Posts by Jyotiben
નેચર
નેચર : 1869માં સ્થાપિત થયેલું વિજ્ઞાનનું એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક. તેના (1997–98ના) તંત્રી ફિલિપ કૅમ્પબૅલ અને પ્રબંધ-નિયામક રે બાર્કર છે. આ સાપ્તાહિકનો મુખ્ય તંત્રીવિભાગ તેમજ તેનું મુખ્ય કાર્યાલય પૉર્ટ્સ સાઉથ, 4, ક્રિનાન સ્ટ્રીટ, લંડન N19XW ખાતે આવેલું છે. ‘મૅકમિલન મૅગેઝિન્સ’ તેના પ્રકાશક છે. ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહ (નાતાલના દિવસો) સિવાય, તે નિયમિત રીતે, સપ્તાહના દર…
વધુ વાંચો >નેટ્રોલાઇટ
નેટ્રોલાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : Na2Al2Si3 O10.2H2O; સ્ફ. વ.: ઑર્થોર્હૉમ્બિક; સ્ફ. સ્વ.: સ્ફટિકો પ્રિઝ્મૅટિક, પાતળા, નાજુકથી સોયાકાર, ઊભાં રેખાંકનોવાળા; સામાન્ય રીતે રેસાદાર, વિકેન્દ્રિત, દળદાર, દાણાદાર કે ઘનિષ્ઠ પણ મળે, યુગ્મતા (010) (011) (031) ફલકો પર મળી શકે, પણ વિરલ. પારદર્શકથી પારભાસક. સં. : (110) ફલક પર પૂર્ણ, (010) ફલક પર વિભાજકતા જોવા…
વધુ વાંચો >નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ
નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ : વિવિધ રમતોના રાહબરો દેશમાં તૈયાર થાય તે માટે 1959માં પતિયાળા મુકામે રાજમહેલમાં સ્થાપવામાં આવેલી રાષ્ટ્રીય તાલીમ સંસ્થા. 1961થી આ સંસ્થા વધુ વ્યવસ્થિત બની અને તેનું સંચાલન ભારત સરકાર નિયુક્ત બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. 300 એકર જેટલા વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાનાં સુસજ્જ મેદાનો, અદ્યતન સાધનો અને…
વધુ વાંચો >નેતૃત્વ
નેતૃત્વ : જૂથના સભ્યો પર પ્રભાવ પાડી તેમને કાર્યરત કરવા માટે પ્રેરણા પૂરી પાડવાની શક્તિ. પેઢી કે ઉદ્યોગના સંચાલનના સંદર્ભમાં વિચારીએ તો નેતૃત્વ એ નીચલા સ્તરના જુદા જુદા અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ પાસેથી તેમને સોંપવામાં આવેલું કાર્ય સંતોષકારક રીતે કરાવી લેવાની કળા ગણાય. નેતૃત્વની શક્તિને કારણે જૂથના સભ્યો સ્વેચ્છાથી, આત્મવિશ્વાસથી અને ઉત્સાહથી તેમને સોંપેલ કાર્ય…
વધુ વાંચો >નેત્રખીલ (trachoma)
નેત્રખીલ (trachoma) : આંખની ફાડની સપાટી બનાવતાં નેત્રકલા અને સ્વચ્છાનો લાંબા ગાળાનો ચેપ. બે પોપચાંની અંદરની દીવાલ પર તથા કીકી સિવાયના આંખના ગોળાની સફેદ સપાટી પર નેત્રકલા (conjuctiva) નામનું આવરણ આવેલું છે. આંખની કીકીના પારદર્શક ઢાંકણને સ્વચ્છા (cornea) કહે છે. ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ પ્રકારના વિષાણુ (virus) અને જીવાણુ(bacteria)ની વચ્ચેની કક્ષાના સૂક્ષ્મજીવોથી થતા નેત્રકલા અને સ્વચ્છા પરના…
વધુ વાંચો >નેત્રબિંબશોફ (papilloedema)
નેત્રબિંબશોફ (papilloedema) : આંખના દૃષ્ટિપટલમાં આવેલા નેત્રબિંબ કે દૃષ્ટિચકતી(optic disc)નો અશોથજન્ય (non-inflammatory) સોજો. જ્યારે ચેપ કે ઈજાને કારણે પેશીમાં લોહીનું પરિભ્રમણ વધતાં પીડાકારક સોજો આવે અને તેથી તે ભાગ લાલ થઈ જાય ત્યારે તે પ્રકારના વિકારને શોથ (inflammation) કહે છે. જ્યારે કોઈ જગ્યાએ ફક્ત પ્રવાહી ભરાવાથી સોજો આવે તો તેને જળશોફ (oedema) અથવા શોફ કહે…
વધુ વાંચો >નેત્રવેલ (pterygium)
નેત્રવેલ (pterygium) : આંખની કીકીને ઢાંકતું નેત્રકલા(conjunctiva)નું ત્રિકોણાકાર પડ. આંખની કીકી પરનું પારદર્શક ઢાંકણ સ્વચ્છા (cornea) કહેવાય છે. જ્યારે આંખની ફાડના કીકી સિવાયના સફેદ ભાગ પરના આવરણને નેત્રકલા (conjunctiva) કહે છે. આંખના ગોળા પર નાકની બાજુથી કે કાન તરફથી નેત્રકલાનું જાડું માંસલ (fleshy) અને નસોવાળું ગડીરૂપ ત્રિકોણાકાર પેશીપડ સ્વચ્છા પર વિકસે તો તેને નેત્રવેલ કહે…
વધુ વાંચો >નેત્રાર્બુદો (tumours of the eye)
નેત્રાર્બુદો (tumours of the eye) : આંખમાં કે તેની આસપાસ થતી ગાંઠો. આંખનાં પોપચાં, અશ્રુગ્રંથિ, દૃષ્ટિચેતા તથા આંખના ગોખલામાં થતી ગાંઠો ઉપરાંત આંખની અંદર પણ ક્યારેક ગાંઠો વિકસે છે, જેમાં દૃષ્ટિપટલ બીજકોષાર્બુદ (retinoblastoma), રુધિરવાહિનીઓવાળા મધ્યપટલનું કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) તથા પોપચાંને અસર કરતું તલકોષી કૅન્સર (basal cell carcinoma) મુખ્ય છે (જુઓ ‘કૅન્સર, ચામડીનું’ તથા ‘કૅન્સર,…
વધુ વાંચો >નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy)
નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy) : આંખના ગોળાની અંદર કરવામાં આવતું અવલોકન–પરીક્ષણ. એ માટેના સાધનને નેત્રાંત:દર્શક (opthalmoscope) કહે છે, અને તે પ્રક્રિયાને નેત્રાંત:નિરીક્ષણ કે નેત્રાંત:નિરીક્ષા કહે છે. આંખના પોલાણના અંત:સ્તલ(fundus)ને જોવાની આ પ્રક્રિયા હોવાથી તેને અંતસ્તલ-નિરીક્ષણ (fundoscopy) પણ કહે છે. આંખના દૃષ્ટિપટલ (retina) પરથી પરાવર્તિત થતા પ્રતિબિંબના નિરીક્ષણને દૃષ્ટિપટલ–નિરીક્ષણ અથવા દૃષ્ટિપટલ–પ્રતિબિંબ–નિરીક્ષણ (retinoscopy) કહે છે અને તેના દ્વારા આંખની…
વધુ વાંચો >નેત્રીય બહિર્વર્તિતા (exophthalmos)
નેત્રીય બહિર્વર્તિતા (exophthalmos) : આંખનો ડોળો બહાર ઊપસી આવ્યો હોય તે. તે સીધેસીધો કે કોઈ એક બાજુ સહેજ ત્રાંસો પણ ઊપસી આવે છે. નેત્રીય બહિર્વર્તિતાને આંખનો પૂર્વપાત (proptosis) પણ કહે છે. જો આંખનો ડોળો વધુ પડતો મોટો હોય કે આંખનાં પોપચાં ઉપર નીચે કે એમ બંને તરફ ખેંચાયેલાં હોય અથવા જો આંખની બખોલ (orbit) નાની…
વધુ વાંચો >