્યના ગુરુત્વાકર્ષણથી સમુદ્ર-સપાટીમાં થતી નિયમિત ચઢઊતરની ઘટના. આ ઘટનામાં સમુદ્રના પાણીનો જુવાળ કિનારા તરફ અમુક ચોક્કસ સમયને અંતરે નિયમિત રીતે ધસી આવે છે, ત્યારે જળસપાટી ઊંચી થાય છે; ત્યારબાદ સમુદ્રનાં પાણી જ્યારે સમુદ્ર તરફ પાછાં વળે છે ત્યારે જળસપાટી નીચી જાય છે. સરેરાશ સમુદ્રસપાટીથી પાણીની ઊંચાઈ વધે તેને…

વધુ વાંચો >

ભરતી મેળો

Jan 11, 2001

ભરતી મેળો : સલામતી સેવાઓમાં લાયક ઉમેદવારો નિમણૂક મેળવી શકે, લાયક ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા જળવાઈ રહે તેવા હેતુ માટે યોજાતા મેળાઓ. આવા મેળા માટે ઓછામાં ઓછી ત્રણ ભાષાઓનાં વર્તમાનપત્રોમાં અને ખાસ તો મોટાભાગનાં સ્થાનિક અને રાષ્ટ્રીય વર્તમાનપત્રોમાં મેળાની તારીખથી પંદરથી ત્રીસ દિવસ પહેલાં જાહેરાતો અપાય છે. તેમાં ઘણી વખત અરજીપત્રકનો…

વધુ વાંચો >

ભરતેશ્વરબાહુબલિરાસ

Jan 11, 2001

ભરતેશ્વરબાહુબલિરાસ : જૈન કવિ શાલિભદ્રસૂરિની ઈ. સ. 1185માં રચાયેલી રાસકૃતિ. તે પ્રાચીન ગૂર્જર ભાષાના પ્રારંભિક તબક્કાની કૃતિ લેખે મહત્વની છે. દુહા, ચોપાઈ, રોળા, સોરઠા વગેરે છંદોની દેશીઓની બનેલી આ રચના 14 ઠવણી(સં. स्थपनिका = સ્થાપના = ખંડ)ની 203 કડીઓમાં વહેંચાયેલી છે. ભિન્ન ભિન્ન ગેય દેશીઓમાં વચ્ચે વસ્તુ છંદ(કડી 16-17, 77-78,…

વધુ વાંચો >

ભરતેશ્વરવૈભવ

Jan 11, 2001

ભરતેશ્વરવૈભવ (સોળમી સદી) : કન્નડ કૃતિ. સોળમી શતાબ્દીના અંતમાં જૈન કવિ રત્નાકરવર્ણીએ રચેલી કાવ્યકૃતિ. 18 સર્ગોમાં  રચાયેલી એ બૃહદ મહાકાય રચના છે. એમાં 2,000 જેટલાં કાવ્યો છે. કાવ્યનું શીર્ષક દર્શાવે છે, તે પ્રમાણે એ પ્રથમ તીર્થંકરના પુત્ર ભરતેશ્વરના જીવન પર આધારિત છે. પૂર્ણ જાહોજલાલી તથા સર્વ પ્રકારની સમૃદ્ધિમાં ઊછર્યા હોવા…

વધુ વાંચો >

ભરથરી

Jan 11, 2001

ભરથરી (1880) : કવિ વાઘજીભાઈ આશારામ ઓઝા રચિત પાંચ-અંકી પૌરાણિક નાટક. એમણે આ નાટક સૌપ્રથમ શ્રી મોરબી આર્યસુબોધ નાટકમંડળીમાં રચ્યાસાલ 1880માં જ ભજવ્યું હતું. નાટકમાં કવિએ લાગણીસભર ભાષા અને સંવાદોનો ઉપયોગ કર્યો છે. શૃંગાર, હાસ્ય અને કરુણરસથી ભરપૂર આ નાટકનાં કથાવસ્તુ અને હાર્દે એ જમાનાના જનમાનસ પર ખૂબ અસર કરી…

વધુ વાંચો >

ભરથરી (ગાથા)

Jan 11, 2001

ભરથરી (ગાથા) : રાજા ભરથરીની લોકગાથા. આ લોકગાથા સારંગી વગાડીને ભિક્ષા માંગતા જોગીઓ દ્વારા મૂળ પ્રેમપૂર્વક ગાવામાં આવતી હોય છે. આ જોગીઓ કોઈને આખી ગાથા ગાઈ સંભળાવતા નથી કેમ કે, તેઓ એવી માન્યતા ધરાવે છે કે આખી ગાથા ગાઈ સંભળાવનાર અને એને સાંભળનારનો સર્વનાશ થાય છે. સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ રાજા…

વધુ વાંચો >

ભરદ્વાજ

Jan 11, 2001

ભરદ્વાજ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિ. બૃહસ્પતિ અને મમતાના પુત્ર. 75 સૂક્તો ધરાવતા ઋગ્વેદના છઠ્ઠા મંડળનાં મોટાભાગનાં સૂક્તોના મંત્રદ્રષ્ટા ઋષિ ભરદ્વાજ છે અને ત્યાં તેમનો ઉલ્લેખ ‘બાર્હસ્પત્ય’ (બૃહસ્પતિના પુત્ર) તરીકે થયો છે; એટલું જ નહિ, પણ તે મંડળનાં અન્ય થોડાં સૂક્તોના મંત્રદ્રષ્ટાઓ તરીકે ‘સુહોત્ર’, ‘શુનહોત્ર’, ‘નર’, ‘ગર્ગ’, ‘ઋજિષ્વા’, ‘પાયુ’ વગેરે ભરદ્વાજ-વંશજોનાં…

વધુ વાંચો >

ભરવાડ

Jan 11, 2001

ભરવાડ (millepede) : ઉદરપ્રદેશના પ્રત્યેક ખંડમાં પગની બે જોડ ધરાવતું દ્વિપદી (diplopoda) વર્ગનું અને સામાન્યપણે સહસ્રપદી (millepoda) નામે ઓળખાતું સંધિપાદ સમુદાયનું એક પ્રાણી. ભરવાડની લંબાઈ 3 મિમી.થી 25 સેમી. જેટલી હોય છે અને કેટલાંક લાંબા કદનાં ભરવાડ પગની 380 જેટલી જોડ ધરાવે છે. ભરવાડ ગંધારી અવાવરું જગ્યાએ પથ્થર, લાકડાની નીચે…

વધુ વાંચો >