Posts by Jyotiben
નૈસર્ગિક ઉદ્યોગો
નૈસર્ગિક ઉદ્યોગો : જુઓ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ.
વધુ વાંચો >નૈસર્ગિક પસંદગી
નૈસર્ગિક પસંદગી : જુઓ, પ્રાકૃતિક પસંદગી.
વધુ વાંચો >નૈસર્ગિક સંપત્તિ
નૈસર્ગિક સંપત્તિ સજીવોના જીવનને ટકાવવામાં ઉપયોગમાં આવતા જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણના ઘટકો. જમીન, હવા, પાણી, વનસ્પતિઓ, પ્રાણીઓ, ઊર્જા વગેરે નૈસર્ગિક સંપત્તિ ગણાય છે. મનુષ્ય નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને પ્રગતિ સાધવા માટે કરે છે. નૈસર્ગિક સંપત્તિનું વર્ગીકરણ : નૈસર્ગિક સંપત્તિના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે : (1) પુન:અપ્રાપ્ય સંપત્તિ (non-renewable resources) :…
વધુ વાંચો >નોઆખલી
નોઆખલી : બાંગ્લાદેશના ચિત્તાગોંગ ક્ષેત્રીય વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લાનું વહીવટી વડું મથક તથા બંદર. ‘નોઆખલી’નો અર્થ ‘નવેસરથી છેદાયેલો જળમાર્ગ’ એ પ્રમાણે થાય છે. તે બંગાળના ઉપસાગર પર મેઘના નદીના મુખભાગમાં નદીનાળ-પ્રદેશમાં આવેલો છે. ભૌગોલિક દૃષ્ટિએ 1822માં સ્થપાયેલો આ જિલ્લો 22° 49´ ઉ. અ. અને 91° 06´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનું ક્ષેત્રફળ…
વધુ વાંચો >નોએલ-બેકર, ફિલિપ
નોએલ-બેકર, ફિલિપ (જ. 1 નવેમ્બર 1889, લંડન; અ. ઑક્ટોબર 1982, લંડન) : આંતરરાષ્ટ્રીય નિ:શસ્ત્રીકરણના હિમાયતી, ઇંગ્લૅન્ડના અગ્રણી મુત્સદ્દી તથા 1959નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર રાજપુરુષ. લંડનના એક ક્વેકર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ગરીબોની નિ:સ્વાર્થ સેવા કરનાર માતાપિતાને ત્યાં ઉછેર. તેમના પિતા જૉસેફ ઍલન બેકર ઇંગ્લૅન્ડની સંસદના નીચલા ગૃહના સભ્ય હતા અને વિશ્વમાં શાંતિ માટે…
વધુ વાંચો >નૉક આઉટ સ્પર્ધા
નૉક આઉટ સ્પર્ધા : મોટાભાગની રમત સ્પર્ધાઓ આ પદ્ધતિએ ખેલાય છે. આને ગુજરાતીમાં ‘બાતલ પદ્ધતિ’ કહેવામાં આવે છે. આમાં વિજેતા ટુકડી કે ખેલાડીને જ આગળ રમવાની તક મળે છે, તેથી પરાજિત ટુકડીઓ કે સ્પર્ધકોને અંત સુધી રોકાવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે આર્થિક દૃષ્ટિએ આ પદ્ધતિ વધુ લાભદાયી થાય છે. બેના ગુણોત્તર પ્રમાણે સંખ્યા હોય ત્યારે…
વધુ વાંચો >નોકરશાહી (bureaucracy)
નોકરશાહી (bureaucracy) : મોટા પાયા પરનાં સંગઠનોનો વહીવટ કરવાની એવી પ્રથા, જેમાં સત્તાનું એક ચોક્કસ માળખું હોય તથા નિયમો અને પ્રવિધિઓ સ્પષ્ટ હોય. આવી નોકરશાહી પ્રથા સરકારી તંત્રો, સંગઠિત સંપ્રદાયો, શિક્ષણસંસ્થાઓ, મોટી વેપારી-ઔદ્યોગિક પેઢીઓ વગેરેમાં જોવા મળે છે. જર્મનીના સમાજશાસ્ત્રી મૅક્સ વેબરે નોકરશાહીના એક આદર્શ સ્વરૂપને ઘડી કાઢીને તેને સૈદ્ધાંતિક સ્વરૂપ આપ્યું હતું. તેમના મત…
વધુ વાંચો >નોકાર્ડીઆ
નોકાર્ડીઆ : ઍક્ટિનોમાયસિટ્સ જૂથના જીવાણુની પ્રજાતિ. આ પ્રજાતિના જીવાણુ લાંબા, તંતુ આકારના, ફૂગને મળતા હોય છે. તે વાતજીવી છે. તેની વૃદ્ધિ વિભાજન દ્વારા થતી હોવાથી તે આકારમાં દંડાણુ અને ગોલાણુ આકારના બને છે. તે ગ્રામધની છે. જેમની કોષદીવાલમાં નોકાર્ડોમાયકૉલિક ઍસિડ નામનું દ્રવ્ય આવેલું હોય, એવી જાતિઓ ઍસિડપ્રતિકાર (acid fast) કરતી હોય છે. આ જીવાણુ જમીન…
વધુ વાંચો >નૉજ, ઈમ્રે
નૉજ, ઈમ્રે (જ. 7 જૂન 1896, કાપોસ્વાર, હંગેરી; અ. 17 જૂન 1958, બુડાપેસ્ટ) : હંગેરિયન રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી, સ્વતંત્ર સામ્યવાદી તથા સોવિયેત યુનિયનના સકંજામાંથી હંગેરીને મુક્ત કરવા મથતા હંગેરિયન ક્રાંતિકારી સરકારના વડાપ્રધાન (1956). ખેડૂત કુટુંબમાં જન્મેલ નૉજ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભરતી થતાં પહેલાં લુહાર તરીકે કામ કરતા હતા. રશિયનો દ્વારા અટકાયત થતાં તેઓ સામ્યવાદીઓ સાથે જોડાયા…
વધુ વાંચો >નોટર, એમી
નોટર, એમી (જ. 23 માર્ચ 1882; અ. 14 એપ્રિલ 1935) : જર્મન મહિલા ગણિતશાસ્ત્રી. ઉચ્ચતર બીજગણિતમાં નવા નવા આવિષ્કારો માટે આધુનિક અરૂપ બીજગણિત(abstract algebra)ના નિષ્ણાતોમાં નામના મેળવનાર. એલાઁગેન વિશ્વવિદ્યાલયમાં બૈજિક નિશ્ચર (algebraic invariants) ઉપર શોધનિબંધ પ્રસિદ્ધ કરી 1907માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1913થી અવારનવાર તેમના પિતાશ્રી મૅક્સનોધરના સ્થાને એલાઁગેનમાં વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. ડેવિડ હિલ્બર્ટ…
વધુ વાંચો >