પ્રાગજી મો. રાઠોડ

કરંજ

કરંજ : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pongomia pinnata Pierre syn. P. glabra Vent; Derris indica Bennet. (સં., મ., ગુ. કરંજ; હિં. કંજા, કટકરંજા; તે. ગાનુગા, પુંગુ; તા. પોંગા, પોંગમ; મલ. પુંગુ, પુન્નુ; અં. પોંગમ ઑઇલ ટ્રી, ઇંડિયન બીચ) છે. તે મધ્યમ કદનું, 18 મી.…

વધુ વાંચો >

કરિયાતું

કરિયાતું : સં. भूनिंब; હિં. भूचिरायता; અં. Chirata; વર્ગ દ્વિદલાના કુળ Gentianaceaeનો એકવર્ષાયુ 10થી 25 સેમી. ઊંચો છોડ. તેનું લૅટિન નામ Swertia chirata છે. તેનાં સહસભ્યોમાં Nymphoides exacum – કીરા, Enicostemma કડવું કરી/કડવી નઈ Hoppea – કડવી હેલ અને Canscora – કુદળી કડવી ગુજરાતમાં ઊગે છે. ચાર ખૂણાવાળું સપક્ષ (winged)…

વધુ વાંચો >

કરેણ

કરેણ : સં. करवीर; અં. Oleander. તે વર્ગ દ્વિદલાના કુળ Apocyanaceaeનો છોડ કે નાનું વૃક્ષ છે. તેનાં સહસભ્યોમાં પીળી કરેણ, સપ્તપર્ણી, સર્પગંધા, બારમાસી, કરમદી વગેરે છે. તેનું પ્રજાતીય (generic) લૅટિન નામ Nerium છે. છોડની ઊંચાઈ 2થી 2.5 મી. હોય છે. તેનાં પાન સાદાં, 15થી 20 સેમી. લાંબાં, સાંકડાં અને થોડાં…

વધુ વાંચો >

કલગારી (કંકાસણી)

કલગારી (કંકાસણી) : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gloriosa superba Linn. (સં. કલિકારી, અગ્નિમુખી કલિહારી; મ. કળલાવી; હિં. કલિહારી, કલિયારી, કલહંસ; બં. વિષલાંગલા, ઇષલાંગલા; ગુ. દૂધિયો વછનાગ, કંકાસણી, વઢકણી, વઢવાડિયો; ક. રાડાગારી, લાંગલિકે; મલા. મેટોન્નિ; અં. મલબારગ્લોરી લીલી) છે. તેના સહસભ્યોમાં ધોળી-કાળી મૂસળી, જંગલી કાંદો,…

વધુ વાંચો >

કંકોડાં (કંટોલાં)

કંકોડાં (કંટોલાં) : શાકફળ. સં. कर्कोटकी, कंटफला, स्वादुफला; હિં. खेखसा, ककोडा. ककरौल; મ. कर्टोली, कांटली, फाकली; બં. कांकरोल; લૅ : Mormodica dioica Roxb. એ પ્રસિદ્ધ ચોમાસું શાકફળ છે. ભારતમાં તેના વેલા સર્વત્ર ડુંગરાળ જમીનમાં, ચોમાસાના વરસાદ પછી આપોઆપ ઊગી નીકળે છે. વાડ કે ઝાડ-ઝાંખરાં ઉપર તેના વેલા ફેલાય છે. તેમાં…

વધુ વાંચો >

કંથાર (કાળો કંથારો) – કંથેર

કંથાર (કાળો કંથારો) – કંથેર : વનૌષધિ. સં. कन्थारि, कन्थार, गृध्रनखी, वक्र- कंटका, काकादनी, अहिंस्रा; હિ. कन्थारि, कन्धारी, हैंसा; મ. कांथारी, कंथाबेल; બં. कालियाकडा, कांटागुडकाभाई; અં. Cather Plant; લૅ. Capparis Sepiaria Linn. કુળ-કેપેરિડેસી. કંથાર કે કંથારીની મોટી અને ખૂબ લાંબી કાષ્ઠમય વેલો ગુજરાતમાં ખેતરની વાડો પર બાવળ, થોર જેવી ઝાડીઓ…

વધુ વાંચો >

કાકડાશિંગી

કાકડાશિંગી : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pistacia integerimma L. (સં. કર્કટશૃંગી; મ. કાકડાશિંગી; હિં., બં. કાકડાશૃંગી; અં. ક્રો-ક્વીલ) છે. તેની ડાળી પર કીટકના કારણે ઉત્પન્ન થયેલો રસ જામીને તેની શિંગડા આકારની ફલાકાર ગ્રંથિ બને છે. તેથી તેને કાકડાશિંગી કહે છે. તે મધ્યમકદનું પાનખર વૃક્ષ…

વધુ વાંચો >

કાકડી

કાકડી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis sativus Linn. (સં. કર્કટી, હર્વાસ; હિં. કાકડી, કકડી, ખીરાકકડી; બં. કાંકુડ, વડકાંકુડ; મ. કાંકડી; ક. મુળુસવતિ; તે. દોષકાયા; અં. કકુંબર) છે. તે એક તલસર્પી (trailing) કે આરોહી, એકવર્ષાયુ, રોમિલ વનસ્પતિ છે. તેનાં ફળ વિવિધ કદ અને સ્વરૂપનાં,…

વધુ વાંચો >

કાચકો

કાચકો : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia crista Linn. syn. C. bonducella Flem. (સં. પૂતિકરંજ, લતાકરંજ, કૂર્બરાક્ષ; હિં. કટુક રંજા, કરંજવા; બં. લત્તાકરંચા; મ. સાગરગોટા, ગજગા, ગજરા; તા. કાલારકોડી; ક. ગજગ, ગડુગુ; તે. ગુચ્ચેપિક્કા કચકાઈ, ગચ્ચા; અં. ફિવર નટ, બોંડક નટ) છે. તેના સહસભ્યોમાં…

વધુ વાંચો >

કાયફળ

કાયફળ : સં. कट्फल; હિં. कायफल; શાસ્ત્રીય નામ Myrica. તે દ્વિદળીના કુળ Myricaceaeનું મધ્યમ કદનું ઝાડવું છે. તે એક જ પ્રજાતિના કુળનું છે અને તે આઠ જાતિઓ ધરાવે છે. તેમાંની એક M. nagi Thunb હિમાલયના રાવી પ્રદેશમાં, ખાસિયા ટેકરીઓ અને સિલહટ પાસે મળે છે. તે જલદ સુગંધી ફેલાવે છે. સાદાં…

વધુ વાંચો >