Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

કિંમત

Jan 2, 1993

કિંમત (price) : ખરીદ-વેચાણમાં વસ્તુ ખરીદનારે વેચનારને વસ્તુના એકમ દીઠ ચૂકવવાની રકમ. ઉત્પાદક યા વેચનારના કારખાના યા ગોદામમાંથી વસ્તુ રવાના કરવામાં આવે અને તે ખરીદનારના ગોદામ સુધી પહોંચે તે દરમિયાન માર્ગમાં વિવિધ પ્રકારનું વધારાનું ખર્ચ કાઢે છે; જેમ કે વેચનારના સ્થળેથી નજીકના રેલવે-સ્ટેશન સુધીનું વહન-ખર્ચ, વેચનારના રેલવે-સ્ટેશનથી ખરીદનારના રેલવે-સ્ટેશન સુધીનું નૂર, ઑક્ટ્રોય જકાત, રેલવે-સ્ટેશનથી ખરીદનારના…

વધુ વાંચો >

કુલોમ્બનો નિયમ

Jan 6, 1993

કુલોમ્બનો નિયમ (Coulomb’s law) : બે વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણનાં બળોનું નિયંત્રણ કરતો નિયમ. અસમાન વિદ્યુતભાર એકબીજાને આકર્ષે છે અને સમાન વિદ્યુતભાર અપાકર્ષે છે. પ્રાયોગિક ચોકસાઈ(accuracy)ની મર્યાદામાં, કુલોમ્બે દર્શાવ્યું કે બે વિદ્યુતભાર q1 અને q2 વચ્ચેનું આકર્ષણ કે અપાકર્ષણનું કુલોમ્બ બળ F, તેમને છૂટા પાડતા અંતર rના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યારપછી થયેલા કાર્ય…

વધુ વાંચો >

એલિફન્ટા

Jan 22, 1991

એલિફન્ટા : મુંબઈથી 8 કિમી. દૂર અરબી સમુદ્રમાં આવેલો ટાપુ. ત્યાં આવેલી શૈવ ગુફાઓ અને તેમાંનાં શિલ્પોને કારણે, વિશેષ તો ત્રિમુખધારી મહેશની મૂર્તિને લીધે પ્રસિદ્ધ છે. ગેટ વે ઑવ્ ઇન્ડિયાએથી સ્ટીમલૉન્ચ દ્વારા ત્યાં જવાની વ્યવસ્થા છે. આ ટાપુ 5.2 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તેનું સ્થાનિક નામ ઘારાપુરી છે. આ નામ અગ્રહારપુરી પરથી ઊતરી આવ્યું હોવાનું…

વધુ વાંચો >

પ્રદૂષણ (pollution)

Feb 9, 1999

પ્રદૂષણ (pollution) માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક દ્રવ્યોના પ્રવેશ દ્વારા તથા કેટલીક કુદરતી ઘટનાઓની અસર રૂપે પર્યાવરણના સમતોલનને જોખમાવતી પ્રક્રિયા. પ્રદૂષણનું વર્ગીકરણ આ પ્રમાણે થઈ શકે : (i) વાયુ-પ્રદૂષણ, (ii) જળ-પ્રદૂષણ, (iii) રાસાયણિક પ્રદૂષણ, (iv) ભૂ-ઓઝોન-પ્રદૂષણ, (v) ભૂમિ-પ્રદૂષણ, (vi) ધ્વનિ-પ્રદૂષણ, (vii) કિરણોત્સર્ગી પ્રદૂષણ અને (viii) ઉષ્મીય પ્રદૂષણ. (i) વાયુ-પ્રદૂષણ : દરિયાની સપાટીએ શુદ્ધ,…

વધુ વાંચો >

ઑક્સિડેશન [એકમ પ્રક્રમ (unit process) તરીકે]

Jan 26, 1991

ઑક્સિડેશન [એકમ પ્રક્રમ (unit process) તરીકે] રાસાયણિક ઉદ્યોગમાં રસાયણોના સંશ્લેષણમાં વપરાતો અતિ ઉપયોગી પ્રક્રમ. આ પ્રક્રમોની સંખ્યા મોટી છે અને તેમના પ્રકાર તથા તેમની ચોખ્ખી અસરોમાં ઘણું વૈવિધ્ય છે. આ પ્રક્રમના અગત્યના પ્રકારો ઉદાહરણો સહિત નીચે પ્રમાણે છે : (1) વિહાઇડ્રોજનીકરણ (dehydration) પ્રાથમિક આલ્કોહૉલમાંથી આલ્ડિહાઇડ અને દ્વિતીયક આલ્કોહૉલમાંથી કિટોન મળે છે : (2) પ્રક્રિયાર્થી(substrate)માં ઑક્સિજનનો…

વધુ વાંચો >

ભૂકંપ

Jan 22, 2001

ભૂકંપ (earthquake) ભૂકંપ, કારણો, ભૂકંપને પાત્ર વિસ્તારો, ભૂકંપની અસરો, ભૂકંપનાં તત્વો, ભૂકંપલેખયંત્ર, ભૂકંપ છાયાપ્રદેશ, ભૂકંપની તીવ્રતા,  વર્ગીકરણ, દુનિયાના ભીષણ ભૂકંપો, વીસમી સદીના મુખ્ય ભૂકંપો, ભારતના ભીષણ ભૂકંપો, ભારતના ઓગણીસમી સદીથી  વીસમી સદીના ભીષણ ભૂકંપો, ભારતીય ભૂકંપોની સમીક્ષા, ગુજરાતના ભૂકંપો, છેલ્લી ચાર સદી દરમિયાન ગુજરાતમાં થયેલા ભૂકંપો,  આગાહી નિયંત્રણ અને સાવચેતી, ભૂકંપોની પ્રાચીન તવારીખ પૃથ્વીનાં પડોમાં…

વધુ વાંચો >

ધાત્વિક બંધ

Mar 28, 1997

ધાત્વિક બંધ (metallic bond) : ઘન ધાતુ અથવા મિશ્રધાતુમાં પરમાણુઓને એકબીજા સાથે જકડી રાખતું બળ. જાણીતાં તત્વો પૈકીનાં લગભગ ત્રણચતુર્થાંશ ભાગનાં ધાતુતત્વો છે. તે આ પ્રમાણેની ભૌતિક લાક્ષણિકતાઓ ધરાવે છે : (i) ઊંચી ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા, (ii) લાક્ષણિક ધાત્વિક ચળકાટ અને પરાવર્તકતા (raflectivity), (iii)  આઘાત–વર્ધનીયતા એટલે કે ટિપાઉપણું (malleability) અને પ્રતન્યતા (ductility), (iv) પ્રમાણમાં…

વધુ વાંચો >

બીથોવન, લુડવિગ ફાન

Jan 21, 2000

બીથોવન, લુડવિગ ફાન (જ. 16 ડિસેમ્બર 1770, બોન, જર્મની; અ. 26 માર્ચ, 1827, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના સમગ્ર યુરોપિયન સંગીત પર ઘેરી અસર કરનાર સમર્થ સંગીતકાર. પિતૃપક્ષે તેમના દાદા નેધર્લૅન્ડ્ઝના મૂળ વતની હતા. નામમાં જર્મન ફોન(Von)ને સ્થાને ડચ ફાન(Van)નો ઉપયોગ પણ ડચ મૂળિયાં પ્રતિ ઇશારો કરે છે. કુટુંબમાં સંગીતના સાધકો ન હોવા છતાં બાળપણમાં…

વધુ વાંચો >

ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics)

Jan 8, 1996

ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics) બળની અસર હેઠળ સમયના વિધેય (function) તરીકે પદાર્થના સ્થાનને લગતું વર્ણનાત્મક વિજ્ઞાન(એને ન્યૂટોનિયન યાંત્રિકી પણ કહે છે). યાંત્રિકી એ ભૌતિક વિજ્ઞાનની શાખા છે. તે દ્રવ્યની સાદામાં સાદી યાંત્રિકીય ગતિ સાથે સંબંધ ધરાવે છે. તેવી ગતિ દરમિયાન પદાર્થના સ્થાનમાં સમય સાથે ફેરફાર થતો હોય છે. પદાર્થ સ્થૂળ પ્રણાલી છે, જે ઘણી મોટી…

વધુ વાંચો >

બૅલે

Jan 27, 2000

બૅલે : આયોજનબદ્ધ સમૂહનૃત્યનો પાશ્ચાત્ય પ્રકાર. તેમાં સંગીતના સથવારે સુયોજિત નૃત્યગતિ વડે નર્તકો કોઈ કથાનકની રજૂઆત કરે છે અથવા કોઈ અમૂર્ત ખ્યાલનો વિકાસ પ્રસ્તુત કરે છે. ગીતકાવ્યપ્રધાન (lyric) રંગભૂમિનું જ તે વિસ્તૃત સ્વરૂપ લેખાય છે. તેનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે અને તેમાં સતત સંશોધન-સુધારણા તથા ભજવણી-પ્રક્રિયાની દસ્તાવેજી સામગ્રી સચવાયેલી છે. ઑપેરા અને બૅલે –…

વધુ વાંચો >