Posts by Jyotiben
નોમિક પોએટ્રી
નોમિક પોએટ્રી : કાવ્યરચનાનો અત્યંત પ્રાચીન પ્રકાર. ગ્રીક શબ્દ gnome (એટલે કે અભિપ્રાય, કહેવત) પરથી બનાવાયેલું આ વિશેષણ મુખ્યત્વે નીતિવચન કે બોધવચન જેવી કાવ્યપંક્તિઓ તથા સૂત્રાત્મક, સારરૂપ કે કહેવતરૂપ કંડિકાઓ માટે પ્રયોજવામાં આવે છે. આ વિશેષણ સૌપ્રથમ ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદીના કેટલાક ગ્રીક કવિઓની રચનાઓને લાગુ પાડવામાં આવ્યું હતું. આવી કાવ્યપંક્તિઓનો સંગ્રહ ‘નોમોલૉજિયા’ એટલે…
વધુ વાંચો >નૉયમાન, જ્હૉન ફૉન
નૉયમાન, જ્હૉન ફૉન (જ. 3 ડિસેમ્બર 1903, બુડાપેસ્ટ; અ. 8 ફેબ્રુઆરી 1957, વૉશિંગ્ટન) : હંગેરીમાં જન્મેલા જર્મન-અમેરિકન ગણિતશાસ્ત્રી. ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, મોસમવિદ્યા (meteorology), કમ્પ્યૂટર-વિજ્ઞાન અને ખેલ-સિદ્ધાંત (theory of games) વગેરેમાં તેમનું મહત્વનું યોગદાન છે. પિતા મેક્સ ફૉન નૉયમાન ધનાઢ્ય યહૂદી હતા. 11 વર્ષની વય સુધી જ્હૉનનું શિક્ષણ ખાનગી શિક્ષકો દ્વારા ઘેર થયું હતું. જ્હૉનની ગાણિતિક…
વધુ વાંચો >નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji)
નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji) (જ. 3 સપ્ટેમ્બર 1938, કોબે, જાપાન(Kobe, Japan)) : જાપાની રસાયણવિજ્ઞાની અને 2001ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. નૉયોરી ક્યોટો યુનિવર્સિટીની એન્જિનિયરિંગ શાળાના ઔદ્યૌગિક રસાયણ-વિભાગના વિદ્યાર્થી હતા. ત્યાંથી 1961માં સ્નાતક થયા અને તે પછી નગોયા યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ(graduate) સ્કૂલ ઑવ્ એન્જિનિયરિંગમાંથી ઔદ્યોગિક રસાયણમાં અનુસ્નાતક પદવી મેળવી હતી. 1963 અને 1967ની વચ્ચે ક્યોટો…
વધુ વાંચો >નૉરફોક
નૉરફોક : યુ. એસ. ના વર્જિનિયા રાજ્યના અગ્નિ ખૂણે આવેલું રાજ્યનું સૌથી મોટું શહેર, મોટું બંદર અને મહત્વનું નૌકાસૈન્ય-મથક. ભૌગોલિક સ્થાન : 36° 50´ ઉ. અ. અને 76° 17´ પ. રે.. તે હૅમ્પટન રોડની દક્ષિણે એલિઝાબેથ નદી પર વસેલું છે. 1680ના કાયદા મુજબ મૂળ રેડ ઇન્ડિયનોના અસલી ગામના સ્થળે 1682માં તેની સ્થાપના થઈ હતી. 2020…
વધુ વાંચો >નૉરફોક ટાપુ
નૉરફોક ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં 1600 કિમી. અંતરે અને ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી વાયવ્યમાં 1000 કિમી. અંતરે આવેલો ઑસ્ટ્રેલિયન કબજા હેઠળનો નૉરફોકનો ટાપુ મુખ્ય છે, પરંતુ ફિલિપ અને નેપીઅન નામના બીજા બે નાના ટાપુઓ પણ નજીકમાં આવેલા છે. તે બંને વસ્તીવિહીન છે. ઑસ્ટ્રેલિયા-કેનબેરાના મુલ્કી ખાતા મારફતે ગવર્નર જનરલ દ્વારા તેને માટેનો વહીવટદાર નીમવામાં…
વધુ વાંચો >નૉરમાર્કાઇટ
નૉરમાર્કાઇટ : સાયનાઇટનો એક પ્રકાર. સબઍસિડિક અગ્નિકૃત-અંત:કૃત પ્રકારનો ખડક. સાયનાઇટનો અતિસંતૃપ્ત પ્રકાર. આલ્કલી-ફેલ્સ્પારથી અતિસમૃદ્ધ હોય, થોડોક ક્વાર્ટ્ઝ હોય, પરંતુ પ્લેજિયોક્લેઝ ન હોય એવા સાયનાઇટને નૉરમાર્કાઇટ કહેવાય. નૉર્વેના નૉરમાર્ક સ્થળમાં મળતા આ લાક્ષણિક પ્રકાર પરથી નામ પડેલું છે. (જુઓ : સાયનાઇટ.) ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >નૉરાઇટ
નૉરાઇટ : ગૅબ્બ્રોનો એક પ્રકાર. બેઝિક અગ્નિકૃત–અંત:કૃત પ્રકારનો ખડક, જેમાં લૅબ્રેડોરાઇટ (પ્લેજિયોક્લેઝ) ઉપરાંત ક્લાઇનોપાયરૉક્સીન કરતાં ઑર્થોપાયરૉક્સીનનું પ્રમાણ વિશેષ હોય. તેની કણરચના ગૅબ્બ્રોના જેવી જ મધ્યમથી સ્થૂળ દાણાદાર હોય છે. ઑલિવિન સહિતનો આ પ્રકાર ઑલિવિન-નૉરાઇટ કહેવાય છે. હાયપરસ્થીન ગૅબ્બ્રો તેનું ઉદાહરણ છે. (જુઓ : ગૅબ્બ્રો.) ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >નોરિ નરસિંહરાવ
નોરિ નરસિંહરાવ (જ. 1900, ગન્ટુર, આંધ્રપ્રદેશ; અ. 1982) : તેલુગુ લેખક. કૉલેજ સુધીનું અને તે પછી એલએલ.બી.નું શિક્ષણ હૈદરાબાદમાં. ત્યાં જ વકીલાત શરૂ કરી. આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના તેઓ મંત્રી હતા. તેમણે સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું. તેમણે કન્નડ સાહિત્યમાં નવલકથાઓ, વાર્તાઓ, કવિતા, નાટક, વિવેચન એમ અનેક ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. તેમના પ્રસિદ્ધ…
વધુ વાંચો >નૉરિશ, રૉનાલ્ડ જ્યૉર્જ રેફર્ડ
નૉરિશ, રૉનાલ્ડ જ્યૉર્જ રેફર્ડ (જ. 9 નવેમ્બર 1897, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 7 જૂન 1978, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : સ્ફૂર પ્રકાશઅપઘટન (flash photolysis) તથા ગતિજ સ્પેક્ટ્રમિતિવિજ્ઞાનના પ્રણેતા અને નોબેલ પુરસ્કારના સહવિજેતા કેમ્બ્રિજ બ્રિટિશ રસાયણવિદ. પર્સેસ્કૂલ, કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યા બાદ નૉરિશ ઇમૅન્યુઅલ કૉલેજમાં રસાયણના અભ્યાસ માટે જોડાયા. પ્રથમ વિશ્વવિગ્રહ દરમિયાન લશ્કરમાં જોડાવાથી તથા યુદ્ધકેદી બનવાથી તેમના અભ્યાસમાં ખલેલ…
વધુ વાંચો >નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ
નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ : વહીવટી સેવાની સમીક્ષા કરી તેમાં સુધારાવધારા સૂચવવા માટે ઇંગ્લૅન્ડમાં નીમવામાં આવેલ સમિતિ (1853). એક સમયે ઇંગ્લૅન્ડ અને તેના સામ્રાજ્યના વિસ્તારોના વહીવટમાં લાગવગશાહીનું દૂષણ ઠીક પ્રમાણમાં વિકસ્યું હતું અને વિકલ્પના અભાવે તેને લાંબા સમય સુધી સહન કરવામાં આવ્યું હતું. આ દૂષણની તપાસ કરી તે અંગે સુચિંતિત અહેવાલ રજૂ કરવા માટે નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ રચાઈ.…
વધુ વાંચો >