મહેશ ઠાકર

ન્યૂયૉર્ક ટાઇમ્સ

ન્યૂયૉર્ક ટાઇમ્સ : અમેરિકાના ન્યૂયૉર્કથી પ્રસિદ્ધ થતું દૈનિક વર્તમાનપત્ર. વિશ્વનાં મહાન વર્તમાનપત્રોમાં તેની ગણના થાય છે. શરૂઆત 1851ના સપ્ટેમ્બરની 18મીએ થઈ. એ વખતે એનું નામ ‘ન્યૂયૉર્ક ડેઇલી ટાઇમ્સ’ હતું. હેન્રી જે. રેમન્ડ અને જ્યૉર્જ જોન્સ તેના પ્રકાશકો હતા. એ વખતે અમેરિકામાં જે અખબારો પ્રગટ થતાં હતાં તે ‘પેની પ્રેસ’ તરીકે…

વધુ વાંચો >

પત્રકારત્વ

પત્રકારત્વ પરંપરાગત વ્યાખ્યા મુજબ સમાચારો એકત્ર કરવા, લખવા, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખાયેલ સાહિત્ય પણ કહેવાય છે. ઈ. સ.ની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિઅસ સીઝરે Acta Diurna (દૈનિક ઘટનાઓ) – હસ્તલિખિત સમાચાર બુલેટિનો રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાડવાના આદેશો આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો તે પછી…

વધુ વાંચો >

ફીચર સંસ્થા

ફીચર સંસ્થા : અખબારો અને સામયિકોને વિવિધ વિષયો અંગે લેખસામગ્રી (features) પૂરી પાડવાનું કામ કરતી સંસ્થા. દેશની બે પ્રમુખ સમાચાર-સંસ્થાઓ પી.ટી.આઇ. અને યુ.એન.આઇ. પણ ફીચર-સેવા ચલાવે છે. આમાં આર્થિક, રાજકીય, સામાજિક તથા વાણિજ્ય, વિજ્ઞાન અને રમતગમત જેવાં વિવિધ ક્ષેત્રો ને વિષયોના નિષ્ણાતો અને પીઢ પત્રકારોની કલમે લખાયેલા ઘટના તથા વિષયની…

વધુ વાંચો >

ફૂલછાબ

ફૂલછાબ : રાજકોટ અને સૂરતથી પ્રગટ થતું દૈનિક. 1921ના ઑક્ટોબરની બીજી તારીખે સૌરાષ્ટ્રના રાણપુરમાં ‘ફૂલછાબ’ના પુરોગામી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકને અમૃતલાલ શેઠે શરૂ કર્યું હતું. એ પત્રનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંઓની જોહુકમીથી પ્રજાને મુક્ત કરાવવાની લડતને વેગ આપવાનો હતો. રાણપુર સૌરાષ્ટ્રમાં હોવા છતાં દેશી રજવાડાનો ભાગ નહિ, પરંતુ બ્રિટિશ શાસન હેઠળ…

વધુ વાંચો >

બૉમ્બે સેન્ટિનલ

બૉમ્બે સેન્ટિનલ : 1913માં સર ફીરોઝશા મહેતાએ મુંબઈમાં સ્થાપેલા રાષ્ટ્રવાદી અંગ્રેજી દૈનિક (સવારના) ‘બૉમ્બે ક્રૉનિકલ’ સાથે સાંધ્ય દૈનિક તરીકે પ્રગટ થતું અંગ્રેજી વૃત્તપત્ર. આ બંને દૈનિકોના તંત્રી એક અંગ્રેજ બી. જી. હૉર્નિમૅન હતા. મુંબઈ શહેરમાં જુગારના અડ્ડાઓ સામે ‘બૉમ્બે સેન્ટિનલે’ જોરદાર ઝુંબેશ ચલાવી પોલીસતંત્રનો રોષ વહોરી લીધો હતો. હૉર્નિમૅન એક…

વધુ વાંચો >

બ્રેલ્વી, સૈયદ અબ્દુલ્લા

બ્રેલ્વી, સૈયદ અબ્દુલ્લા (જ. 18 સપ્ટેંબર 1891, મુંબઈ; અ. 9 જાન્યુઆરી 1949) : ભારતના રાષ્ટ્રવાદી પત્રકાર. ઈ. સ. 1919માં બી. જી. હૉર્નિમૅનને અંગ્રેજ સરકારે દેશનિકાલ કર્યા તે પછી ‘બૉમ્બે ક્રૉનિકલ’નું પ્રકાશન બંધ કરી દેવાયું હતું. સરકારે આ પત્રની રૂ. 10.000ની જામીનગીરી-થાપણ પણ જપ્ત કરી હતી. થોડા સમય પછી પત્રનું પ્રકાશન…

વધુ વાંચો >

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

મલયાલા મનોરમા

મલયાલા મનોરમા : મલયાળમ ભાષાનું દૈનિક વર્તમાનપત્ર. કેરળમાં કોટ્ટાયમ્, કુણ્ણૂર, કોચી, કોઝિકોડ, કોલ્લમ, તિરુવનંતપુરમ્, ત્રિશૂર અને પાલક્કાડથી પ્રગટ થતું આ અખબાર ભારતમાં પ્રથમ ક્રમે છે, એટલે કે સૌથી વધુ ફેલાવો ધરાવે છે. ભારતીય ભાષામાં પ્રગટ થતાં અખબારોમાં પણ ફેલાવાની ર્દષ્ટિએ તેનો ક્રમ પ્રથમ છે. 1999માં તેનો દૈનિક ફેલાવો સાડા અગિયાર…

વધુ વાંચો >

મૉરેસ, ફ્રૅન્ક ઍન્થોની

મૉરેસ, ફ્રૅન્ક ઍન્થોની (જ.1 જાન્યુઆરી, 1907, મુંબઈ; અ. 2 મે, 1974 લંડન, ઇંગ્લૅન્ડ) : અગ્રણી ભારતીય પત્રકાર. લાંબા સમય સુધી ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ અને ´ધી ઇન્ડિયન એક્સપ્રેસ´નું તંત્રીપદ તેમણે સંભાળ્યું હતું. એમના પિતા ઍન્થોની ઝૅવિઅર મૉરેસ હિંદ સરકારના એક અધિકારી હતા. ફ્રૅન્કનું બાળપણ પૂનામાં વીત્યું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં…

વધુ વાંચો >