નેટ્રોલાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : Na2Al2Si3 O10.2H2O; સ્ફ. વ.: ઑર્થોર્હૉમ્બિક; સ્ફ. સ્વ.: સ્ફટિકો પ્રિઝ્મૅટિક, પાતળા, નાજુકથી સોયાકાર, ઊભાં રેખાંકનોવાળા; સામાન્ય રીતે રેસાદાર, વિકેન્દ્રિત, દળદાર, દાણાદાર કે ઘનિષ્ઠ પણ મળે, યુગ્મતા (010) (011) (031) ફલકો પર મળી શકે, પણ વિરલ. પારદર્શકથી પારભાસક. સં. : (110) ફલક પર પૂર્ણ, (010) ફલક પર વિભાજકતા જોવા મળે. ભં. સ. : ખરબચડી, બરડ. ચ. : કાચમયથી લગભગ મૌક્તિક. રં. : રંગવિહીન, સફેદ, રાખોડી, પીળાશ કે રતાશ પડતો. ક. : 5થી 5 ; વિ.ઘ.: 2.20થી 2.26. પ્રકા. અચ.: α : 1.473થી 1.483; β : 1.476થી 1.486; γ = 1.485થી 1.496. પ્રકા. સં. : +ve, 2v = 58°થી 64°. પ્રા. સ્થિ. : બેસાલ્ટ અને સંબંધિત ખડકોનાં પોલાણોમાં મુખ્યત્વે મળે. નેફેલિન સાયનાઇટ, ફોનોલાઇટ અને સંબંધિત ખડકોમાં નેફેલિન કે સોડાલાઇટની પરિવર્તનપેદાશ તરીકે, કેટલાક ઍપ્લાઇટ અને ડૉલેરાઇટમાં પ્લેજિયોક્લેઝની પરિવર્તનપેદાશ તરીકે. પ્રા.સ્થા.: યુ.એસ., કૅનેડા, નોવા સ્કોશિયા, બ્રિટિશ કોલંબિયા, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, ફેરો ટાપુઓ, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, નૉર્વે, ફ્રાન્સ, જર્મની, ચેકોસ્લોવૅકિયા, ભારત(ટ્રૅપખડકો સાથે)માંથી મળે છે.

ગિરીશભાઈ પંડ્યા