નૉટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો લંબાઈ એકમ. નૉટિકલ માઈલ એ પૃથ્વીના કેન્દ્રમાંથી એક અંશ(degree)ના સાઠમા ભાગ(એટલે કે એક મિનિટ)ના ખૂણાની ચાપ(arc)ની પૃથ્વીની સપાટી પરની લંબાઈ, જે  6080 ફૂટ (1.15 માઈલ અથવા 1.85 કિમી.) થાય. નૉટિકલ માઈલ મૂળ ‘નૉટ’ શબ્દ સાથે સંબંધ ધરાવે છે. નૉટ એ વહાણોની ગતિ માપવાનો એકમ છે. એક નૉટની ગતિ એટલે…

વધુ વાંચો >

નોત્રદામ પર્વતમાળા : કૅનેડાના ક્વિબેક પ્રાંતના પૂર્વમાં આવેલી પર્વતમાળા. યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં આવેલા ઍપેલેશિયન પર્વતસંકુલનું તેમજ વરમૉન્ટ રાજ્યમાં આવેલા ‘ગ્રીન માઉન્ટેન્સ’નું તે ઈશાનતરફી વિસ્તરણ છે. આ પર્વતમાળા નૈર્ઋત્ય-ઈશાન ઉપસ્થિતિ(trend)વાળી છે અને સેન્ટ લૉરેન્સ નદીની દક્ષિણે તેને લગભગ સમાંતર ચાલી જાય છે. ગૅસ્પ દ્વીપકલ્પની મધ્યમાંથી આરપાર જતી આ પર્વતમાળા ઈશાન કોણ તરફ આશરે 800 કિમી.ની…

વધુ વાંચો >

નૉત્રદામ, પૅરિસ : બારમી સદીમાં યુરોપમાં પ્રચલિત ગૉથિક સ્થાપત્ય-શૈલીથી ફ્રાન્સમાં બનાવાયેલ ઉત્કૃષ્ટ ચર્ચ. ઊંચી છતને ટેકવતા કમાનદાર ટેકા, ઊંચી ટોચ-રચના, વિશાળ રોઝ બારી તથા રમ્ય કોતરણીવાળો વિશાળ સન્મુખ ભાગ જેવી આ ચર્ચની રચના-વિશેષતા પાછળથી ફ્રાન્સના ગૉથિક સ્થાપત્યની લાક્ષણિકતા બની રહી. ઈ. સ. 1163થી 1250ના ગાળામાં બનાવાયેલ આ ચર્ચની મુખ્ય ધરી અકસ્માતે કે સહેતુક મધ્યમાંથી વળેલી…

વધુ વાંચો >

નોધા ગૌતમ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા કવિઓમાંના એક ઋષિ. ઋગ્વેદનાં કુલ દસ મંડળમાંથી ફક્ત પહેલા મંડળમાં તેમણે મનથી જોયેલાં સૂક્તો રહેલાં છે. નોધા નામના ઋષિ ઋગ્વેદના આઠમા મંડળના 88મા સૂક્તના અને નવમા મંડળના 93મા સૂક્તના મંત્રદ્રષ્ટા છે, પરંતુ તે ઋષિ આ નોધા ગૌતમ ઋષિથી તદ્દન અલગ છે. નોધા ગૌતમ ઋષિએ ઋગ્વેદના પહેલા મંડળના સૂક્ત 58થી 64…

વધુ વાંચો >

નૉનસ્ટોઇકિયોમૅટ્રિક સંયોજનો : જેમાં તત્વોના પરમાણુઓની સાપેક્ષ સંખ્યા સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર વડે દર્શાવી શકાતી ન હોય તેવાં સંયોજનો. તત્વયોગમિતીય, ઉચિતપ્રમાણી, માત્રાત્મક અથવા સ્ટોઇકિયોમૅટ્રિક કે ડોલ્ટનાઇડ સંયોજનો એવાં છે કે તેમાં ધનાયનો અને ઋણાયનોની સંખ્યાનો ગુણોત્તર તેમના રાસાયણિક સૂત્ર દ્વારા સૂચિત થતા ગુણોત્તર જેટલો હોય છે; દા. ત., Cu2S. પરંતુ કેટલાંક સંયોજનો રાસાયણિક સંયોજનના નિયમોનું…

વધુ વાંચો >

નોબેલ, આલ્ફ્રેડ બર્નહાર્ડ (જ. 21 ઑક્ટોબર 1833, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 10 ડિસેમ્બર 1896, સાન રે મો, ઇટાલી) : વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રતિષ્ઠાનના સ્થાપક અને ડાઇનેમાઇટના શોધક સ્વીડિશ રસાયણશાસ્ત્રી. ઇમૅન્યુઅલ નોબેલના ત્રણ પુત્રોમાંના એક. શરૂઆતમાં નોબેલ કુટુંબે 1842માં સ્વીડન છોડીને સેંટ પીટર્સબર્ગ(રશિયા)માં વસવાટ કર્યો. આલ્ફ્રેડનું શિક્ષણ ખાનગી શિક્ષકો દ્વારા થયું અને માત્ર 16 વર્ષની ઉંમરે તે…

વધુ વાંચો >

નોબેલ પુરસ્કાર આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલ દ્વારા પ્રસ્થાપિત ફંડમાંથી ત્રણ સ્વીડિશ અને એક નૉર્વેજિયન એમ ચાર ચાર સંસ્થાઓ દ્વારા પ્રતિવર્ષ એનાયત થતા વિશ્વપ્રસિદ્ધ પાંચ (1969થી છ) પુરસ્કાર. અગ્રણી સ્વીડિશ શોધક અને સાહસિક ઉદ્યોગપતિ તરીકે નોબેલ ઘણું ધન કમાયા. તેમના અવસાન બાદ તેમના વસિયતનામા મુજબ તે સમયના લગભગ 90 લાખ અમેરિકી ડૉલરનું એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. વસિયત…

વધુ વાંચો >

નોબેલિયમ : આવર્તકોષ્ટકના 3જા B સમૂહની ઍક્ટિનાઇડ શ્રેણીની ટ્રાન્સયુરેનિયમ તત્વ તરીકે ઓળખાતી કિરણોત્સર્ગી ધાતુ. તેની સંજ્ઞા No, પરમાણુઆંક 102 તથા સ્થાયી સમસ્થાનિક(અર્ધજીવનકાળ ~1 કલાક)નો પરમાણુભાર 259.101 છે. તે કુદરતમાં મળતું નથી, પરંતુ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવાય છે. માત્ર સૂક્ષ્માતિસૂક્ષ્મ (atomic quantities) માત્રામાં જ તે મેળવી શકાયું છે. તેનો ક્ષય થતાં α – કણ ઉત્સર્જિત થાય…

વધુ વાંચો >

નૉબોકૉવ, સીરિન-વ્લાદિમીર (જ. 22 એપ્રિલ 1899, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 2 જુલાઈ 1977, Montreux, સ્વિટ્ઝર્લૅન્ડ) : રશિયન નવલકથાકાર. ‘લૂઝીનું રક્ષણ’, ‘ભેટ’ જેવી તેમની પ્રાયોગિક નવલકથાઓ એની કલ્પનાશીલ રોમાંચકતાને લીધે વીસમી સદીના ત્રીજા દાયકામાં ખૂબ લોકપ્રિય બની હતી. એમની ખૂબ જાણીતી નવલકથા ‘ફાંસી માટે નિમંત્રણ’માં જર્મન લેખક ફ્રાન્ઝ કાફકા જેવું કાવ્યાત્મક અને અવનવીન વાતાવરણ, સામાજિક ટીકા-ટિપ્પણીઓ…

વધુ વાંચો >

નોમ પેન્હ (Phnom Penh – nahm pen) : કામ્પુચિયા(કમ્બોડિયા)નું પાટનગર. કામ્પુચિયાના દક્ષિણ મધ્ય ભાગમાં મેકોંગ, ટોનલે સૅપ તથા બાસાક નદીઓના ‘X’ આકારના સંગમસ્થાન(બે નદીઓ એકબીજીને વીંધતી હોય એવું સંગમસ્થાન) પર તે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 11° 33´ ઉ. અ. અને 104° 55´ પૂ. રે.. દંતકથા મુજબ શહેરના ઉત્તર ભાગમાં આવેલી પેન્હ ટેકરી પર લેડી…

વધુ વાંચો >