ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પાકિસ્તાન
પાકિસ્તાન એશિયા ખંડમાં ભારતની પશ્ચિમે આવેલો દેશ. સત્તાવાર નામ : પાકિસ્તાનનું ઇસ્લામી પ્રજાસત્તાક. દુનિયાનાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં તેનું સ્થાન આગવું છે. સ્વતંત્રતા પછીનાં 50 વર્ષના તેના ઇતિહાસમાં ત્યાંના નાગરિકોએ લોકશાહી અને પ્રમુખશાહી બંનેનો અનુભવ કર્યો છે. સ્થાન-સીમા-વિસ્તાર : પાકિસ્તાન 23o 36′ ઉ. અ.થી 36o 52′ ઉ. અ. અને 60o 52′ પૂ.…
વધુ વાંચો >પાકી આડત
પાકી આડત : માલ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક કરાવી આપવાની સેવા માટે તથા ખરીદનાર માલની કિંમત ચૂકવશે તેવી જવાબદારી ઉઠાવવા માટે આડતિયાને મળતો નાણાકીય બદલો. સામાન્ય સંજોગોમાં આડતિયો બંને પક્ષકારો વચ્ચે સોદા કરાવવાનું કાર્ય કરે છે. તે સેવા માટે તેને કાચી આડત મળે છે, છતાં કેટલીક વાર આડતિયો માલના…
વધુ વાંચો >પાગનીસ વિષ્ણુપંત
પાગનીસ, વિષ્ણુપંત (જ. 1 નવેમ્બર 1892, કર્ણાટક રાજ્યના ચિકોડી ગામમાં; અ. 3 ઑક્ટોબર 1943) : હિંદી તથા મરાઠી ચલચિત્રોના અભિનેતા, ભજનિક અને સંગીતકાર. આંગળીના વેઢે ગણી શકાય એટલાં ચલચિત્રોમાં જ તેમણે કામ કર્યું; પણ ખાસ કરીને મહારાષ્ટ્રના સંત કવિ તુકારામના જીવન પરથી બનેલા ચિત્ર ‘સંત તુકારામ’માં તેમણે જે અદ્ભુત અભિનય…
વધુ વાંચો >પાગ પગ
પાગ, પગ : મંદિરોની દીવાલોમાં ઉપસાવવામાં આવતા સંલગ્ન થાંભલા. ઓરિસાના સ્થાપત્યમાં મંદિરોની રચનામાં બાહ્ય દર્શનની આકર્ષકતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવતો. જ્યારે આંતરિક રચના ઘણુંખરું અત્યંત સાદગી ભરેલી રહેતી. બાહ્ય દીવાલોની પાસાદાર રચનાથી સમગ્ર મંદિરનું માળખું ખૂબ જ બારીકાઈથી ઘડાતું. તેથી દીવાલોના ભાગોને વિવિધ ભદ્ર, કર્ણ તથા થાંભલીઓ વડે…
વધુ વાંચો >પાઘડી
પાઘડી : ધંધા અથવા ઉત્પાદનના સામાન્ય સ્તરના એકમોના નફા કરતાં તેવા જ પ્રકારનો ધંધો અથવા ઉત્પાદન કરતા વિશિષ્ટ એકમની અધિનફો (super profit) કરવાની ક્ષમતાને લીધે તેને મળેલી પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્યાંકન. ધંધા અથવા ઉત્પાદનના થોડાક એકમો તેમના જ વર્ગના મોટા ભાગના એકમો કરતાં વધારે નફાની કમાણી કરતા હોય છે. તેવા એકમોને…
વધુ વાંચો >પાઘડી (પોશાક)
પાઘડી (પોશાક) : શિરોવેષ્ટન; માથાનું ઢાંકણ. ભારતમાં પ્રાચીન કાળથી સંરક્ષણ અને શોભાના સાધન ઉપરાંત મોભાના પ્રતીક તરીકે માથે વિવિધ સ્વરૂપે વસ્ત્ર ધારણ કરવાની પ્રથા ચાલી આવે છે. વૈદિક કાળમાં તેને ‘ઉષ્ણીષ’ કહેતા. પ્રાચીન કથાનકોમાં માથે પાંદડાં, કમળ કે તાવડી આકારના ઉષ્ણીષ ધારણ કરેલા સૈનિકોના ઉલ્લેખો મળે છે. મુકુટ કે કિરીટ…
વધુ વાંચો >પાચન અને પાચનતંત્ર
પાચન અને પાચનતંત્ર ખોરાકનાં દ્રવ્યોને વિઘટિત કરીને શરીરના પોષણ માટે પ્રવેશલાયક બનાવવાની ક્રિયા અને તે માટેનું અવયવી તંત્ર. તે ક્રિયામાં ભાગ લેતા અવયવો તે પાચનતંત્ર. પાચનક્રિયામાં યાંત્રિક (ભૌતિક) અને રાસાયણિક એમ બે પ્રકારની ક્રિયા થાય છે. ખોરાકનાં દ્રવ્યોને દાંત વડે કચરીને તેનો ભૂકો બનાવાય છે અને તેને લાળ તથા અન્ય…
વધુ વાંચો >પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)
પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ) ખોરાકનાં પ્રાશન, સંગ્રહ, પાચન અને શોષણ સાથે સંકળાયેલું પ્રાણીઓનું તંત્ર. જટિલ સ્વરૂપના ખોરાકને તેના વિઘટન દ્વારા સાદા સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયાને પાચન (digestion) કહે છે. આ પ્રક્રિયામાં પાણીની હાજરીમાં ઉત્સેચકો ખોરાકી પદાર્થોનું રૂપાંતરણ તેના વિવિધ એકમોમાં કરે છે. જીવરસનું બંધારણ આ એકમોને આભારી છે. આવા કેટલાક અણુઓમાં સૌરશક્તિ…
વધુ વાંચો >પાઝ ઑક્ટેવિયો
પાઝ, ઑક્ટેવિયો (જ. 31 માર્ચ 1914, મેક્સિકો સિટી, મેક્સિકો; અ. 19 એપ્રિલ 1998 મેક્સિકો સિટી) : મેક્સિકોના નોબેલ પુરસ્કારવિજેતા કવિ-નિબંધકાર. પાઝ સ્પૅનિશ માતા અને મેક્સિકન પિતાનું સંતાન હતા. આંતરવિગ્રહના લીધે કુટુંબની પાયમાલી થયેલી. પરિણામે ઑક્ટેવિયોનો ઉછેર ગરીબાઈમાં થયો હતો. એમનો અભ્યાસ રોમન કૅથલિક શાળામાં થયેલો. ત્યાં એમને લાગેલું કે તે…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >