Posts by Jyotiben
નૃત્યમંડપ
નૃત્યમંડપ : મંદિરમાં પ્રભુને રીઝવવા કરાતાં નૃત્ય માટેનો મંડપ. તેને પ્રકારક મંડપ પણ કહેવાય. નૃત્યમંડપમાં વચ્ચે વધુ અવકાશવાળી જગ્યા મેળવવાના હેતુથી ઉપર સપાટ છતને બદલે ગુંબજની રચના કરાતી. નૃત્યગૃહ ગર્ભગૃહ અર્થાત્, મુખ્ય પ્રાસાદની ધરી પર જ બનાવાતું. ચિદમ્બરમના મંદિરમાં 8 ફૂટ ઊંચા 50 સ્તંભોવાળો નૃત્યમંડપ છે. તેના ઊંચા મંચની બે તરફ પૈડાંની કોતરણી કરાઈ છે.…
વધુ વાંચો >નૃસિંહ
નૃસિંહ : હિન્દુ ધર્મ અનુસાર હિરણ્યકશિપુ નામના દાનવને ખતમ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલો ચોથો અવતાર. વિષ્ણુએ આ અવતાર વૈવસ્વત મન્વન્તરના ચોથા ચતુર્યુગના કૃતયુગમાં વૈશાખ સુદ ચૌદશને દિવસે લીધેલો. તમામ લોકોને પોતાને ભગવાન માનવા ફરજ પાડી, લોકોને તથા પોતાના પુત્ર ભગવદભક્ત પ્રહ્લાદને પીડનાર હિરણ્યકશિપુ દાનવ ભગવાનનો વિરોધી હતો. ભગવાનની ભક્તિ કરવા જતા પ્રહ્લાદ પર દમન…
વધુ વાંચો >નૃસિંહાવતાર
નૃસિંહાવતાર (1896) : ગુજરાતી કવિ, નાટ્યકાર, વિવેચક અને ધર્મતત્વચિંતક મણિલાલ નભુભાઈ દ્વિવેદી(1858–1898)નું પૌરાણિક નાટક. તત્કાલીન વ્યવસાયી નાટકમંડળી માટે લખાયેલું હોવાથી તેમાં પૌરાણિક કથાવસ્તુ સાથે સમકાલીન ગૃહસંસારનું ચિત્ર પ્રસ્તુત કરાયું છે. મણિલાલનું ‘કાન્તા’ નાટક મુંબઈ-ગુજરાતી નાટ્યમંડળીએ ‘કુલીન કાન્તા’ નામે 1889માં ભજવ્યું. પછી કંપનીની માગણીથી, તેમણે આ બીજું નાટક લખ્યું હતું. કંપનીએ મણિલાલના અવસાન પછી 1899માં એનો…
વધુ વાંચો >નેઅમતખાન, ‘આલી’
નેઅમતખાન, ‘આલી’ (જ. ; અ. 1710, દિલ્હી) : ભારતના પ્રસિદ્ધ ફારસી લેખક અને કવિ. મૂળ નામ મિરઝા નૂરુદ્દીન મુહમ્મદ. તેમના પિતાનું નામ હકીમ ફત્હુદ્દીન શીરાઝી હતું. તેમના પિતા તેમને શીરાઝ લઈ ગયા, જ્યાં બધા જ પ્રકારનું પ્રચલિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ પાછા ફર્યા. શાહજહાંએ તેમની જવાહિરખાતાના દારોગા તરીકે નિમૂણક કરી. શહેનશાહ ઔરંગઝેબે તેમની ‘વાકિયાનવીસ’ (વૃત્તાંત-લેખક)…
વધુ વાંચો >નેઈમી, મિખાઈલ
નેઈમી, મિખાઈલ (જ. 22 નવેમ્બર 1889, બિસ્કિન્ટા, લૅબેનોન; અ. 28 ફેબ્રુઆરી 1988, બૈરુત, લૅબેનોન) : જાણીતા અરબી ચિંતક અને લેખક. તેઓ અરબી ભાષાની રશિયન સ્કૂલમાં બિસ્કિન્ટામાં તથા ત્યારબાદ નાઝારેથની રશિયન ધર્મશિક્ષાલય(seminary)માં 1902થી 1906 સુધી અભ્યાસ કર્યા બાદ પોલ્ટાવા(યુક્રેન)માં થિયૉલૉજિકલ સેમિનરીમાં ભણ્યા (1906–11). અમેરિકામાં વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતક થયા બાદ ન્યૂયૉર્ક શહેરમાં સ્થાયી થઈને અરબી…
વધુ વાંચો >નેકી, જશવંતસિંહ
નેકી, જશવંતસિંહ (જ. 27 ઑગસ્ટ 1925, પતિયાળા; અ. 11 સપ્ટેમ્બર 2015, ન્યૂ દિલ્હી) : પંજાબી લેખક. પિતાનું નામ એસ. હરિ ગુલાબસિંહ અને માતાનું નામ સીતા વાંતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પતિયાળા અને ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં. એમણે એમ.બી.બી.એસ. પરીક્ષા પસાર કરી મન:ચિકિત્સાનો વિષય લઈ દિલ્હીની ઑલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.ડી. કરી. ત્યાં જ પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા…
વધુ વાંચો >નેક્ટોન્સ
નેક્ટોન્સ : પાણીમાં ઇચ્છા અનુસાર મુક્તપણે તરી શકતાં પ્રાણીઓ. તે પ્લવક-જાળ (plankton nets) અને વૉટર બૉટલ્સ વગેરેથી દૂર રહેવા સમર્થ હોય છે. આવાં પ્રાણીઓમાં માછલીઓ, ઉભયજીવીઓ (amphibians) અને મોટા તરણકીટકોનો સમાવેશ થાય છે. મીઠા પાણીનાં તળાવ કે સરોવરના તટે નેક્ટોન્સની જાતિઓ અને તેમની વસ્તી પુષ્કળ હોય છે. પુખ્ત અને ડિમ્ભ અવસ્થામાં રહેલા ડૂબકી મારતા ભમરા…
વધુ વાંચો >નેગિશી, એઈ – ઈચી (Negishi, Ei – ichi)
નેગિશી, એઈ – ઈચી (Negishi, Ei – ichi) [જ. 14 જુલાઈ 1935, ચેન્ગચુન, ચીન(Changchun, China)] : યુગ્મન પ્રક્રિયાના શોધક અને 2010ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા જાપાની રસાયણવિદ. તેઓ ચેન્ગચુન, ચીનમાં જન્મેલા પરંતુ તેમનો ઉછેર જાપાની હકૂમત હેઠળ કોરિયાના સેઉલ(Seoul)માં થયો હતો. 1958માં તેઓ ટોકિયો યુનિવર્સિટીમાંથી સ્નાતક બનેલા અને તેઈજિન(Teijin) ખાતે ઇન્ટર્નશિપ કરી. ત્યારબાદ વધુ…
વધુ વાંચો >નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ : જુઓ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ.
વધુ વાંચો >નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ (પરક્રામ્ય સંલેખ વટાઉખત અધિનયમ)
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ (પરક્રામ્ય સંલેખ વટાઉખત અધિનયમ) કોઈ ચોક્કસ રકમ અન્ય વ્યક્તિ પાસેથી મેળવવાનો હક્ક ઉત્પન્ન થતો હોય અને એ હક્ક ત્રાહિત વ્યક્તિને આપવા કે તબદીલ કરવા માટે કોઈ અલાયદા દસ્તાવેજ કરવાની આવશ્યકતા ન હોય તેવા સંલેખને લગતો કાયદો. વેપારી રસમ મુજબ શાહજોગ હૂંડી, ડિલિવરી ઑર્ડર, રેલવે-રસીદ, ડિવિડન્ડ વૉરન્ટ વગેરે પરક્રામ્ય (negotiable) ગણાય છે; પણ…
વધુ વાંચો >