ર. ના. મહેતા
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકોટા
અકોટા : મૂળ નામ અંકોટ્ટક. ‘અંકોટ્ટક ચતુરશીતી’નું મુખ્ય કેન્દ્ર, જે હાલના વડોદરાના અકોટા ગામનો ધનટેકરીને નામે જાણીતો સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીથી આચ્છાદિત વિસ્તાર છે. તેના પરા તરીકે વટપદ્રક અર્થાત્ વડોદરા વિકસીને અગિયારમી સદીમાં મુખ્ય સ્થળ થયું અને અકોટાનાં વળતાં પાણી થયાં. અકોટાના ધનટેકરી વિસ્તારમાંથી અન્ત્યાશ્મયુગનાં ઓજારો મળ્યાં છે. ત્યાંથી આશરે ઈ.…
વધુ વાંચો >અમદાવાદ
અમદાવાદ ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું (230 1´ ઉ. અ., 720 37´ પૂ.રે.) સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે સ્થાપેલું નગર. આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે.…
વધુ વાંચો >અવન્તીપુર
અવન્તીપુર : કાશ્મીરના રાજા અવન્તિવર્માએ શ્રીનગરના અગ્નિખૂણે આશરે 29 કિમી. દૂર જેલમ નદીને કિનારે બાંધેલી રાજધાની. આ રાજધાનીના ભગ્નાવશેષોની વ્યવસ્થિત તપાસ બાકી છે. તેમાં દેખાતા અવન્તેશ્વરના શિવમંદિર તથા અવન્તીસ્વામીના વૈષ્ણવ મંદિરના ભગ્નાવશેષોને લીધે આ સ્થળ જાણીતું છે. અવન્તેશ્વરનું શિવાલય ઘણું તૂટી ગયું છે. તે મૂળ શિવપંચાયતન હોવાનું સમજાય છે. તેના…
વધુ વાંચો >અવન્તીસ્વામી મંદિર
અવન્તીસ્વામી મંદિર : અવન્તિવર્માએ અવન્તીપુર(કાશ્મીર)માં બંધાવેલું અવન્તીસ્વામીનું મંદિર તે પૂર્વાભિમુખ વિષ્ણુ પંચાયતનનું મંદિર છે. આશરે 4૦ × 5૦ મી. મોટી જગતી ઉપર ઊભેલું આ મંદિર છે. તેની રચના માટે બે અધિષ્ઠાન અથવા જગતી ઉપર સમચોરસ બાંધેલું મંદિર આશરે 1૦ મી. × 1૦ મીનું છે. મુખ્ય જગતીના ચાર ખૂણા પર ચાર…
વધુ વાંચો >અશ્મ ઓજારો
અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર…
વધુ વાંચો >અસફખાન
અસફખાન : નૂરજહાંનો ભાઈ અને મુમતાઝ બેગમનો પિતા. નૂરજહાંએ મુમતાઝ અને શાહજહાંનો લગ્નસંબંધ ગોઠવી આપ્યો હતો. અસફખાન સામાન્ય રીતે નૂરજહાંનો પક્ષ લેતો, પરંતુ જહાંગીરના પાછલા વખતમાં તે મહોબતખાન સાથે મળી ગયો હતો. જહાંગીરને બંદીખાને રાખવા બદલ નૂરજહાંએ તેને ઠપકો આપ્યો હતો. જહાંગીરના અવસાન બાદ અસફખાને પોતાના જમાઈ ખુર્રમ(શાહજહાં)ને ગાદીએ બેસાડવા…
વધુ વાંચો >અહિંસા
અહિંસા મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી તે. દિનપ્રતિદિન દુનિયાભરમાં હિંસાનું આચરણ વધતું જતું જણાય છે. આતંકવાદ; ભાષાકીય, પ્રાદેશિક અને જાતીય અથડામણો; શક્તિશાળી રાજ્યો દ્વારા અન્ય રાજ્યોમાં થતી દરમિયાનગીરી; મહિલાઓ અને નબળા વર્ગો ઉપર થતા અત્યાચાર; લશ્કરી તેમજ બિનલશ્કરી વસ્તીનો વધુ ને વધુ મોટા પાયા ઉપર નાશ કરી શકે…
વધુ વાંચો >અંગકોર
અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર. યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >