ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પંડિત પરમાનંદ ‘ઝાંસી’
પંડિત, પરમાનંદ ‘ઝાંસી’ (જ. 6 જૂન 1892, સિકરૌધા, બુંદેલખંડ; અ. 13 એપ્રિલ 1982, દિલ્હી) : કેન્દ્રીય ક્રાંતિકાર. કિશોરાવસ્થાથી જ રાષ્ટ્રપ્રેમી. પંડિત સુંદરલાલ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત મોતીલાલ નહેરુનો તેમના ઉપર પ્રભાવ પડ્યો હતો. વિદેશી સત્તા સામે સશસ્ત્ર ક્રાંતિ કરવા સ્થપાયેલ એક ગુપ્ત સંગઠનમાં જોડાઈ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા લાગ્યા.…
વધુ વાંચો >પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963)
પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963) : તેલુગુ લેખક ત્રિપુરાનેની ગોપીચંદ(1910-1962)ની નવલકથા. આ નવલકથાના લેખકને 1963નો સાહિત્ય અકાદમીનો મરણોત્તર ઍવૉર્ડ અપાયો હતો. આ નવલકથાનો નાયક કેશવમૂર્તિ ઉચ્ચ કક્ષાનો લેખક છે. આદર્શવાદી છે અને સાત્વિક જીવન જીવે છે. એ પરમેશ્વર શાસ્ત્રીની પુત્રી સત્યવતીની જોડે પ્રેમલગ્ન કરે છે. બંને ભિન્ન ભિન્ન જ્ઞાતિનાં હોવાથી…
વધુ વાંચો >પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી)
પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી) : કાશ્મીરી કવિ. કાશ્મીરના કુર્કગ્રામમાં જન્મ. ત્યાં જ એમની લેખનપ્રવૃત્તિ ચાલતી હતી. એ ‘દિવાકર’ નામથી પણ જાણીતા હતા. એમણે કાશ્મીરના રાજા સુખજીવનના રાજ્યકાળ (1754-1762) દરમિયાન ‘રામાવતાર-ચરિતકાવ્ય’ની રચના કરી હતી. એવી લોકવાયકા છે કે પંડિત પ્રકાશરાવ આંધળા હતા. એમના કાવ્યનો મૂલાધાર વાલ્મીકિ-રામાયણ છે. એમણે એમના કાવ્યમાં અનેક પ્રસંગો…
વધુ વાંચો >પંડિત બેચરદાસ દોશી
પંડિત, બેચરદાસ દોશી (જ. 2 નવેમ્બર 1889, વળા – વલભીપુર, જિ. ભાવનગર; અ. 11 ઑક્ટોબર 1982, અમદાવાદ) : સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અપભ્રંશના બહુશ્રુત ગુજરાતી વિદ્વાન. પિતા : જીવરાજ લાધાભાઈ દોશી. માતા : ઓતમબાઈ. જ્ઞાતિએ વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. લગ્ન અમરેલીમાં અજવાળી ઝવેરચંદ દોશી સાથે થયેલાં. દસ વર્ષની ઉંમરે પિતા…
વધુ વાંચો >પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’
પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’ (જ. 13 ડિસેમ્બર 1866, દિલ્હી; અ. 1 નવેમ્બર 1955, ગાઝિયાબાદ) : કૈફીના પૂર્વજો મુઘલ બાદશાહ ફર્રુખસિયરના સમયમાં કાશ્મીરથી દિલ્હી આવ્યા અને રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિયુક્ત થયા. બ્રિજમોહનના પિતા પંડિત કનૈયાલાલ નાભા ભરતપુરના રાજાના સમયમાં કોટવાલ હતા; પરંતુ પિતાનું અકાળે અવસાન થતાં પંડિત કૈફી દિલ્હી આવી…
વધુ વાંચો >પંડિત રામનારાયણ
પંડિત, રામનારાયણ (જ. 25 ડિસેમ્બર 1927, ઉદેપુર) : સારંગીના સરતાજ ગણાતા વિખ્યાત ભારતીય સંગીતકાર. તેમના પિતા નાથુરામ પોતે સારંગી તથા દિલરુબાના જાણીતા વાદક હતા. કુટુંબનું સંગીતમય વાતાવરણ તથા નિસર્ગદત્ત પ્રતિભાને કારણે ખૂબ નાનપણથી તેમણે સંગીતની સાધના શરૂ કરી હતી. 6-7 વર્ષની ઉંમરે પિતા પાસેથી સારંગી વગાડવાનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ…
વધુ વાંચો >પંડિત વિજયાલક્ષ્મી
પંડિત, વિજયાલક્ષ્મી (જ. 18 ઑગસ્ટ 1900, અલ્લાહાબાદ; અ. 1 ડિસેમ્બર 1990, દહેરાદૂન) : સ્વાતંત્ર્યસૈનિક, યુનાઇટેડ સ્ટેટ્સ તથા સોવિયેત સંઘમાં ભારતનાં રાજદૂત, યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભાનાં પ્રથમ મહિલા પ્રમુખ, મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગવર્નર. તેમના પિતા મોતીલાલ નહેરુ ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ વકીલ હતા. તેમનો ઉછેર શ્રીમંતાઈમાં પશ્ચિમની ઢબથી થયો હતો. તેમણે બધું શિક્ષણ પોતાના…
વધુ વાંચો >પંડિત શંકરરાવ વિષ્ણુ
પંડિત, શંકરરાવ વિષ્ણુ (જ. 1863; અ. 1917) : ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ભારતીય ગાયક. ખૂબ નાની વયે પિતા પાસેથી સંગીતનું શિક્ષણ લેવાની શરૂઆત કરી. ત્યારપછી બાળકૃષ્ણબુઆ ઇચલકરંજીકર, હદ્દુખાં તથા નિસારહુસેનખાં પાસેથી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિસારહુસેનખાં ગ્વાલિયર દરબારમાં નિયુક્ત થયા હતા. તેમણે સંગીતના એક જલસામાં…
વધુ વાંચો >પંડિત શિવશર્મા
પંડિત, શિવશર્મા (જ. 12 માર્ચ 1906, પતિયાળા; અ. 20 મે 1980, મુંબઈ) : દેશ-વિદેશમાં નામાંકિત આયુર્વેદ-નિષ્ણાત. તેમના પિતા પંડિત રામપ્રસાદજી વીસમી સદીના બીજા દશકામાં પતિયાળાના રાજવૈદ્ય હતા. તેમણે ત્યાં આયુર્વેદ વિદ્યાલય સ્થાપ્યું હતું, જે આજે પતિયાળામાં આયુર્વેદ કૉલેજ તરીકે વિકસ્યું છે. પંડિત શિવશર્મા સૌપ્રથમ પોતાના પિતા પાસે જ આયુર્વેદ શીખ્યા…
વધુ વાંચો >પંડિત શ્રીનાથ
પંડિત, શ્રીનાથ : દક્ષિણ ભારતીય આયુર્વેદજ્ઞાતા. પંડિત શ્રીનાથનું નામ વર્તમાન પંડિત ડી. ગોપાલાચાર્લુએ કરેલ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથકર્તાઓની યાદીમાં છે. પંડિત શ્રીનાથ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથોના કર્તા હતા. તેમણે ‘રસરત્ન’ તથા ‘પરહિતસંહિતા’ (અન્ય ઇતિહાસકારના મતે ‘પારાશરસંહિતા’) નામના બે સંગ્રહગ્રંથો લખ્યા હોવાના ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ છે. પંડિત શ્રીનાથે લખેલ ‘પરહિતસંહિતા’ નામના…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >