Posts by Jyotiben
નાશિકના ઘાટ
નાશિકના ઘાટ : પેશવાઈ સ્થાપત્ય તથા સંસ્કૃતિના લાક્ષણિક નમૂનારૂપ ઐતિહાસિક ઘાટ. ભારતનાં પ્રમુખ પાંચ તીર્થોમાં મહત્વનું સ્થાન ભોગવતું નાશિક પશ્ચિમ કાશી તરીકે જાણીતું છે. ઈ. સ. 1747માં પેશવાઓએ નાશિક મુઘલો પાસેથી પાછું મેળવ્યું તે પછી નાશિકની મહત્તા ઘણી વધી. તે સમય દરમિયાન મરાઠાઓએ નાશિકમાં ઘણાં મંદિરો બાંધ્યાં અને ગોદાવરીના પૂર્વ કાંઠા પર ધાર્મિક સંસ્થાઓનો પણ…
વધુ વાંચો >નાસદીય સૂક્ત
નાસદીય સૂક્ત : જગતસાહિત્યના પ્રાચીનતમ સંસ્કૃત ગ્રંથ ઋગ્વેદના 10મા મંડળના 129મા સૂક્તને ‘નાસદીય સૂક્ત’ એવા નામથી ઓળખવામાં આવે છે, કારણ કે તેનો આરંભ ‘નાસદ્’ એ શબ્દથી થાય છે. આ સૂક્ત ત્રિષ્ટુપ્ છંદમાં રચાયેલી સાત ઋચાઓ કે મંત્રોનું બનેલું છે. તેમાં પરમાત્મા કે પ્રજાપતિ દેવ છે. તેના પ્રથમ મંત્રમાં સૃષ્ટિસર્જન પહેલાં શું હતું અને સૃષ્ટિ શેમાંથી…
વધુ વાંચો >નાસપાતી
નાસપાતી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી(ગુલાબાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pyrus communis Linn. (ગુ. નાસપાતી, કા., પં., ઉ.પ્ર. બાગુગોશા; અં. કૉમન અથવા યુરોપિયન પે’અર) છે. તે યુરોપ અને એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. બાહ્ય લક્ષણો : તેનું વૃક્ષ પહોળો પિરામિડ આકારનો પર્ણમુકુટ ધરાવે છે. પર્ણો વર્તુળી-અંડાકાર(orbicularovate)થી માંડી ઉપવલયાકાર (elliptic), કુંઠદંતીદંતુર (crenate-serrate) હોય છે. પુષ્પવિન્યાસ…
વધુ વાંચો >નાસર, જમાલ અબ્દેલ
નાસર, જમાલ અબ્દેલ (જ. 15 જાન્યુઆરી 1918, ઍલેક્ઝાન્ડ્રિયા; અ. 28 સપ્ટેમ્બર 1970, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્શિયન મુત્સદ્દી, ઇજિપ્શિયન રાષ્ટ્રવાદના અગ્રણી અને આરબ રાષ્ટ્રવાદના સૌથી વધુ પ્રભાવક સમર્થક. ફેલાહીન (ખેડૂતો) સાથેના સંબંધને ઉપસાવવા માટે સરકારી પ્રકાશનોમાં નાસરનો જન્મ બેની મૂર ખાતે થયો હતો તેમ દર્શાવવામાં આવતું રહ્યું. બેની મૂર નાસરના વડવાઓનું ગામ હતું. નાસરના પિતા ઍલેક્ઝાન્ડ્રિયાની…
વધુ વાંચો >નાસા (National Aeronautics and Space Administration – NASA)
નાસા (National Aeronautics and Space Administration – NASA) : અમેરિકાના વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરવાના હેતુથી ઑક્ટોબર, 1958માં સ્થાપિત કરવામાં આવેલી સંસ્થા. તેના જુદા જુદા અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન નીચેની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે : (1) મુખ્ય કાર્યાલય, વૉશિંગ્ટન ડી.સી. (છ પેટાકાર્યાલયો દ્વારા વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે). (2) નાસા એઈમ્સ ડ્રાયડેન ફ્લાઇટ…
વધુ વાંચો >નાસારોગ (નાકના રોગો)
નાસારોગ (નાકના રોગો) : આયુર્વેદમાં ‘નાસા’ એટલે ‘નાક’. નાકના 31 પ્રકારના રોગ પંડિત ભાવમિશ્રે બતાવ્યા છે. (1) પીનસ અથવા અપીનસ, (2) પૂતિનસ્ય, (3) નાસાપાક, (4) રક્તપિત્ત, (5) પૂયશોણિત (પૂયરક્ત), (6) ક્ષવથુ, (7) ભ્રંશથુ, (8) દીપ્ત, (9) નાસાનાહ/પ્રતિનાહ, (10) પરિસ્રવ, (11 થી 15) નાસાશોષ (પાંચ પ્રકાર), (16 થી 19) ચાર પ્રકારના નાસાર્શ (નાકના મસા), (20 થી…
વધુ વાંચો >નાસા વંકપટલ (deviated nasal septum)
નાસા વંકપટલ (deviated nasal septum) : બે નસકોરાં વચ્ચેનો પડદો વાંકો હોવાથી થતો તકલીફકારક વિકાર. બે નસકોરાંની વચ્ચે એક કાસ્થિ (cartilage) અને શ્લેષ્મકલા(mucaus membrane)નો પડદો આવેલો છે. તેને નાસાપટલ અથવા નાસિકાપટલ (nasal septum) કહે છે. તે નસકોરાની ગુહા(પોલાણ)ની મધ્યરેખા તરફની દીવાલ બનાવે છે. તેમાં વોમર અને ઇથમૉઇડ હાડકાની પટ્ટીઓ પણ હોય છે. તે ભાગ્યે જ…
વધુ વાંચો >નાસિખ, ઇમામબખ્શ
નાસિખ, ઇમામબખ્શ (જ. 10 એપ્રિલ 1772, ફૈઝાબાદ; અ. 1838, લખનૌ) : ઉર્દૂ કવિ. ‘નાસિખ’ તેમનું તખલ્લુસ હતું. લખનૌના સાંસ્કૃતિક વાતાવરણથી મોહિત થઈ લખનૌને વતન ગણી, ત્યાં આવી વસ્યા હતા. લખનૌના નવાબોની શાન, ઉદારતા, કાવ્યરસિકતાની સાથે સાથે તેમના દ્વારા અપાતું સાહિત્યિક પ્રોત્સાહન પ્રશંસનીય હતાં. લખનૌમાં નાસિખના જીવન ઉપર ખૂબ અસર કરનાર મિર્ઝા હાજી હતા. મિર્ઝા હાજીની…
વધુ વાંચો >નાસિર ખુસરવ
નાસિર ખુસરવ (જ. 28 ઓગસ્ટ 1004, કુબાદિયાન, જિ. બલ્ખ; અ. 1088, યમકાન) : સલ્જૂક યુગના ખ્યાતનામ ફારસી કવિ અને વિદ્વાન. તેમનું પૂરું નામ હકીમ અબુ મુઈન નાસિર બિન ખુસરવ બિન હારિસ. તેમણે સલ્જૂક રાજ્યમાં મર્વ શહેરમાં સરકારી સેવા બજાવી હતી અને ‘અદીબ’ તેમજ ‘દ્બીરે ફાઝિલ’ જેવાં ઉપનામો રાખ્યાં હતાં. 43 વર્ષની વયે તેમના જીવનમાં એકાએક…
વધુ વાંચો >નાસિર, ઝહીરુદ્દીન
નાસિર, ઝહીરુદ્દીન (જ. 9 નવેમ્બર 1932, ઇંદોર; અ. 1994 દિલ્હી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની આલાપ-ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક અને ડાગર પરિવારના ઓગણીસમા વંશજ. તેઓ ઉસ્તાદ અલ્લાબંદેખાંના પૌત્ર તથા ઉસ્તાદ નસીરુદ્દીનખાંના પુત્ર હતા. શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક શિક્ષા તેમણે તેમના પિતા પાસેથી પાંચ વર્ષની વયથી લીધી હતી; પરંતુ પિતાના અવસાન પછી સંગીતની પૂરી અને તલસ્પર્શી તાલીમ તેમણે…
વધુ વાંચો >