Posts by Jyotiben
નાસિર હુસેન
નાસિર હુસેન (જ. 16 નવેમ્બર 1926, ભોપાલ; અ. 13 માર્ચ 2002, મુંબઈ) : હિંદી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ મોહમદ નાસિર હુસેન. નાસિર હુસેને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત એ. આર. કારદાર સાથે કામ કરીને કરી. 1948માં તેઓ ફિલ્મિસ્તાન સાથે જોડાયા અને સુબોધ મુખરજીની ફિલ્મોની પટકથા લખવાનું શરૂ કર્યું. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘તુમ સા નહીં…
વધુ વાંચો >નાસૂર (dacryocystitis)
નાસૂર (dacryocystitis) : ચેપને કારણે થતો અશ્રુપોટીનો પીડાકારક સોજો. તેને અશ્રુપોટીશોથ (dacryocystitis) કહે છે. આંખમાં નેત્રકલા (conjunctiva) અને સ્વચ્છા(cornea)ને ભીનાં રાખવા માટે અશ્રુગ્રંથિ(lacrimal gland)માં આંસુ (અશ્રુ) બને છે. આંખના ડોળાની બહાર, આંખના ગોખલામાં બહાર અને ઉપલી બાજુ અશ્રુગ્રંથિ આવેલી છે. તે લગભગ 12 જેટલી નલિકાઓ (ducts) દ્વારા ઉપલા પોપચાની પાછળથી અશ્રુનો સ્રાવ (secretion) કરે છે.…
વધુ વાંચો >નાસ્તિક
નાસ્તિક : ભારતીય પરંપરા પ્રમાણે વેદમાં અને વેદધર્મમાં આસ્થા કે શ્રદ્ધા ન ધરાવનાર મનુષ્ય. ભારતમાં પ્રાચીન કાળથી વેદમાં અશ્રદ્ધા રાખનારા નાસ્તિકોની પરંપરા ચાલી આવે છે. વેદના મંત્રો અર્થ વગરના છે એવો મત વ્યક્ત કરનારા કૌત્સ ઋષિનો મત છેક વેદાંગ નિરુક્તમાં રજૂ કરી આચાર્ય યાસ્કે તેનું ખંડન કર્યું છે. પ્રાચીન ભારતના નાસ્તિકોમાં ચાર્વાક બૃહસ્પતિ અગ્રેસર છે.…
વધુ વાંચો >નાહટા, અગરચંદ
નાહટા, અગરચંદ (જ. 19 માર્ચ 1911, બિકાનેર; અ. 20 જાન્યુઆરી 1983, બિકાનેર) : જૈન ધર્મના બહુશ્રુત વિદ્વાન. ‘स्वाध्यायात् न प्रमदितव्यम् ।’ તેમના જીવનનું સૂત્ર હતું. તેમનો જન્મ શ્રીમંત નાહટા પરિવારમાં થયો હતો. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને વ્યાપારી કુટુંબ હોવાને કારણે કિશોરાવસ્થાથી જ વેપારમાં જોડાઈ જવું પડ્યું હતું. તેમની દુકાનો…
વધુ વાંચો >નાહટા, ભંવરલાલ
નાહટા, ભંવરલાલ (જ. 19 સપ્ટેમ્બર 1911, બીકાનેર; અ. 11 ફેબ્રુઆરી 2002, કૉલકાતા) : જૈન વાઙ્મય, ઇતિહાસ, ધર્મ અને દર્શનના વિદ્વાન. બીકાનેરના જાણીતા શ્રેષ્ઠી પરિવારમાં જન્મ. પિતા ભૈરુદાનજી અને માતા તીજાદેવી. કાકા અગરચંદજી નાહટા પ્રસિદ્ધ વિદ્વાન. ચૌદ વર્ષની વયે જતનકંવર સાથે લગ્ન. પારસકુમાર અને પદમસિંહ નામે બે પુત્રો અને શ્રીકાંતા અને ચંદ્રકાંતા નામે બે પુત્રીઓ. શાળાનો…
વધુ વાંચો >નાહન
નાહન : હિમાચલ પ્રદેશના સિરમૂર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક અને જિલ્લાનું મોટામાં મોટું નગર. ભૌગોલિક સ્થાન : 30° 33’ ઉ. અ. અને 77° 18´ પૂ. રે.. સિમલાની દક્ષિણે શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું આ નગર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. તે કૃષિપેદાશો તથા ઇમારતી લાકડાંના વ્યાપારનું મહત્વનું મથક છે. આ નગરમાં હાથવણાટ, કાષ્ઠશિલ્પ તથા લોખંડ-પોલાદની…
વધુ વાંચો >નાહરગઢ કિલ્લો (અઢારમી સદી)
નાહરગઢ કિલ્લો (અઢારમી સદી) : રાજસ્થાનના કિલ્લાઓના સ્થાપત્યમાં સૌથી અર્વાચીન કહી શકાય તેવું સ્થાપત્ય ધરાવતો કિલ્લો. આ કિલ્લો જયપુરની વાયવ્ય હદ પર ટેકરી પર બંધાયેલો છે, જે ખાસ કરીને મહારાણીઓ માટેનો હતો. કિલ્લાની રચનામાં એક વિશાળ પટાંગણની ફરતે જુદાં જુદાં સાત મહાલયોની રચના કરવામાં આવી છે, જે દરેક સ્વતંત્ર રીતે વાપરી શકાય એમ છે. સ્થાપત્યની…
વધુ વાંચો >નાળમંડપ
નાળમંડપ : પગથિયાં, સીડી, મંદિરમાં પ્રવેશદ્વાર સાથે સંકળાયેલ મંડપને નાળમંડપ કહેવામાં આવે છે. મંદિરોના સ્થાપત્યમાં ગૂઢમંડપમાં પ્રવેશવા જ્યારે મંડપની ફરસની ઊંચાઈ આજુબાજુના જમીન, પ્રાંગણના સ્તરથી ઊંચે રખાતી ત્યારે પગથિયાંની ઉપર નાળમંડપ રચાતો. આનું આયોજન પણ ગૂઢમંડપના ભાગ રૂપે જ કરાતું. શિવમંદિરની સાથે નંદીના સ્થાનને ફરતો રચાતો મંડપ નંદીમંડપ તરીકે ઓળખાતો. મંડપોના પ્રકારમાં આ સઘળા મંડપોનાં…
વધુ વાંચો >નાળુકેટ્ટુ ઘરો
નાળુકેટ્ટુ ઘરો : કેરળનાં ઘરો. તે સ્થાપત્યની દૃષ્ટિએ એક અત્યંત આગવી શૈલી ધરાવે છે. ઘરોની રચના તેની બાજુઓની સંખ્યા પ્રમાણે નામ ધારણ કરે છે. નાળુકેટ્ટુ એટલે ચાર બાજુવાળું ઘર. આવી જ રીતે એટ્ટુકેટ્ટુ એટલે આઠ બાજુવાળું ઘર. દરેક પાંખ(wing)માં જુદી જુદી સગવડોની રચના કરાયેલ હોય છે. વચ્ચે એક આંગણું હોય છે. એટ્ટુકેટ્ટુ ઘરોમાં બે આંગણાં…
વધુ વાંચો >નાંદી, અમલા
નાંદી, અમલા (જ. 27 જૂન 1919; અ. 24 જુલાઈ 2020, કૉલકાતા) : બંગાળી નૃત્યાંગના. પિતા અક્ષયકુમાર નાન્દી સંનિષ્ઠ સમાજસેવક તેમજ વિદ્યાવ્યાસંગી હતા. સંસ્કારી અને સુખી કુટુંબમાં ઊછરેલ અમલામાં બાળપણથી જ કલા, વિદ્યા તેમજ વિશ્વબંધુત્વની ભાવનાનું સિંચન થયું હતું. અગિયાર વર્ષની કુમળી વયે પિતા સાથે પૅરિસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કૉલોનિયલ પ્રદર્શન જોવા ગયાં ત્યારે ઉદયશંકર તેમજ…
વધુ વાંચો >