Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

લિંકન, અબ્રાહમ

Jan 25, 2004

લિંકન, અબ્રાહમ (જ. 12 ફેબ્રુઆરી 1809, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા; અ. 15 એપ્રિલ 1865, વૉશિંગ્ટન ડી. સી., અમેરિકા) : અમેરિકાના તારણહાર, ગુલામોના મુક્તિદાતા, પ્રખર માનવતાવાદી અને તે દેશના 16મા પ્રમુખ. પિતા ટૉમસ લિંકન અને માતા નાન્સી હૅન્ક્સ લિંકન અત્યંત ગરીબીમાં પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. વર્જિનિયા રાજ્યમાં સ્થિર થયેલાં આ પતિ-પત્ની – બંને અક્ષરજ્ઞાન ધરાવતાં નહોતાં.…

વધુ વાંચો >

વાલેસ, ગ્રેહામ

Jan 29, 2005

વાલેસ, ગ્રેહામ (જ. 31 મે 1858, બિશપ વેરમાઉથ, સુંદરલેન, બ્રિટન; અ. 9 ઑગસ્ટ 1932, લંડન) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી અને વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના પ્રણેતા. રોસ્બરી શાળામાં 1871થી 1877 સુધી અભ્યાસ કર્યા બાદ ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1881માં સ્નાતક થયા. ત્યારબાદ 1885 સુધી લંડનની હાઈગેટ સ્કૂલ તથા અન્યત્ર શાળાના શિક્ષક તરીકે કામ કર્યું. 1885થી ’90…

વધુ વાંચો >

શવપરીક્ષણ (postmortem examination)

Jan 8, 2006

શવપરીક્ષણ (postmortem examination) : મૃત્યુદેહની ઓળખ, મૃત્યુનું કારણ તથા સમય તેમજ નવજાત શિશુના કિસ્સામાં તે જન્મ સમયે સજીવ હતું કે નિર્જીવ તે નક્કી કરવાનું પરીક્ષણ. તેને અંગ્રેજીમાં autopsy અથવા necropsy પણ કહે છે. આ પરીક્ષણમાં શવનું બાહ્ય નિરીક્ષણ, તેમાં છેદ મૂકીને અંદરના અવયવોનું નિરીક્ષણ અને જરૂર પડે ત્યારે અવયવો કે તેમાં સંગ્રહાયેલી વસ્તુઓનું રાસાયણિક પરીક્ષણ…

વધુ વાંચો >

વિકિરણજન્ય ઈજા (radiation injury)

Feb 1, 2005

વિકિરણજન્ય ઈજા (radiation injury) : વીજચુંબકીય તરંગો કે પ્રવેગી પરમાણ્વિક કણો(accelerated atomic particles)ને કારણે રચના કે ક્રિયાશીલતામાં ઉદ્ભવતી વિષમતા. અતિતીવ્ર અશ્રાવ્યધ્વનિ (ultrasound) તથા વીજચુંબકીય ક્ષેત્રોને કારણે થતી નુકસાનકારક અસરોને પણ તેમાં સમાવિષ્ટ કરાય છે. પદાર્થમાંથી વિશિષ્ટ પ્રકારનાં કિરણોરૂપી ઊર્જા બહાર નીકળે તે સ્થિતિને વિકિરણન અથવા કિરણોત્સર્ગ (radiation) કહે છે. જુદા જુદા પ્રકારનાં વિકિરણો જુદા જુદા…

વધુ વાંચો >

લોહ (iron)

Jan 9, 2005

લોહ (iron) : હીમોગ્લોબિન તથા અન્ય કોષોના શ્વસન સાથે સંકળાયેલ રંજકદ્રવ્યો(pigment)માંનો મહત્વનો ધાતુઘટક. શરીરના બધા જ કોષોને ઑક્સિજનની જરૂર પડે છે અને તેથી શરીરના બધા જ કોષોની સુખાકારી માટે લોહ એક મહત્વનું ધાતુતત્વ છે. જોકે શારીરિક વિકાસના જુદા જુદા તબક્કે જુદી જુદી પેશીને તેની જરૂર અલગ અલગ માત્રામાં પડે છે. મુક્ત લોહ શરીર માટે હાનિકારક…

વધુ વાંચો >

વસ્તુ-વેરા

Jan 21, 2005

વસ્તુ-વેરા : ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર લેવામાં આવતા કરવેરા. ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે તેવા કાચા અને તૈયાર માલ તથા વિવિધ પ્રકારની સેવાઓને વસ્તુ કહેવાય છે. મૂલ્યના સિદ્ધાંત અનુસાર કાચો માલ જેવો કે રૂ, ઊન, શણ અને પ્રાણીઓનાં રૂંવાં, તૈયાર માલ જેવો કે કાપડ, ખાંડ અને આઇસક્રીમ તથા સેવાઓ જેવી કે ટેલિફોન, પરિવહન, બૅન્કિંગ, કુશળ કારીગરની સેવા,…

વધુ વાંચો >

મૉસબાઉઅર અસર

Feb 28, 2002

મૉસબાઉઅર અસર (Mössbauer Effect) : અનુનાદ(resonance)ની સ્થિતિમાં પ્રત્યાઘાત (recoil) વિના ગૅમા કિરણનું શોષણ. મૉસબાઉઅર અસરને ન્યૂક્લિયર ગૅમા અનુનાદ-પ્રસ્ફુરણ (fluorescence) તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તો આ ઘટના વર્ણપટશાસ્ત્રનો પાયો છે. અનેકવિધ ક્ષેત્રે તેનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. પાયાના ભૌતિકવિજ્ઞાન સાથે સંકળાયેલી આ ઘટના છે. ન્યૂક્લિયસ ન્યૂનતમ ઊર્જા ધરાવતી હોય ત્યારે તેની સ્થિતિને ધરાવસ્થા…

વધુ વાંચો >

મુક્ત મૂલક

Feb 7, 2002

મુક્ત મૂલક (Free Radical) : અયુગ્મી (એકલ) ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુ અથવા અણુ કે સમૂહો. સહસંયોજક બંધનું સમાંગ વિખંડન થવાથી મૂલકો મળે છે. અયુગ્મી ઇલેક્ટ્રૉનને કારણે તે અતિક્રિયાશીલ હોય છે. સામાન્ય રીતે રસાયણવિદો આ વ્યાખ્યા માન્ય કરે છે; પરંતુ સ્પેક્ટ્રમિકીવિદો (spectroscopists) આનાથી થોડી શિથિલ વ્યાખ્યા કરે છે, જે મુજબ વાયુ-પ્રાવસ્થામાં રહેલા કોઈ પણ અલ્પસ્થાયી (transient) સ્પીસીઝ(પરમાણુ,…

વધુ વાંચો >

મુક્ત વેપાર

Feb 7, 2002

મુક્ત વેપાર (free trade) : કોઈ પણ સ્વરૂપે સરકારની દરમિયાનગીરીથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર. સરકાર દેશમાં થતી આયાતોને ઘટાડવા માટે અનેક પગલાં ભરી શકે છે. આયાતો ઉપર જકાત નાખવામાં આવે તથા આયાત થતી ચીજોનો જથ્થો (ક્વૉટા) નક્કી કરવામાં આવે છે તે તેના સર્વસામાન્ય માર્ગો છે. તેની સાથે સરકાર વિવિધ વહીવટી પગલાં ભરીને પણ આયાતોને ઘટાડતી હોય…

વધુ વાંચો >

મુક્ત વેપાર વિસ્તાર

Feb 7, 2002

મુક્ત વેપાર વિસ્તાર : વેપારમાં વૃદ્ધિ કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય અથવા મહદ્અંશે સમાન વિચારસરણી ધરાવતાં રાષ્ટ્રોએ વિકસાવેલું પ્રાદેશિક બજારક્ષેત્ર. પ્રત્યેક રાષ્ટ્રનાં આંતરિક બજારો સામાન્ય રીતે સાંકડાં હોય છે, તેથી આધુનિક ઉદ્યોગીકરણ, તાંત્રિક પરિવર્તન અને ઉચ્ચ સ્તરની અર્થવ્યવસ્થા માટે તેમની શક્તિ મર્યાદિત હોય છે. આ વિઘ્ન દૂર કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય અથવા મહદ્અંશે સમાન વિચારસરણી ધરાવતાં…

વધુ વાંચો >