નાળમંડપ : પગથિયાં, સીડી, મંદિરમાં પ્રવેશદ્વાર સાથે સંકળાયેલ મંડપને નાળમંડપ કહેવામાં આવે છે. મંદિરોના સ્થાપત્યમાં ગૂઢમંડપમાં પ્રવેશવા જ્યારે મંડપની ફરસની ઊંચાઈ આજુબાજુના જમીન, પ્રાંગણના સ્તરથી ઊંચે રખાતી ત્યારે પગથિયાંની ઉપર નાળમંડપ રચાતો. આનું આયોજન પણ ગૂઢમંડપના ભાગ રૂપે જ કરાતું. શિવમંદિરની સાથે નંદીના સ્થાનને ફરતો રચાતો મંડપ નંદીમંડપ તરીકે ઓળખાતો. મંડપોના પ્રકારમાં આ સઘળા મંડપોનાં આકાર અને કદ તેને સંલગ્ન ગૂઢમંડપ પ્રમાણે કરાતાં.

રવીન્દ્ર વસાવડા