Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

પાતળું સ્તર (પડ) (thin film)

Jan 6, 1999

પાતળું સ્તર (પડ) (thin film) : કાચ, સિરામિક, અર્ધવાહક કે અન્ય યોગ્ય પદાર્થના આધાર (substrate) ઉપર નિર્વાત-બાષ્પીભવન (vacuum evaporation), કણક્ષેપન (sputtering) કે અન્ય પદ્ધતિ દ્વારા કોઈ યોગ્ય પદાર્થના અણુઓ કે પરમાણુઓનું સૂક્ષ્મ જાડાઈ ધરાવતું પડ. આ પાતળા સ્તરની જાડાઈ આણ્વિક અથવા પારમાણ્વિક ક્રમની હોય છે અને તે સામાન્ય રીતે ઍંગસ્ટ્રૉમ અથવા નેનોમિટરમાં માપવામાં આવે છે.…

વધુ વાંચો >

પાષાણભેદ

Jan 9, 1999

પાષાણભેદ : દ્વિદળી (મૅ+લિયોપ્સોડા) વર્ગમાં આવેલા સેક્સીફ્રેગેસી (પાષાણભેદાદિ) કુળની એક વનસ્પતિ તેનું વૈજ્ઞાનિક નામ Bergenia Ligulata Engl. syn. B. ciliata (Haw.) sternb., saxifrage ciliata (Haw.) Royle, S. ligulata Wall, S thusanode Lindi, (સં. પાષાણભેદ, શૈલગર્ભજા, વટપત્રી, અશ્મભેદ, શૈલભેદ; હિ. પાખાનભેદ, પથ્થરચૂર, સિલફોડી, સિલભેદ; ગુ. પાષાણભેદ, પાખાનભેદ; બં. પથ્થરચુરી; મ. પાષાણભેદ; તા. સિરુપિલાઈ; તે. કૉંડાપિંડી, તેલાનુરુપિંડી,…

વધુ વાંચો >

પીડા (pain)

Jan 11, 1999

પીડા (pain) પેશીને થતા નુકસાનને કારણે ઉદભવતી સંરક્ષણાત્મક, અતિતીવ્ર, તકલીફ કરતી તથા હંમેશાં કોઈક પ્રકારનો પ્રતિભાવ સર્જાવતી સંવેદના. શરીરના મોટાભાગના વિકારો કે રોગોમાં દુખાવો થાય છે. વ્યક્તિને જ્યારે દુખાવો થાય ત્યારે હંમેશાં તેને પ્રતિભાવ રૂપે કોઈક રક્ષણાત્મક ક્રિયા કરવી પડે છે; દા.ત., પગ્ પર વજનદાર વસ્તુ પડે તો તેનાથી ઉદભવતી દુખાવાની સંવેદનાને કારણે વ્યક્તિને તે…

વધુ વાંચો >

પૉર્ચ્યુલેકેસી (Portulacaceae)

Jan 23, 1999

પૉર્ચ્યુલેકેસી (Portulacaceae) : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 19 પ્રજાતિઓ અને લગભગ 580 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે વિશ્વના ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. ભારતમાં તેની 2 પ્રજાતિઓ અને આશરે 7 જાતિઓ થાય છે. Portulaca oleracea L. (લૂણી) હિમાલયમાં 1,650 મી.ની ઊંચાઈ સુધી થતી જોવા મળે છે. એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

પોલાદ

Jan 25, 1999

પોલાદ : લોખંડ (Fe) અને ૦.૦2થી 1.7% સુધી કાર્બન (C) ધરાવતી મિશ્રધાતુ. પોલાદના ગુણધર્મો પર કાર્બન ભારે અસર કરતું તત્ત્વ હોઈ તેનું પ્રમાણ ૦.૦1%ની ચોકસાઈ સુધી દર્શાવવું આવશ્યક છે. ભરતર (cast) લોખંડમાં સામાન્ય રીતે 4.5% C હોય છે. જોકે લોખંડમાં કાર્બનની મિશ્ર થવાની સીમા 6.67% ગણાય છે. કાર્બન ઉમેરવાથી લોખંડ મજબૂત અને સખત પણ બરડ…

વધુ વાંચો >

પૉલિ-એક્રિલોનાઇટ્રાઇલ

Jan 25, 1999

પૉલિ–એક્રિલોનાઇટ્રાઇલ : એક્રિલોનાઇટ્રાઇલ ઉપર આધારિત કાર્બનિક બહુલક કુટુંબના રેઝિનમય, રેસામય અથવા રબર જેવા પદાર્થોનો એક વર્ગ. લગભગ બધું પૉલિએક્રિલોનાઇટ્રાઇલ (પૉલિવિનાઇલ સાયનાઇડ) સહબહુલકો(copolymers)માં વપરાય છે. આવા સહબહુલકોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : રેસાઓ (fibres), પ્લાસ્ટિક અને રબર. બહુલકી (polymeric) સંઘટનમાં એક્રિલોનાઇટ્રાઇલ (CH2 = CH-CN)ની હાજરી તેની તાપમાન, વિવિધ રસાયણો, સંઘાત (impact) અને આકુંચનતા (flexing) સામેની પ્રતિકારકતા(resistance)માં…

વધુ વાંચો >

મીઠું

Feb 5, 2002

મીઠું : વિભિન્ન કુદરતી અને ઔદ્યોગિક પેદાશ રૂપે મળી આવતું સોડિયમ ક્લોરાઇડ નામનું અગત્યનું રાસાયણિક સંયોજન. રાસાયણિક સૂત્ર NaCl. અત્યંત શુદ્ધ સંયોજન 39.4 % સોડિયમ અને 60.6 % ક્લોરિન (આયનો રૂપે) ધરાવે છે. તે સામાન્ય લવણ (common salt) તેમજ મેજ-લવણ (table salt) કે બારીક દાણાદાર મીઠા (free flowing salt) તરીકે પણ ઓળખાય છે. લવણ-વર્ગનાં અન્ય…

વધુ વાંચો >

સ્વ-સંમોહન (selfhypnosis)

Jan 18, 2009

સ્વ-સંમોહન (selfhypnosis) : એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા. જ્યારે વ્યક્તિ પોતાની જાત પર સંમોહનની પ્રક્રિયા કરે ત્યારે તેને સ્વ-સંમોહન કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન (meditation) જેવી પરિસ્થિતિ ઉદભવે છે. ખરેખર તો ધ્યાન (meditation) એ જ એક પ્રકારનું સ્વ-સંમોહન છે. આ માટે મહાવરાની જરૂર હોય છે. નિષ્ણાત સંમોહનકર્તા પાસેથી કેવા પ્રકારનાં સૂચનો પોતાની જાતને આપી, સ્વ-સંમોહિત થવાય તેનું…

વધુ વાંચો >

સ્મૃતિ અને સ્મૃતિલોપ

Jan 16, 2009

સ્મૃતિ અને સ્મૃતિલોપ સ્મૃતિ (memory) નવી માહિતીનો કાર્યક્ષમ રીતે સંગ્રહ કરીને જાળવી રાખવાની એવી ક્રિયા, જેને લીધે સમય વીત્યા પછી જરૂર પડે ત્યારે તેને સભાન મનમાં લાવી શકાય. આમ સ્મૃતિ એટલે જ્ઞાનને મનના સંગ્રહ-કોઠારમાં મૂકવું અથવા ત્યાંથી બહાર કાઢીને એ જ્ઞાનથી ફરી સભાન બનવું. જે રીતે સંગણક યંત્ર (computer) સંચય કરેલી માહિતી ઉપર વિવિધ પ્રક્રિયા…

વધુ વાંચો >

સીઝિયમ (Caesium)

Jan 18, 2008

સીઝિયમ (Caesium) : આવર્તક કોષ્ટકના પહેલા (અગાઉના IA) સમૂહમાં આવેલું રાસાયણિક ધાતુ-તત્ત્વ. સંજ્ઞા Cs. ક્રૂઝનેખ અને દુર્ખીમના ઝરામાંના ખનિજદ્રવ્યયુક્ત પાણીના બાષ્પીભવનથી મળતા અવશેષના વર્ણપટને તપાસતાં બુન્સેન અને કિરચોફે 1860માં તેને શોધી કાઢ્યું હતું. વર્ણપટમાંની સૌથી પ્રભાવી (prominent) રેખાના વાદળી રંગ માટેના લૅટિન શબ્દ caesius (sky blue) પરથી તેને આ નામ આપવામાં આવેલું. 1881-82માં સેટરબર્ગે સીઝિયમ…

વધુ વાંચો >