Posts by Jyotiben
નેથન્સ, ડૅનિયલ
નેથન્સ, ડૅનિયલ (જ. 30 ઑક્ટોબર 1928, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ; અ. 16 નવેમ્બર 1999, બાલ્ટિમોર, મેરીલેન્ડ, યુ.એસ.) : 1978ના વેર્નર આર્બર (સ્વિસ) અને હૅમિલ્ટન ઑથેનેલ સ્મિથ (અમેરિકન) સાથે તબીબીવિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્ર(physiology)ના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમણે નિયંત્રક ઉત્સેચકો(restricting enzymes)ને ખોળી કાઢીને આણ્વિક જનીનવિદ્યા(molecular genetics)ના પ્રશ્નોના ઉકેલમાં તેમનો ઉપયોગ દર્શાવ્યો હતો. નેથન્સ વૉશિંગ્ટનની ડેલાવેર અને મિસુરીની સેન્ટ લુઈ…
વધુ વાંચો >નેદુન્જેલિયન
નેદુન્જેલિયન : દક્ષિણ ભારતના પાંડ્ય વંશનો પ્રતાપી રાજા. રાજ્યઅમલ ઈ. સ. 765થી 815. મારવર્મન રાજસિંહ પહેલાનો પુત્ર નેદુન્જેલિયન મારંજેલિયન, પરાંતક, જટિલવર્મન તથા વરગુણ પ્રથમ તરીકે પણ જાણીતો છે. તે ‘પંડિતવત્સલ’ અને ‘પરાંતક’ (શત્રુઓને હણનાર) કહેવાતો. તેણે કાવેરી નદીના દક્ષિણના કાંઠે તાંજોર પાસેના પેનાગદમ મુકામે પલ્લવો સામે જ્વલંત વિજય મેળવ્યો હતો. તેણે ત્રાવણકોર તથા તિરુનેલવેલી વચ્ચેના…
વધુ વાંચો >નેધરલૅન્ડ્ઝ
નેધરલૅન્ડ્ઝ વાયવ્ય યુરોપમાં ઉત્તર સમુદ્રને કિનારે આવેલો દેશ. જૂનું નામ હોલૅન્ડ. ‘હોલૅન્ડ’ શબ્દનો અર્થ થાય છે ‘કાંઠાળ પ્રાંતો’. આ નામ પહેલાં કિનારા નજીકના અમુક ભાગ પૂરતું જ મર્યાદિત હતું, પછીથી તે આખા દેશ માટે વપરાતું થયેલું; આજે તે હોલૅન્ડના નામથી પણ ઓળખાય છે. અંગ્રેજીભાષી દેશોમાં નેધરલૅન્ડ્ઝના લોકોને ડચ તરીકે ઓળખે છે. આ દેશ 52° 15´…
વધુ વાંચો >નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ
નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ : કૅરિબિયન સમુદ્રમાં આવેલા ‘લઘુ ઍન્ટિલીઝ’ (Lesser Antilles) જૂથના ટાપુઓ પૈકીના બે ટાપુસમૂહો. ભૌગોલિક સ્થાન : 12° 15´ ઉ. અ. અને 69° 00´ પ. રે.. તે બંને સમૂહો સ્વાયત્ત સત્તા ધરાવતાં ડચ સંસ્થાન છે અને ડચ વેસ્ટ ઇન્ડીઝના નામથી પણ ઓળખાય છે. મુખ્ય ટાપુસમૂહ વેનેઝુએલાથી ઉત્તરમાં આશરે 80 કિમી.ને અંતરે છે, જેમાં ક્યુરાસો…
વધુ વાંચો >નેની, પિયેત્રો સાન્ડ્રો
નેની, પિયેત્રો સાન્ડ્રો (જ. 9 ફેબ્રુઆરી 1891, ફાઇનઝા, ઇટાલી; અ. 1 જાન્યુઆરી 1980, રોમ) : ઇટાલીના અગ્રણી મુત્સદ્દી, પત્રકાર, સમાજવાદી નેતા તથા દેશના નાયબ વડાપ્રધાન. 7થી 18 વર્ષની વય સુધી આ ખેડૂતપુત્રનો અનાથાલયમાં ઉછેર થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં તેમણે લશ્કરમાં કામગીરી કરી અને ત્યારબાદ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને સમાજવાદી પક્ષના મુખપત્ર ‘અવાન્તી’ ના…
વધુ વાંચો >નૅપ (Nappe)
નૅપ (Nappe) : આવરણ (જર્મન અર્થ); જળસંચયસ્તર (aquifer) માટે વપરાતો સમાનાર્થી પર્યાય (બેલ્જિયમ માટે); સ્તરભંગ પામેલી વ્યસ્તગેડ; અતિધસારા દ્વારા કે ક્ષિતિજસમાંતર અક્ષતલીય ગેડીકરણ દ્વારા તેના મૂળસ્થાનેથી બે કે વધુ કિલોમીટરના અંતરે સરકી જઈને અન્યત્ર ગોઠવાયેલો વિશાળ ખડકજથ્થો; પર્યાયના મૂળ અર્થ તરીકે બેસાલ્ટ લાવાપ્રવાહ જેવા થરથી બનેલું આવરણ. આ શબ્દ હજી આજે પણ અંગ્રેજી અને ફ્રેંચ…
વધુ વાંચો >નેપલ્સ (નાપોલી)
નેપલ્સ (નાપોલી) : ઇટાલીમાં આવેલું ઘણું જાણીતું અને મહત્વનું ઔદ્યોગિક શહેર તથા ટાઇહ્રેનિયન સમુદ્રના નેપલ્સના અખાત પરનું ધમધમતું બંદર. ભૌગોલિક સ્થાન : 40° 53´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે.. તે ઇટાલીના પાટનગર રોમથી આશરે 192 કિમી. અગ્નિકોણમાં દક્ષિણ ઇટાલીના પશ્ચિમ કાંઠા પર ટેકરીઓની તળેટીમાં વસેલું છે. શહેરી વિસ્તારની દૃષ્ટિએ તે રોમ અને મિલાન…
વધુ વાંચો >નેપાળ
નેપાળ દક્ષિણ મધ્ય એશિયાનો દેશ. આ દેશ ભારતની ઉત્તરે આવેલી હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવો પર આશરે 26° 19´થી 30° 18´ ઉ. અ. તથા 80° 03´થી 88° 11´ પૂ. રે વચ્ચે વિસ્તરેલો છે. લંબચોરસ આકારનો આ દેશ પૂર્વ-પશ્ચિમ આશરે 800 કિમી. લાંબો અને ઉત્તર-દક્ષિણ 150થી 240 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ લગભગ 1,47,181 ચોકિમી. જેટલું છે.…
વધુ વાંચો >નેપાળનું કાષ્ઠસ્થાપત્ય
નેપાળનું કાષ્ઠસ્થાપત્ય : નેપાળમાં ઘરો અને ઇમારતોમાં યોજાતી કાષ્ઠકલાકારીગરી. લોકોપયોગી ઇમારતો અને ઘરો-આવાસોનાં બાંધકામની રચના માટે નેપાળમાં લાકડાનો અને ઈંટોનો આગળ પડતો ઉપયોગ થયેલો છે. ઈંટોની દીવાલો અને લાકડાની થાંભલીઓ તથા બારીઓ અને ઝરૂખા ઇમારતોમાં એક આગવી લાક્ષણિકતા બની રહે છે. કાષ્ઠકલાકારીગીરી પણ ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. તેનું પ્રમાણ ઇમારતોમાં અત્યંત પ્રબળ રૂપે જોવા મળે…
વધુ વાંચો >નેપાળવિગ્રહ
નેપાળવિગ્રહ (1814–16) : બ્રિટિશ હિંદ અને નેપાળ વચ્ચે થયેલો વિગ્રહ. ગવર્નર જનરલ લૉર્ડ હેસ્ટિંગ્ઝના શાસનકાળ (1813–23) દરમિયાન નેપાળવિગ્રહ થયો હતો. લૉર્ડ હેસ્ટિંગ્ઝે ભારતમાં બિનદરમિયાનગીરીની નીતિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. પણ દેશની વાસ્તવિક પરિસ્થિતિ જોતાં ચોતરફ ભયનું વાતાવરણ લાગતાં તેણે દરમિયાનગીરીની નીતિ અપનાવી. નેપાળના ગુરખાઓનું પૂર્વમાં ભુતાનથી પશ્ચિમમાં સતલજ સુધીના સમગ્ર ડુંગરાળ પ્રદેશમાં પ્રભુત્વ હતું. તેઓ…
વધુ વાંચો >