Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

કેશાકર્ષણ

Jan 20, 1993

કેશાકર્ષણ (capillarity) : ખૂબ નાના વ્યાસ (diameter) કે વેહ(bore)વાળી, બંને છેડે ખુલ્લી કેશનળી(capillary tube)ને, પ્રવાહીમાં ઊર્ધ્વ રાખતાં નળીમાંના પ્રવાહીની સપાટી, બહારના પ્રવાહીની સપાટી કરતાં ઊંચી કે નીચી હોવાની એક ભૌતિક ઘટના. આ ગુણધર્મ દર્શાવતી નળીને, લૅટિન ભાષાના શબ્દ capilla (= વાળ જેવી) ઉપરથી, કેશનળી કહે છે. કેશાકર્ષણની ઘટના પ્રવાહીના પૃષ્ઠ-તણાવ(surface tension T)ને કારણે ઉદભવતી હોય…

વધુ વાંચો >

કૅર્યોફાઇલેસી

Jan 19, 1993

કૅર્યોફાઇલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 88 પ્રજાતિઓ અને લગભગ 1,750 જેટલી જાતિઓનો સમાવેશ, કરવામાં આવ્યો છે. તેની સૌથી મોટી પ્રજાતિઓ Silene (500 જાતિઓ), Dianthus (350 જાતિઓ), Arenaria (160 જાતિઓ) અને Stellaria, Cerastium, Lychnis અને Gypsophila (પ્રત્યેક લગભગ 100 જાતિઓ) છે. આ કુળની ગુજરાતમાં 4 પ્રજાતિઓ થાય છે : વેકરી (Vaccaria…

વધુ વાંચો >

ઑઇલ મિલ (તેલીબિયાં પીલવાની)

Jan 26, 1991

ઑઇલ મિલ (તેલીબિયાં પીલવાની) : તેલયુક્ત વનસ્પતિજ પેદાશોમાંથી તેલ કાઢવાનું સંયંત્ર (plant). મનુષ્યને તૈલી પદાર્થનો પરિચય તેણે શિકાર કરેલાં પ્રાણીઓની ચરબી મારફત થયો હોવો જોઈએ એમ માનવાને કારણ છે. હાલમાં પણ આદિવાસીઓ મુખ્યત્વે શિકાર કરેલાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ તૈલી પદાર્થો તરીકે કરે છે. વનસ્પતિ-તેલો મેળવવા માટે કેટલીક યાંત્રિક સગવડો જરૂરી હોઈ આવાં તેલોની શરૂઆત કાંસ્યયુગથી…

વધુ વાંચો >

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો

Jan 2, 1990

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો : ચલચિત્ર, બોલપટ કે સિનેકૃતિ મુખ્યત્વે વીસમી સદીની પેદાશ છે. પ્રારંભિક ચલચિત્રો મૂગાં સમાચારદર્શન કે ટૂંકાં પ્રહસનો જેવાં હતાં. તેમાં વ્યાપારી દૃષ્ટિ અને કલાનો પ્રભાવ ફ્રાંસ, અમેરિકા અને ઇંગ્લૅંડમાં ઊપસ્યો. 1901માં ફ્રાંસમાં ઝેક્કાનું ચલચિત્ર ‘હિસ્ટોઇર દ અન ક્રાઇમ’, 1903માં અમેરિકામાં પૉર્ટરનું ચલચિત્ર ‘ગ્રેટ ટ્રેન રૉબરી’ અને ઇંગ્લૅન્ડમાં 1905માં હેપ્વર્થનું…

વધુ વાંચો >

અગ્નિરોધન

Jan 2, 1989

અગ્નિરોધન (fire-proofing) : દહનશીલ પદાર્થના દહનના વેગને ઘટાડી શકે તેવી પ્રવિધિ. આગ માટે બળતણ, ઑક્સિજન અને ગરમી – આગત્રિકોણ – જરૂરી છે. આ ત્રિપુટીમાંથી એકને દૂર કરતાં આગ બુઝાઈ જાય છે. આધુનિક સંશોધને આમાં ચોથું પરિબળ – મુક્ત મૂલકો (free radicals) – ઉમેર્યું છે. આગ સતત ચાલુ રહેવાનું કારણ મુક્ત મૂલક શૃંખલાપ્રક્રિયા (chain reaction) છે.…

વધુ વાંચો >

અગ્નિશમન

Jan 3, 1989

અગ્નિશમન (Fire Fighting) આગના શમન ઉપરાંત આગનું નિવારણ (prevention) તથા આગની પરખ (detection). શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો, બાંધકામની કેટલીક સામગ્રીની દહનશીલતા, દહનશીલ પદાર્થોનો વધુ વપરાશ (રાંધણગૅસ, પ્લાસ્ટિક વગેરે), વીજળી વાપરતાં સાધનોનો રોજિંદો વપરાશ વગેરેને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. તેલના કૂવાઓનું શારકામ, ખનિજતેલનું શુદ્ધીકરણ, પેટ્રોલ જેવા અતિજ્વલનશીલ પદાર્થોનો મોટા પ્રમાણમાં સંગ્રહ, જ્વલનશીલ…

વધુ વાંચો >

અચેતન મન

Jan 3, 1989

અચેતન મન : માનવમનના ત્રિવિધ સ્તરમાંનું એક. સમગ્ર માનવજાતના ઇતિહાસના વિવિધ તબક્કે અનેક કવિઓ અને ચિંતકો દ્વારા અચેતન મન અંગે વિચારણા હંમેશાં થતી આવી છે. પરંતુ મનોવિજ્ઞાનના વિજ્ઞાન તરીકેના વિકાસના ઇતિહાસમાં અચેતન મન અંગેના ખ્યાલની સૌપ્રથમ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રજૂઆત કરવાનો યશ મનોવિશ્ર્લેષણવાદના પ્રસ્થાપક ડૉ. સિગમંડ ફ્રૉઇડ(ઈ. સ. 1856–1939)ને ફાળે જાય છે. ફ્રૉઇડના મત મુજબ,…

વધુ વાંચો >

અધિશોષણ

Jan 8, 1989

અધિશોષણ (adsorption) : ઘન, પ્રવાહી અથવા વાયુરૂપ પદાર્થ(અધિશોષ્ય, adsorbate)નું, બીજા ઘન અથવા પ્રવાહી પદાર્થ(અધિશોષક, adsorbant)ની સપાટી કે આંતરપૃષ્ઠ (interface) ઉપર આસંજન દ્વારા સંકેન્દ્રિત થવું. અધિશોષણ પ્રાવસ્થા વચ્ચેનાં આંતર-આણ્વિક બળો(intermolecular forces)ને આભારી હોય છે. તે એક પૃષ્ઠઘટના છે. વિશોષણ (desorption) એ અધિશોષણથી વિરુદ્ધની પ્રક્રિયા છે. ઘણી જૈવિક તથા ઔદ્યોગિક ઉત્પાદન-પ્રક્રિયાઓમાં અધિશોષણ અગત્યની પ્રક્રિયા છે. અધિશોષણને દ્રવ્ય…

વધુ વાંચો >

અપ્રાચલીય પદ્ધતિઓ

Jan 12, 1989

અપ્રાચલીય પદ્ધતિઓ (nonparametric methods) : માહિતીનાં અવલોકનો પ્રમાણ્ય, ઘાતાંકીય કે અન્ય પ્રાચલીય વિતરણ(parametric distribution)ને અનુસરતાં ન હોય તેવી પરિસ્થિતિ. એકત્ર કરેલી માહિતીનું પૃથક્કરણ કરવા માટે આ પદ્ધતિઓનો વિકાસ થયો છે. પ્રાચલીય અનુમાનની પ્રશિષ્ટ પદ્ધતિઓના અભ્યાસમાં આપેલ સમષ્ટિના સંભાવના-વિતરણ(probability distribution)નું ગાણિતિક સ્વરૂપ કેટલીક વિશિષ્ટ ધારણાઓ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવે છે. આ સ્વરૂપમાં આવતા અજ્ઞાત પ્રાચલોનું આગણન…

વધુ વાંચો >

અર્ધવાહકો

Jan 20, 1989

અર્ધવાહકો (Semi-conductors) સુવાહકો (good conductors) અને અવાહકો (bad conductors or insulators) વચ્ચેની વાહકતા ધરાવનાર પદાર્થો. વૈદ્યુત (electrical) ગુણધર્મોમાં વિદ્યુત-વાહકતા ઘણી અગત્યની છે. મોટાભાગની ધાતુઓ સુવાહક હોય છે. તેમની વીજ-પ્રતિરોધકતા (resistivity) 10-6 ઓહ્મ-સેમી.થી ઓછી હોય છે. વિદ્યુત-ઉપકરણો(appliances)માં વપરાતા તાંબાની પ્રતિરોધકતા 1.7 × 10-6 ઓહ્મ-સેમી. છે. આથી વિરુદ્ધ જે પદાર્થોની પ્રતિરોધકતા 105 ઓહ્મ-સેમી. કરતાં વધારે હોય તેમને…

વધુ વાંચો >