Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

વિભંજન (cracking)

Feb 13, 2005

વિભંજન (cracking) : ઉષ્મા વડે ઉચ્ચ અણુભારવાળાં રાસાયણિક સંયોજનો(ખાસ કરીને હાઇડ્રોકાર્બનો)નું વિઘટન કરી ઓછા અણુભારવાળાં સંયોજનો મેળવવાની પ્રવિધિ. સંયોજનોમાંના રાસાયણિક આબંધો(બંધનો, bonds)ને તોડી હાઇડ્રોકાર્બનોના અણુભાર ઘટાડવા માટે પેટ્રોલિયમ ઉદ્યોગમાં તે વધુ ઉપયોગમાં લેવાય છે. ગૅસોલીન માટેના શાખાન્વિત (branched) હાઇડ્રોકાર્બનો તથા ઇથીન અને અન્ય આલ્કીનો(alkenes)ના સ્રોતરૂપ હોવાથી તે એક અગત્યની પ્રવિધિ છે. કુદરતી ખનિજતેલ સ્નિગ્ધ (viscous),…

વધુ વાંચો >

વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી)

Feb 18, 2005

વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) ઉચ્ચ શિક્ષણ માટેની તથા ડિગ્રી આપવાનો અધિકાર ધરાવતી સંસ્થા. વિશ્વવિદ્યાલયના નામે વિવિધ દેશોમાં જુદા જુદા સમયે જે સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં છે તેમનાં સ્વરૂપ, કાર્યક્ષેત્ર તથા કામગીરીમાં જે વૈવિધ્ય માલૂમ પડ્યું છે તેને નજર સમક્ષ રાખીએ તો વિશ્વવિદ્યાલયની કોઈ સર્વસામાન્ય કે સર્વગ્રાહી વ્યાખ્યા થઈ શકે તેમ નથી. યુરોપમાં યુનિવર્સિટીઓ : આધુનિક યુનિવર્સિટીઓનું મૂળ યુરોપમાં…

વધુ વાંચો >

વિષમાંગ-સંતુલન (heterogeneous equilibrium)

Feb 20, 2005

વિષમાંગ-સંતુલન (heterogeneous equilibrium) : જેમાં ભાગ લેતા પદાર્થો એક કરતાં વધુ પ્રાવસ્થાઓ(phases)માં હોય તેવું સંતુલન (સમતોલન). પદાર્થ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવી શકતો હોઈ જો બે પ્રાવસ્થાઓ વચ્ચે સંતુલન સ્થપાય તો ત્રણ રીતે આ પ્રકારનું સંતુલન સ્થપાઈ શકે : પ્રવાહી અને વાયુ વચ્ચે (પ્રવાહી-વાયુ) સંતુલન; ઘન અને વાયુ (ઘન-વાયુ) સંતુલન; અને ઘન તથા પ્રવાહી…

વધુ વાંચો >

સાંઈનાથ પાલાગુમ્મી

Jan 9, 2008

સાંઈનાથ, પાલાગુમ્મી (જ. 1957, આંધ્રપ્રદેશ) : પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મક પ્રત્યાયન માટે 2007ના વર્ષનો રેમન મૅગ્સેસે પુરસ્કાર મેળવનાર પત્રકાર. એશિયા ખંડના નોબેલ પુરસ્કારની બરોબરીનો આ પુરસ્કાર 50,000 ડૉલરનું મૂલ્ય ધરાવે છે; જે સપ્ટેમ્બર, 2007માં તેમને એનાયત થયો. પાલાગુમ્મી સાંઈનાથ તેમણે ચેન્નાઈની લૉયોલા કૉલેજમાં અભ્યાસ દરમિયાન સામાજિક સમસ્યાઓને રાજકીય અભિગમથી તપાસવાની દૃષ્ટિ કેળવવા માંડી. ચેન્નાઈ છોડી…

વધુ વાંચો >

વૃદ્ધિ અને વિકાસ (વનસ્પતિશાસ્ત્ર)

Feb 24, 2005

વૃદ્ધિ અને વિકાસ (વનસ્પતિશાસ્ત્ર) સજીવનું એક અગત્યનું લક્ષણ. એકકોષી યુગ્મનજ (zygote) સૂક્ષ્મદર્શી કોષમાંથી ક્રમશ: વિભાજનો અને વિભેદનો પામી વર્ષો પછી 120 મી. ઊંચી અને 12 મી.નો થડનો ઘેરાવો ધરાવતું સિક્વોયા નામનું મહાકાય વૃક્ષ વિકાસ પામે છે. પ્રાણીઓમાં ચોક્કસ અને સીમિત પ્રકારની વૃદ્ધિ હોય છે. વનસ્પતિને અનુકૂળ સંજોગો મળતા અપરિમિત વૃદ્ધિ અને વિકાસ પામે છે. વનસ્પતિ-વૃદ્ધિ…

વધુ વાંચો >

વેલ્વિત્સિયેસી

Feb 27, 2005

વેલ્વિત્સિયેસી : અનાવૃતબીજધારી વનસ્પતિઓના ક્લેમીડોસ્પર્મોપ્સિડા વર્ગનું એક કુળ. આ કુળમાં એકમાત્ર વનસ્પતિ Welwitschia mirabilisનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં વૅલ્વિસના અખાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકિનારે અને એન્જોલામાં થાય છે. તે વર્ષ દરમિયાન 2.5 સેમી.થી પણ ઓછો વરસાદ થતો હોય તેવી અત્યંત શુષ્ક આબોહવામાં થાય છે. પ્રકાંડ આડા ઉપવલયી (elliptical) સલગમ આકારનું અને દ્વિખંડી…

વધુ વાંચો >

રુધિરબૅન્ક (blood bank)

Jan 3, 2004

રુધિરબૅન્ક (blood bank) : લોહી મેળવતી, સંઘરતી, તેના પર જરૂરી પ્રક્રિયાઓ કરી તેના ઘટકો છૂટા પાડતી તથા લોહી કે તેના ઘટકોનું સારવાર માટે વિતરણ કરતી સંસ્થા. એનો સહકાર લઈ સારવાર માટે દર્દીને લોહી ચડાવી શકાય તેવી હાલની શાસ્ત્રીય પ્રક્રિયા કરી શકાય છે. આવું કાર્ય કરતા કેન્દ્રને રૂઢિગત રીતે બૅન્ક કહે છે. વિવિધ કેન્દ્રોને સંકલિત કરીને…

વધુ વાંચો >

રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો

Jan 6, 2004

રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો પાઇન અને ચીડ પ્રકારનાં વૃક્ષો તથા અન્ય છોડવામાંથી મળી આવતા ઔષધીય ગુણ ધરાવતા ઘટકો. રેઝિન એ પાઇન અને ચીડ જેવાં વૃક્ષોમાંથી ઝરતો અને હવામાં સખત બની જતો પદાર્થ છે, જ્યારે લિગ્નિન એ કાષ્ઠીય (woody) છોડવાની કોષદીવાલોમાંથી મળી આવતો કુદરતી બહુલક છે. તેમનો સીધો યા આડકતરો ઉપયોગ વાનસ્પતિક કુદરતી ઔષધો તરીકે…

વધુ વાંચો >

રેડૉક્સ-વિભવ (redox potential)

Jan 7, 2004

રેડૉક્સ-વિભવ (redox potential) : ઉપચયન(oxidation) અપચયન(reduction)ની પ્રક્રિયામાં મુક્ત ઊર્જા(free energy)માં થતો ફેરફાર. તે પ્રમાણિત (standard) રેડૉક્સવિભવ તરીકે વીજ-રાસાયણિક એકમોમાં અભિવ્યક્ત થઈ શકે છે. ઉપચયન દરમિયાન કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી એક કે તેથી વધારે ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે. ઊર્જાના સંદર્ભમાં તે ઉષ્માત્યાગી પ્રક્રિયા છે. અપચયનની પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પદાર્થ એક કે તેથી વધારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે…

વધુ વાંચો >

લિગેન્ડ  ક્ષેત્રવાદ (Ligand field theory, LFT)

Jan 22, 2004

લિગેન્ડ  ક્ષેત્રવાદ (Ligand field theory, LFT) સંક્રમણ (transition) તત્વો અથવા વિરલ મૃદા (rare earth) તત્વોનાં સંકીર્ણ સંયોજનોની રંગ અને અનુચુંબકતા (paramagnetism) જેવી અગત્યની લાક્ષણિકતાઓને લિગેન્ડ વડે થતા ઊર્જાસ્તરો(energy levels)ના વિપાટન (વિદારણ, splitting) દ્વારા સમજાવતો સિદ્ધાંત. તે સ્ફટિક-સિદ્ધાંત(crystal field theory)નું વિસ્તરણ છે. વર્નર અને તેમના સમકાલીનો તથા લુઇસ અને સિજવિકના ઇલેક્ટ્રૉનયુગ્મ(electron pair)-આબંધન (bording) અંગેનાં સંશોધનોએ એ…

વધુ વાંચો >