Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

માલવેસી

Jan 26, 2002

માલવેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 82 પ્રજાતિ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે અને ધ્રુવપ્રદેશો સિવાય સર્વત્ર જોવા મળે છે. અમેરિકાના ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં તેની જાતિઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અમેરિકામાં 27 પ્રજાતિઓમાં વિતરિત થયેલી 200 જેટલી જાતિઓ સ્થાનિક (indigenous) છે. તેની સૌથી મોટી પ્રજાતિઓમાં Hibiscus (200 જાતિઓ), Malvastrusm (75…

વધુ વાંચો >

અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન)

Jan 31, 1989

અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન) : અંત:સ્રાવી ગ્રંથિઓ દ્વારા અતિસૂક્ષ્મ માત્રામાં સ્રવતાં કાર્બનિક સંયોજનો. આવાં સંયોજનોનું કાર્ય મગજમાં રહેલા એક વિશિષ્ટ કેન્દ્ર અધશ્ચેતક (hypothalamus) દ્વારા થાય છે. અંત:સ્રાવોનું રાસાયણિક વર્ગીકરણ મુખ્યત્વે તેમની પ્રકૃતિ મુજબ કરવામાં આવે છે. 1. 30,000થી ઓછા અણુભારવાળાં પ્રોટીનો; દા. ત., ઇન્સ્યુલિન. 2. નાનાં પૉલિપૅપ્ટાઇડો; દા. ત., પ્રતિ-મૂત્રલ (anti-diuretic) અંત:સ્રાવ. 3. એકલ ઍમિનોઍસિડો; દા. ત.,…

વધુ વાંચો >

યીસ્ટ

Jan 4, 2003

યીસ્ટ મિસિતંતુવિહીન (non-mycelial), સસીમકેન્દ્રી (eukaryotic) એકકોષી ફૂગ. તે સામાન્યત: મુકુલન (budding) કે દ્વિભાજન (fission) અથવા બંને પદ્ધતિઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે અને કાં તો યુગ્મનજ (zygote) કે કાયિક (somatic) કોષમાંથી ઉદભવતી ધાની(ascus)માં ધાનીબીજાણુઓ (ascospores) ઉત્પન્ન કરે છે. જોકે ‘યીસ્ટ’ શબ્દ વિવિધ રીતે પ્રયોજાય છે અને તેનું વર્ગીકરણવિદ્યાની ર્દષ્ટિએ મહત્વ નથી. એન્ડોમાયસિટેલ્સ ગોત્રનાં મોટાભાગનાં કુળોમાં…

વધુ વાંચો >

રસારોહણ

Jan 13, 2003

રસારોહણ વનસ્પતિઓના મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજક્ષારોનું પ્રરોહ(shoot)ના વિવિધ ભાગોમાં થતું ઊર્ધ્વ વહન. રસારોહણની પ્રક્રિયા ગુરુત્વાકર્ષણબળની વિરુદ્ધ ઘણી ઊંચાઈ સુધી થતી હોય છે. યુકેલિપ્ટસ અને સિક્વૉયા જેવાં અત્યંત ઊંચાં વૃક્ષોમાં આ પ્રક્રિયા 90 મી.થી 120 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પાણીના વહનનો માર્ગ અને સંવહનતંત્ર : મૂલાગ્રના અધિસ્તરીય (epidermal) કોષો અને મૂળ રોમ દ્વારા…

વધુ વાંચો >

ધાતુનું મુક્ત ઇલેક્ટ્રૉન મૉડલ

Mar 27, 1997

ધાતુનું મુક્ત ઇલેક્ટ્રૉન મૉડલ : ધાતુની વિદ્યુતવાહકતાના અભ્યાસ માટેનો સિદ્ધાંત દર્શાવતું મૉડલ. આ મૉડલને બે ભાગમાં જોવામાં આવે છે : (1) જેમનું સ્થાન નિર્ધારિત કરેલ છે તેવા આયનો, એટલે કે ધન વિદ્યુતભારિત કણોનો ભાગ અને (2) એક સ્થાનથી બીજા સ્થાને આંતરઆયન અવકાશમાંથી પસાર થઈને ગતિ કરતા ઇલેક્ટ્રૉનનો વાયુ. ધાતુની અંદર ગતિ કરતા ઇલેક્ટ્રૉન વાસ્તવમાં તો…

વધુ વાંચો >

મનોવિશ્લેષણ (સાહિત્ય)

Jan 10, 2002

મનોવિશ્લેષણ (સાહિત્ય) : સાહિત્ય જેવી વાક્કળાનો માનવચિત્ત સાથેનો સંબંધ ઘણો ગાઢ-ગૂઢ ને તેથી સંકુલ છે. સાહિત્યના સર્જન-ભાવનનો કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભા સાથે, વ્યષ્ટિ તેમજ સમષ્ટિ-ચેતના સાથે, માનવસંવિતનાં આંતરબાહ્ય સ્ફુરણો-સંચલનો સાથેનો સંબંધ ઘણો ગહન, વ્યાપક અને સૂક્ષ્મ છે. જેમ જીવનનો તેમ સાહિત્યના અંતસ્તત્વનો પૂરો તાગ મેળવવો અશક્ય છે. તેથી સાહિત્યના સર્જન-ભાવનના સંદર્ભમાં રહસ્યતત્વનો, ચમત્કાર કે ચમત્કૃતિ તત્વનો મહિમાભાવે…

વધુ વાંચો >

તૃણભૂમિ

Jan 31, 1997

તૃણભૂમિ (grassland) સ્થળજ નિવસનતંત્રનો એક મુખ્ય વનસ્પતિ-સમૂહ. ભૌતિક અને પર્યાવરણીય પરિબળોના સંયુક્ત આધારે વર્ગીકૃત કરેલા વનસ્પતિ-સમૂહોમાં રણ, ટુંડ્ર અને વનભૂમિ (wood land) ઉપરાંત તૃણભૂમિનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં વૃક્ષોની ગેરહાજરીમાં અથવા દૂર દૂર છૂટાંછવાયાં વૃક્ષોની હાજરીમાં તૃણ અને તૃણાભ (graminoid) વનસ્પતિઓ પ્રભાવી હોય છે. એક વનસ્પતિસમૂહનું બીજા વનસ્પતિસમૂહમાં થતું ક્રમિક સંક્રમણ અને માનવપ્રક્રિયાઓને લીધે…

વધુ વાંચો >

ક્લૅથ્રેટ સંયોજનો

Jan 3, 1994

ક્લૅથ્રેટ સંયોજનો : વિશિષ્ટ પ્રકારની પિંજરીય રચનાવાળાં સંકીર્ણ (complex) સંયોજનો. તેમની રચનામાં યજમાન(host)-આગંતુક (guest) સંબંધ ધરાવતા અણુઓ રહેલા હોય છે. એક પદાર્થના અણુની ગોઠવણીમાં રહેલી ખાલી જગ્યાઓમાં બીજા પદાર્થના યોગ્ય પરમાણુઓ કે અણુઓ ગોઠવાઈ જવાથી મળતાં આવાં સંયોજનો સમાવિષ્ટ (included) સંયોજનો તરીકે પણ ઓળખાય છે. ક્વિનૉલ[હાઇડ્રોક્વિનોન, C6H4(OH)2]ની કેટલાંક વાયુરૂપ સંયોજનો (દા.ત., H2S, SO2) સાથેની પ્રક્રિયાથી…

વધુ વાંચો >

તરલયાંત્રિકી (fluid mechanics)

Jan 25, 1997

તરલયાંત્રિકી (fluid mechanics) પ્રવાહી અને વાયુને લગતી યાંત્રિકી. સિવિલ ઇજનેરી શાસ્ત્રમાં પ્રવાહીમાં ઘણાંખરાં બાંધકામો પાણી સાથે સંકળાયેલાં હોવાથી, તરલ યાંત્રિકીમાં પાણી, વરાળ તથા તેમાં રહેલ બીજાં પ્રવાહી કે વાયુની અસરને ખ્યાલમાં રાખીને, આયોજન કરવું પડે છે. સામાન્યત: તરલતામાં પાણીના અને પ્રવાહીના ગુણધર્મો અને તે જ પ્રમાણે વરાળના અને વાયુના ગુણધર્મોમાં એકરૂપતા હોવાથી પાણીની અસર ખાસ…

વધુ વાંચો >

ઑસ્ટ્રેલિયા

Jan 31, 1991

ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા 2,58,73,000 (2021) છે. તે નાનામાં…

વધુ વાંચો >