મહેશ ઠાકર
ઇન્ડિયા ટુડે
ઇન્ડિયા ટુડે : ભારતમાં સૌથી વધારે ફેલાવો ધરાવતું અંગ્રેજી સાપ્તાહિક સમાચારપત્ર. તે હિન્દી ભાષામાં પણ પ્રગટ થાય છે. સ્થાપના દિલ્હીમાં 15 ડિસેમ્બર 1975ના દિવસે થઈ. તેનાં કદ તથા દેખાવ અમેરિકાના ‘ટાઇમ’ વૃત્તસાપ્તાહિકને અનુસરતાં રાખવામાં આવેલ છે. કિનારે રાતો પટો, ઉપર મધ્યે મોટા અક્ષરે પત્રનું નામ તથા પ્રમુખ સમાચારનું ચિત્ર અને…
વધુ વાંચો >ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ
ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ (1880) : ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પ્રકાશનસંસ્થા બેનેટ કૉલમૅન ઍન્ડ કંપની દ્વારા પ્રગટ થયેલું સચિત્ર અંગ્રેજી સાપ્તાહિક. ભારતનાં સૌથી જૂનાં અંગ્રેજી સાપ્તાહિકોમાં તેનો સમાવેશ થાય છે. એનો પ્રારંભ 1880માં થયો. 1923માં તેનું નામ ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું. દીર્ઘ કારકિર્દીમાં આ સાપ્તાહિકે અનેક વાર કાયાપલટ…
વધુ વાંચો >એ.એફ.પી.
એ.એફ.પી. (Agence France – Press) : વિશ્વની ચાર પ્રમુખ આંતરરાષ્ટ્રીય સમાચાર-સંસ્થાઓમાંની એક. અન્ય મહત્વની સમાચાર-સંસ્થાઓમાં અમેરિકન સમાચાર-સંસ્થાઓ એ.પી. (Associated Press) અને યુ.પી.આઈ. (United Press-International) તથા બ્રિટિશ સમાચાર-સંસ્થા રૉઇટર્સ તથા રશિયન સમાચાર-સંસ્થા તાસનો સમાવેશ થાય છે. એ.એફ.પી. વિશ્વની સૌથી જૂની સમાચાર-સંસ્થાઓમાંની એક છે. 1835માં સ્થપાયેલી સમાચાર-સંસ્થા હવાસ(Havas)નું બીજા વિશ્વયુદ્ધ પછી એ.એફ.પી.માં…
વધુ વાંચો >એ. પી.
એ. પી. (1956) : એસોસિયેટેડ પ્રેસ નામની સમાચાર-સંસ્થાનું ટૂંકું નામ. સ્થાપના અમેરિકામાં ન્યૂયૉર્કમાં થઈ. ઓગણીસમી સદીના આરંભથી અમેરિકી પ્રજાને યુરોપનાં પોતાનાં મૂળ વતન એવા દેશોની નવાજૂની વિશે આતુરતા રહેતી. સાચું કહીએ તો તેમના માટે એ જ સમાચાર હતા. વાચકોની માગ સંતોષવા ન્યૂયૉર્કનાં વર્તમાનપત્રોએ ત્રીજા દાયકામાં સમાચાર એકત્ર કરવા સવારનાં પત્રોનું…
વધુ વાંચો >ખુશવંતસિંગ
ખુશવંતસિંગ (જ. 2 ફેબ્રુઆરી 1915, હડાલી, પાકિસ્તાન; અ. 20 માર્ચ 2014, ન્યૂદિલ્હી) : સુપ્રસિદ્ધ ભારતીય પત્રકાર અને લેખક. પિતાનું નામ સર શોભાસિંગ અને માતાનું નામ લેડી વિરનબાઈ. ખુશવંતસિંગે લંડનમાં એલએલ.બી. અને બૅરિસ્ટર-ઍટ-લૉનું શિક્ષણ મેળવ્યા પછી 1939થી’ 47 સુધી લાહોર હાઈકોર્ટમાં વકીલાત કરી. દેશના ભાગલા પડ્યા પછી 1951 સુધી લંડન અને…
વધુ વાંચો >ગુજરાત સમાચાર
ગુજરાત સમાચાર : ગુજરાતી ભાષાનું અગ્રગણ્ય દૈનિક. પ્રથમ અંક 1932ના જાન્યુઆરીની 16મી તારીખે પ્રગટ થયો. અમદાવાદમાં ખાડિયા જેઠાભાઈની પોળમાંથી 1898ના માર્ચની 6 તારીખે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ કરાયું હતું. એના તંત્રી ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાનો વૃત્તાંત લેવા સારુ એમાં જોડાયા ત્યારે ગાંધીજી સાથેની મુલાકાત દરમિયાન એક સ્વતંત્ર, નીડર દૈનિક…
વધુ વાંચો >જન્મભૂમિ
જન્મભૂમિ : ગુજરાતી સાંધ્ય દૈનિક. જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, કોટ, મુંબઈ-1થી પ્રગટ થાય છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી ધીરુભાઈ જે. દેસાઈ મુદ્રક અને પ્રકાશક છે. કુંદન વ્યાસ તંત્રી અને રમેશ જાદવ નિવાસી તંત્રી છે. સૌરાષ્ટ્રના સિંહનું બિરુદ પામેલા અમૃતલાલ શેઠે 1934માં ‘જન્મભૂમિ’ની સ્થાપના કરી હતી. મૂળ તો એમણે ‘સન’ નામનું અંગ્રેજી…
વધુ વાંચો >જૈન, ગિરિલાલ
જૈન, ગિરિલાલ (જ. 26 જુલાઈ 1922, પીપળી ખેડા, જિ. સોનેપત, હરિયાણા; અ. 19 જુલાઈ 1993, નવી દિલ્હી) : ભારતના એક પીઢ પત્રકાર. ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાંના એક હતા. સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવી. દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી 1948માં ‘ઇન્ડિયન ન્યૂઝ ક્રૉનિકલ’માં…
વધુ વાંચો >‘ટાઇમ’
‘ટાઇમ’ : સાપ્તાહિક સમાચાર આપતું જગમશહૂર અમેરિકન સામયિક. સ્થાપના 1923. વિશ્વનાં વિવિધ સ્થળોએથી એકસાથે ટાઇમ ઇન્કૉર્પોરેટેડ દ્વારા પ્રગટ થાય છે. આ સાપ્તાહિકે પત્રકારત્વની ક્ષિતિજને વિસ્તારી. વૃત્તાંત-નિવેદકોએ મોકલેલા વૃત્તાંતોને યથાવત્ પ્રગટ કરવાને બદલે સંપાદકો, સંશોધકો અને ખાસ લેખકો તેમાં પૂર્તિ કરે, લખાણને સંસ્કારે અને સુવાચ્ય બનાવે પછી પ્રગટ કરવા તેવી પહેલ…
વધુ વાંચો >ટેલિગ્રાફ, ધ
ટેલિગ્રાફ, ધ : પશ્ચિમ બંગાળમાં કૉલકાતાથી પ્રગટ થતું અંગ્રેજી દૈનિકપત્ર. તેનું પ્રકાશન આનંદબજાર પત્રિકા લિમિટેડ દ્વારા થાય છે. 1982માં તે શરૂ થયું ત્યારે તેના તંત્રીપદે એમ. જે. અકબરની પસંદગી કરાઈ હતી. તેમણે પોતાની આગવી ર્દષ્ટિથી આ દૈનિકની એક અલગ તરાહ ઊભી કરી. પરંપરાગત અંગ્રેજી દૈનિકોની ભારેખમ ઢબ કે શૈલીથી ‘ધ…
વધુ વાંચો >