Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય

Jan 20, 2007

સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય સંગીત : સ્વરના માધ્યમે અભિવ્યક્ત થતી લલિતકલા. અહીં સ્વર એટલે સૂર. નિશ્ચિત એવા નાદની નિશ્ચિત અને સ્થિર ઊંચાઈ તે સૂર જેને સંગીતની પરિભાષામાં સા, રે, ગ, મ, પ, ધ, નિ એવી સાત અક્ષરસંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સાહિત્યનું માધ્યમ ભાષા અને સંગીતનું માધ્યમ સૂર કે સ્વર : આ બંને અભૌતિક અને…

વધુ વાંચો >

સંગીતવાદ્યોનું શાસ્ત્ર

Jan 20, 2007

સંગીતવાદ્યોનું શાસ્ત્ર : સંગીતવાદ્યોમાં ધ્વનિની ઉત્પત્તિ, જરૂરી વિવર્ધન તથા ગુણવત્તા(quality)ની જાળવણીને લગતું વિજ્ઞાન. સંગીતના હેતુ માટે મુક્ત (free) કંપનો (vibrations) અને પ્રણોદિત (forced) કંપનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત માત્ર કંપનો કરતાં કેટલાંક તંત્રો સંગીત માટે અનુકૂળ હોતાં નથી તે માટેનાં બે કારણો છે : એક, ઘણું કરીને કંપનોની સામાન્ય રીતિઓ (common modes) અસ્વરિત…

વધુ વાંચો >

સંરચના-સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR)

Jan 25, 2007

સંરચના–સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR) : ઔષધની રાસાયણિક સંરચના અને તેની સક્રિયતા અથવા ક્રિયાશીલતા વચ્ચેનો સંબંધ. ઔષધો એવા રાસાયણિક પદાર્થો છે જે જીવંત પ્રાણીઓના કાર્ય(function)ને અસર કરે છે અને તેથી રોગની સારવાર કરવા, તેને અટકાવવા અથવા તેની પરખ માટે ઉપયોગમાં લેવાય છે. શરૂ શરૂમાં કુદરતી રીતે ઉપલબ્ધ પદાર્થોનો ઔષધ તરીકે ઉપયોગ થતો. આવાં ઔષધો વિવિધ…

વધુ વાંચો >

હર્ઝબર્ગ ગરહાર્ડ (Herzberg Gerhard)

Feb 4, 2009

હર્ઝબર્ગ, ગરહાર્ડ (Herzberg, Gerhard) (જ. 29 ડિસેમ્બર 1904, હેમ્બુર્ગ, જર્મની; અ. 3 માર્ચ 1999, ઓટાવા, કૅનેડા) : પારમાણ્વિક અને આણ્વિક સ્પૅક્ટ્રમિકી(સ્પેક્ટ્રમવિજ્ઞાન, spectroscopy)માં મહત્વનું સંશોધન કરનાર અને 1971ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા જર્મન-કેનેડિયન ભૌતિકવિજ્ઞાની. જર્મનીમાં જ શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ 1928માં ડાર્મસ્ટાડ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી સ્નાતક થયા. 1930માં ત્યાં જ બિનપગારી વ્યાખ્યાતા (Privatdozent; unsalaried lecturer)…

વધુ વાંચો >

પરોક્ષ શોષણ

Feb 10, 1998

પરોક્ષ શોષણ : કોષમાં ક્ષારોનું થતું અચયાપચયિક (non-metabolic) શોષણ. વનસ્પતિકોષને ક્ષારોના નીચી સાંદ્રતાવાળા માધ્યમમાંથી ઊંચી સાંદ્રતા ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે આયનોનું શરૂઆતમાં ઝડપથી શોષણ થાય છે અને ત્યાર પછી ચયાપચયિક નિયમન હેઠળ એકધારું ધીમું શોષણ થાય છે. આરંભિક ઝડપી શોષણ પર તાપમાન કે ચયાપચયિક અવરોધકોની અસર થતી નથી એટલે કે આ પ્રક્રિયા સાથે ચયાપચયિક…

વધુ વાંચો >

હેમન્ડ–અભિધારણા (Hammond postulate)

Feb 19, 2009

હેમન્ડ–અભિધારણા (Hammond postulate) : રાસાયણિક પ્રક્રિયાઓની બાબતમાં ક્રિયાશીલતા (reactivity) તથા ચયનાત્મકતા (વરણાત્મકતા, selectivity) વચ્ચેનો સંબંધ દર્શાવતી અભિધારણા. હેમન્ડે 1955માં તે રજૂ કરી હતી. તેને હેમન્ડલેફ્લર અભિધારણા પણ કહે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક અગત્યની બાબત એ નીપજોને પ્રક્રિયકોથી અલગ પાડતો એક ઊર્જા-અંતરાય (energy barrier) છે. પ્રક્રિયકોએ નીપજોમાં ફેરવાવા માટે આ અંતરાય ઓળંગવો પડે. અંતરાયની…

વધુ વાંચો >

હૅમ્લેટ પ્રિન્સ ઑફ ડેન્માર્ક (1601)

Feb 19, 2009

હૅમ્લેટ, પ્રિન્સ ઑફ ડેન્માર્ક (1601) : વિશ્વના મહાન અંગ્રેજ કવિ-નાટકકાર શેક્સપિયર(1564–1616)ની પ્રસિદ્ધ ટ્રૅજેડી (કરુણાંત નાટક). નાટકની રચના સર્જકના 1601થી 1608 વર્ષોનાં પરિપક્વ સર્જનકાળ દરમિયાન થઈ હતી; એ જ સમયગાળામાં ‘ઑથેલો’, ‘કિંગ લિયર’ અને ‘મૅકબેથ’ એ ત્રણ અન્ય મહાન કરુણાંત નાટકો પણ રચાયાં હતાં. ‘હૅમ્લેટ’ અતિ પ્રસિદ્ધ અને બહુચર્ચિત નાટક છે. શેક્સપિયરની આ ચારે ટ્રૅજેડીઓમાં પાત્રવિશેષની…

વધુ વાંચો >

હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન

Feb 20, 2009

હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન (જ. 26 જાન્યુઆરી 1715, પૅરિસ; અ. 26 ડિસેમ્બર 1771, વોરે, ફ્રાંસ) : ફ્રેંચ લેખક, ચિંતક અને એન્સાયક્લોપીડિટ્સ. જેમની નૈતિક અને સામાજિક વિચારસરણીએ ઉપયોગિતાવાદની ચિંતનની શાખા વિકસાવી. આ શાખાના પિતા તરીકે જર્મી બેન્થામનું નામ જાણીતું છે. જોકે બેન્થામે તેના વૈચારિક પ્રભાવનો સ્વીકાર કર્યો છે. પૅરિસમાં જન્મેલા આ ચિંતકના પિતા ફ્રાન્સની રાણીના મુખ્ય તબીબ…

વધુ વાંચો >

સર્કેડિયન તાલબદ્ધતા (દૈનિક તાલબદ્ધતા)

Jan 14, 2007

સર્કેડિયન તાલબદ્ધતા (દૈનિક તાલબદ્ધતા) : પ્રકાશ અને અંધકારનાં દૈનિક ચક્રોના ફેરફારના સંદર્ભમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા દર્શાવાતી તાલબદ્ધ (rhythmic) વર્તણૂક. ‘સર્કેડિયન’ લૅટિન ભાષામાંથી ઊતરી આવેલો શબ્દ છે. તેનો અર્થ ‘લગભગ એક દિવસ’ (about one day) થાય છે. સર્કેડિયન તાલબદ્ધતાનાં ઉદાહરણોમાં પર્ણો અને દલપત્રોનું હલનચલન, પર્ણરંધ્ર(stomata)નું ખૂલવું અને બંધ થવું, પીલોબોલસ અને ન્યૂરોસ્પોરા જેવી ફૂગની વૃદ્ધિ…

વધુ વાંચો >

પાણકુંભો (જળશૃંખલા)

Jan 6, 1999

પાણકુંભો (જળશૃંખલા) : એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા એરેસી (સૂરણાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pstia stratiotes Linn. (સં. જલકુમ્ભિકા, વારિપર્ણો, હિં. જલકુમ્ભી; બં. ટાકાપાના; મ. પ્રાશની, પાણકુંભી, ગોંડાલી, સેડવેલ, શેર્વળ; ગુ. પાણકુંભો, જળશૃંખલા; તા. આગમાતમારાઈ; તે. આનેટેરીટામાર; મલ. કુટાપાયલ, મુટ્ટાપાયલ; ક. આંતરાગંગે; ઉ. બોરાઝાંઝી; અં. વૉટર લેટિસ, ટ્રૉપિકલ ડકવીડ) છે. વિતરણ : તે ઉષ્ણ અને…

વધુ વાંચો >