ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

ન્યૂ થિયેટર્સ

ન્યૂ થિયેટર્સ : ભારતીય ચલચિત્ર ઉદ્યોગનાં પ્રારંભિક વર્ષોની યશસ્વી નિર્માણસંસ્થા. કૉલકાતામાં ટૉલીગંજ ખાતે બીરેન્દ્રનાથ સરકારે (1901-80) 1931માં ધ્વનિ-અંકન સ્ટુડિયો રૂપે શરૂઆત કરી. આગલા વર્ષે સરકારે ચારુ રાય તથા પ્રફુલ્લ રાયના સહયોગમાં ઇન્ટરનેશનલ ફિલ્મક્રાફ્ટ નામે મૂકચિત્ર નિર્માણસંસ્થા શરૂ કરેલી, પણ ધ્વનિ-અંકનની શોધ સુલભ થતાં તરત તેનો લાભ લેવાનું ઉપયોગી જણાયું. ‘આલમઆરા’વાળા…

વધુ વાંચો >

ન્યૂનતમ ગતિના નિયમો

ન્યૂનતમ ગતિના નિયમો : આઇઝેક ન્યૂટન (1642-1727) નામના વૈજ્ઞાનિકે પદાર્થકણની ગતિ, તેનાં કારણો અને તેની અસરોનો અભ્યાસ કરીને તારવેલા ત્રણ સ્વયંસિદ્ધ (empirical) નિયમો. આ નિયમો યંત્રશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. તેમની સૈદ્ધાંતિક સાબિતી સીધી રીતે મળતી નથી, પરંતુ પ્રશિષ્ટ તંત્રમાં પ્રાયોગિક પરિણામો પરથી તેમની યથાર્થતા સાબિત થાય છે. પહેલો…

વધુ વાંચો >

ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases)

ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases) આહાર અને પોષણના અગત્યના ઘટકોની ઊણપથી થતા રોગો. પોષક દ્રવ્યો(nutrients)ને બે મુખ્ય જૂથમાં વિભાજિત કરાય છે : (અ) અસૂક્ષ્મ પોષક દ્રવ્યો (macronutrients); જેવા કે, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી; પ્રોટીન તથા અસૂક્ષ્મ ખનીજ ક્ષારો (macrominerals); જેવાં કે, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ તથા (આ) સૂક્ષ્મપોષક દ્રવ્યો (micronutrients); જેવાં કે, પ્રજીવકો…

વધુ વાંચો >

ન્યૂફાઉન્ડલૅન્ડ

ન્યૂફાઉન્ડલૅન્ડ : કૅનેડાના પૂર્વ કિનારે આવેલા દરિયાકાંઠાના ચાર પ્રાંતો પૈકીનો એક. ન્યૂફાઉન્ડલૅન્ડ નામ હેઠળ લૅબ્રાડોરનો પણ સમાવેશ થાય છે. લૅબ્રાડોર કૅનેડાની તળભૂમિના યુગાવા દ્વીપકલ્પના પૂર્વ છેડાનો ભાગ છે, જ્યારે ન્યૂફાઉન્ડલૅન્ડ તેનાથી દક્ષિણે જોડાજોડ આવેલો અલગ ટાપુ છે. બંને બેલી ટાપુની સામુદ્રધુનીથી અલગ પડે છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ ન્યૂફાઉન્ડલૅન્ડ આશરે 46°…

વધુ વાંચો >

ન્યૂ બ્રુન્સવિક

ન્યૂ બ્રુન્સવિક : ઉત્તર અમેરિકાના કૅનેડા રાજ્યનો આટલાન્ટિક મહાસાગરના પૂર્વ કિનારાના ચાર પ્રાંતો પૈકીનો એક પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44° 35´ થી 48° 05´ ઉ. અ. અને 63° 45´થી 69° 05´ પ. રે. આ પ્રાંતનું નામ 1784માં બ્રુન્સવિકના નિવાસસ્થાન ઉપરથી પડ્યું છે. તેની પૂર્વ બાજુએ સેન્ટ લૉરેન્સનો અખાત અને નૉર્ધમ્બરલૅન્ડની…

વધુ વાંચો >

ન્યૂ મેક્સિકો

ન્યૂ મેક્સિકો : યુનાઇટેડ સ્ટેટ્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું પર્વતીય રાજ્ય. આ રાજ્ય તેના વિશિષ્ટ પ્રાકૃતિક સૌન્દર્ય અને સમૃદ્ધ ઇતિહાસને કારણે ‘મોહપાશની ભૂમિ’ – ‘Land of Enchantment’ તરીકે પણ ઓળખાય છે. દેશની પશ્ચિમ તરફ ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી રૉકીઝ પર્વતમાળાના દક્ષિણ છેડે 31° 22´ થી 37° 0´ ઉ. અ. અને 103° થી 109°…

વધુ વાંચો >

ન્યૂમોકોકસ

ન્યૂમોકોકસ : મનુષ્યમાં મુખ્યત્વે ગળા અને શ્વાસનળીના ન્યુમોનિયા તેમ જ ફેફસાના લોબર ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરતો જીવાણુ. વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ. પહેલાં આ જીવાણુ ડિપ્લોકોકસ ન્યુમોનિ તરીકે જાણીતો હતો. આ જીવાણુની શોધ 1881માં પાશ્ચર અને સ્ટનબર્ગે કરી. લૅક્ટોબૅસિલેસી કુળની સ્ટ્રેપ્ટોકોક્સ પ્રજાતિનો આ જીવાણુ ગ્રામધની(gram positive) ગ્રામ પૉઝિટિવ હોય છે. તેનો…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક (રાજ્ય)

ન્યૂયૉર્ક (રાજ્ય) : આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારા પર આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. તે દેશના પૂર્વ કિનારા પર 40° 40´ થી 45° 0´ ઉ. અ. અને 73° 30´થી 79° 0´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 1,41,300 ચોકિમી. જેટલું છે, તે પૈકી ભૂમિવિસ્તાર 1,22,310 ચોકિમી. છે. વિસ્તારની દૃષ્ટિએ…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક (શહેર)

ન્યૂયૉર્ક (શહેર) : યુનાઇટેડ સ્ટેટ્સનું મોટામાં મોટું શહેર. દુનિયાનાં દસ મોટાં મહાનગરો પૈકી છઠ્ઠા ક્રમે આવતું મહાનગર તથા ધીકતું બંદર. તે ન્યૂયૉર્ક રાજ્યની દક્ષિણે વિસ્તરેલા ભૂમિભાગમાં અગ્નિ છેડે હડસન નદીના મુખ પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 40° 43´ ઉ. અ. અને 74° 01´ પ. રે.. આ સ્થળે જ હડસન…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક ટાઇમ્સ

ન્યૂયૉર્ક ટાઇમ્સ : અમેરિકાના ન્યૂયૉર્કથી પ્રસિદ્ધ થતું દૈનિક વર્તમાનપત્ર. વિશ્વનાં મહાન વર્તમાનપત્રોમાં તેની ગણના થાય છે. શરૂઆત 1851ના સપ્ટેમ્બરની 18મીએ થઈ. એ વખતે એનું નામ ‘ન્યૂયૉર્ક ડેઇલી ટાઇમ્સ’ હતું. હેન્રી જે. રેમન્ડ અને જ્યૉર્જ જોન્સ તેના પ્રકાશકો હતા. એ વખતે અમેરિકામાં જે અખબારો પ્રગટ થતાં હતાં તે ‘પેની પ્રેસ’ તરીકે…

વધુ વાંચો >

નઈ તાલીમ

Jan 1, 1998

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

Jan 1, 1998

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

Jan 1, 1998

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

Jan 1, 1998

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

Jan 1, 1998

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

Jan 1, 1998

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

Jan 1, 1998

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

Jan 1, 1998

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

Jan 1, 1998

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

Jan 1, 1998

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >