Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

મૂત્રપિંડી, કોષ્ઠીરોગો

Feb 12, 2002

મૂત્રપિંડી, કોષ્ઠીરોગો (Cystic Dieases of Kidney) : મૂત્રપિંડમાં થતા પ્રવાહી ભરેલી પોટલી(કોષ્ઠ)વાળા રોગો. મૂત્રપિંડી કોષ્ઠ(renal cyst)માં પ્રવાહી અથવા અર્ધઘન દ્રવ્ય ભરેલું હોય છે અને તેની અંદરની દીવાલ પર અધિચ્છદ(epithelium)નું આચ્છાદન (lining) હોય છે. મૂત્રપિંડમાં અનેક મૂત્રકો (nephrons) હોય છે. તેઓ લોહીની અશુદ્ધિઓને ગાળનારા મુખ્ય એકમો છે. તેના બે મુખ્ય ભાગ છે : ગળણી આકારનું બાઉમેનનું…

વધુ વાંચો >

મૂલ્ય

Feb 13, 2002

મૂલ્ય : કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની શક્તિ દર્શાવતો ખ્યાલ અથવા વિભાવના. અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સંદર્ભ ઉપયોગિતા અથવા તુષ્ટિગુણમૂલ્ય સાથે નહિ, પરંતુ વિનિમય-મૂલ્ય સાથે હોય છે. બીજી રીતે કહીએ તો મૂલ્ય એટલે કોઈ એક વસ્તુ કે સેવાની ખરીદશક્તિ. મૂલ્યની વિભાવના હવા, પાણી કે સૂર્યપ્રકાશ જેવી સર્વસુલભ વસ્તુઓ સાથે નહિ, પરંતુ આર્થિક…

વધુ વાંચો >

મૂળભૂત અચળાંકો

Feb 13, 2002

મૂળભૂત અચળાંકો (Fundamental Constants) : સમગ્ર વિશ્વમાં બદલાતા ન હોય તેવા પ્રાચલો (parameters). દા.ત., ઇલેક્ટ્રૉન ઉપરનો વીજભાર (e), મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ (c), પ્લાંકનો અચળાંક (h) વગેરે. મૂળભૂત ભૌતિક અચળાંકોનાં વિશ્વાસપાત્ર મૂલ્યો બે કારણોસર જરૂરી છે. એક તો ભૌતિક સિદ્ધાંત (physical theory) પરથી માત્રાત્મક પ્રાગુક્તિ (quantitative prediction) માટે તે જરૂરી છે. તે ઉપરાંત ભૌતિકશાસ્ત્રનાં વિવિધ…

વધુ વાંચો >

રાપાકી, ઍડમ

Jan 21, 2003

રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું હતું અને શિક્ષણ દરમિયાન તેમણે…

વધુ વાંચો >

મેહૉગની

Feb 22, 2002

મેહૉગની : દ્વિદળી વર્ગમાં આવેલા મૅલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Swietenia mahagoni Jacq. (બં. મહગોની; તે. મહગોની ચેટ્ટુ, મહગોની ચેક્કા; ત. મહ્ગોની સીમીનુક્કુ; મલ. ચેરીઆ મહગોની, મહગોની; અં. જમૈકા મેહૉગની ટ્રી) છે. તેની બીજી જાતિ S. macrophylla King. (બં. બારા-મહગોની; મલ. મહગોની; અં. હાડુરાસ, કોલંબિયન, મેક્સિન, બ્રાઝિલિયન, પેરુવિયન મેહૉગની ટ્રી) છે. S. mahagoni…

વધુ વાંચો >

રાસાયણિક સમતોલન

Jan 27, 2003

રાસાયણિક સમતોલન : પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતી એક એવી સ્થિતિ કે જેમાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતામાં કોઈ દેખીતો ફેરફાર થતો નથી. પ્રતિવર્તી પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે કે જેમાં નીપજો ઉત્પન્ન થતાંની સાથે તેમની વચ્ચે પ્રક્રિયા થઈ મૂળ પ્રક્રિયકો પાછા ઉત્પન્ન થાય છે; દા. ત., A B   . હવે અચળ તાપમાને દરેક પ્રક્રિયાનો…

વધુ વાંચો >

વલ્કેનાઇઝેશન

Jan 19, 2005

વલ્કેનાઇઝેશન : અપરિષ્કૃત (crude) રબરને ગંધક અથવા ગંધકનાં સંયોજનો સાથે ગરમ કરી તેને સખત અને ઉપયોગી સ્વરૂપમાં ફેરવવાની વિધિ. 1839માં અમેરિકાના ચાર્લ્સ ગુડઇયર દ્વારા એક પ્રયોગ દરમિયાન સલ્ફર અને રબરનું મિશ્રણ અકસ્માતે ગરમ સ્ટવ ઉપર ઢોળાઈ જતાં ગરમી વડે સંસાધન (curing) થવાથી તે કઠોર (tough) અને મજબૂત બની ગયું. આમ વલ્કેનાઇઝેશનની શોધ થયેલી અને અગ્નિ…

વધુ વાંચો >

લેડ-ઍસિડ સંગ્રાહક કોષ

Jan 2, 2005

લેડ-ઍસિડ સંગ્રાહક કોષ : લેડની તકતીઓ (plates) અને વિદ્યુતવિભાજ્ય તરીકે સલ્ફ્યુરિક ઍસિડ ધરાવતા વોલ્ટીય (voltaic) કોષોનો એવો સમુચ્ચય (assembly) કે જેમાં થતી વીજરાસાયણિક (electrochemical) પ્રક્રિયા પ્રતિવર્તી હોય. તેને વીજ-સંગ્રાહક (electric accumulator) અથવા દ્વિતીયક (secondary) બૅટરી પણ કહે છે. તે રાસાયણિક ઊર્જાનું વિદ્યુતમાં અને વિદ્યુત-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં પ્રતિવર્તી રૂપાંતર કરવાના સિદ્ધાંત ઉપર રચાયેલો કોષ છે. તેમાંથી…

વધુ વાંચો >

લેન્ટિબ્યુલેરિયેસી (Lentibulariaceac)

Jan 3, 2005

લેન્ટિબ્યુલેરિયેસી (Lentibulariaceac) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ  દ્વિદળી, ઉપવર્ગ  યુક્તદલા (gamopetalae), શ્રેણી  દ્વિસ્ત્રીકેસરી, ગોત્ર  પર્સોનેલીસ, કુળ  લેન્ટિબ્યુલેરિયેસી. આ કુળ લગભગ 5 પ્રજાતિઓ અને 260 જેટલી જાતિઓનું બનેલું છે. તેના સભ્યો જલીય અને અત્યંત ભેજવાળી જગાએ થતા વનસ્પતિસમૂહનો એક મહત્ત્વનો ઘટક બનાવે છે.…

વધુ વાંચો >

શૃંખલા-પ્રક્રિયા (chain reaction)

Jan 19, 2006

શૃંખલા–પ્રક્રિયા (chain reaction) : જેમાં પ્રક્રિયાના પ્રથમ તબક્કાની નીપજો તે પછીના (ઉત્તરાવર્તી, subsequent) તબક્કાનો પ્રારંભ કરતી હોય તેવી સ્વપોષી (self-sustaining) પ્રક્રિયાઓ. રાસાયણિક શૃંખલા-પ્રક્રિયાઓ સામાન્ય રીતે મુક્ત મૂલકો (free radicals) અથવા મધ્યસ્થીઓ (intermediats) દ્વારા શ્રેણીબદ્ધ રીતે આગળ વધતી હોય છે. આવી પ્રક્રિયાઓ ક્રિયાશીલ (active) મધ્યસ્થીઓના સતત ઉદ્ભવનની લાક્ષણિકતા ધરાવે છે. ઇંધન વાયુનું દહન, ચરબીમાં ખોરાશ(rancidy)નો વિકાસ,…

વધુ વાંચો >