નાંદીપુર : મૈત્રકકાલ દરમિયાન ઉત્તર લાટમાં રાજસત્તા ધરાવતા ગુર્જરનૃપતિ વંશની રાજધાની. તેનું નામ નાન્દીપુરી હતું. સમય જતાં એ ‘નાન્દીપુર’ કહેવાયું. કેટલાક આ નાન્દીપુરને ‘રેવામાહાત્મ્ય’માં ભરુકચ્છ (ભરૂચ) પાસે જણાવેલા નન્દિતીર્થ તરીકે ને હાલ ભરૂચની પૂર્વે ઝાડેશ્વર દરવાજાની બહાર આવેલા નંદેવાલ નામે જૂના કિલ્લા તરીકે ઓળખાવે છે. જ્યારે બીજા વિદ્વાનો નાંદીપુરને ભરૂચથી પૂર્વોત્તર પૂર્વે 54.4 કિલોમીટરના અંતરે…

વધુ વાંચો >

નાંદેડ : મહારાષ્ટ્ર રાજ્યની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો, જિલ્લામથક અને નગર. રાજ્યના મરાઠાવાડા વહીવટી વિભાગમાં સામેલ આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 10,545 ચોકિમી. છે અને તે રાજ્યના કુલ વિસ્તારનો 3.38 ટકા ભાગ આવરી લે છે. જિલ્લાનું ભૌગોલિક સ્થાન આશરે  18° 15’ થી 19° 55’ ઉ. અ. અને  77° 07’ થી 78° 15’ પૂ. રે.. વચ્ચે…

વધુ વાંચો >

નાંબુદ્રી, અકિલમ્ અચ્યુતમ્ (જ. 18, માર્ચ 1926, કુમરાનાળાવુર, કેરળ, અ. 15 ઑક્ટોબર 2020, થ્રિસ્સુર, કેરળ) : મલયાળમ લેખક. શરૂઆતમાં એમણે પ્રાચીન વેદનો અભ્યાસ કર્યો અને સંસ્કૃતનું ઊંડું અધ્યયન કર્યું. સાથે સાથે જ્યોતિષ તથા સંગીતનું પણ શિક્ષણ લીધું. એમને લોકનાટ્ય-નૃત્ય કથકલી પ્રત્યે પણ વિશેષ અભિરુચિ હતી. શારીરિક અસ્વસ્થતાને લીધે કૉલેજશિક્ષણ પૂરું કરી શક્યા નહિ. તે કોઝીકોડ…

વધુ વાંચો >

નાંબુદ્રીપાદ, ઇ. એમ. એસ. (જ. 14 જૂન 1909; અ. 19 માર્ચ 1998, થિરુઅનંતપુરમ્) : ભારતના અગ્રણી માર્કસવાદી ચિંતક, માર્કસવાદી સામ્યવાદી પક્ષના ટોચના નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. કેરળના પાલઘાટ જિલ્લાના એક ગામડામાં રૂઢિચુસ્ત મલયાળી કુટુંબમાં જન્મેલા ‘ઇ. એમ. એસ.’ના પિતા પરમેશ્વરનનું નાનપણમાં અવસાન થતાં માતા વિષ્ણુદત્તાની દેખરેખ હેઠળ તેમનો ઉછેર થયો હતો. તેમણે બાળપણમાં સંસ્કૃત…

વધુ વાંચો >

નાંબુદ્રી, વિષ્ણુ નારાયણ (જ. 2 જૂન 1939, તિરુવલ્લ ગામ, કેરળ) : મલયાળમ લેખક. એમનું કુટુંબ ત્રણ પેઢીથી કર્ણાટકથી કેરળમાં આવીને વસેલું. દાદા પાસે સંસ્કૃત શીખ્યા અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસ દરમિયાન શેફર્ડના વિદ્યાર્થી બન્યા ત્યારે અંગ્રેજી કવિતા માટે શોખ જાગ્યો. સંસ્કૃત સાથે બી. એ. થયા. તેમનામાં ઊંડી શબ્દસૂઝ તથા શબ્દલયની સમજ છે અને એન. વી. કૃષ્ણ…

વધુ વાંચો >

નિઓબિયમ : આવર્તક કોષ્ટકના 5મા (અગાઉના VA) સમૂહનું મૃદુ, તન્ય (ductile) અને ભૂખરા-ભૂરા (grey-blue) રંગનું ધાત્વિક તત્વ. સંજ્ઞા Nb, પરમાણુક્રમાંક 41 અને પરમાણુભાર 92.9064. 1801માં બ્રિટિશ રસાયણશાસ્ત્રી ચાર્લ્સ હેચેટે તેની શોધ કરી હતી. જ્યારે બ્લોમસ્ટ્રેન્ડે તેને 1864માં સૌપ્રથમ છૂટું પાડ્યું હતું. તે મુખ્યત્વે બ્રાઝિલ, નાઇજિરિયા અને કૅનેડામાંથી મળી આવે છે. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 2.4…

વધુ વાંચો >

નિકલ : આવર્તક કોષ્ટકના 10મા (અગાઉ VIIIA) સમૂહમાં આવેલું સંક્રમણ ધાતુતત્વ. સંજ્ઞા Ni, પરમાણુક્રમાંક 28 અને પરમાણુભાર 58.6934 પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 0.008 % છે. જ્યારે આગ્નેય (igneous) ખડકોમાં તે 0.01 % છે. નિકલ મુખ્યત્વે રશિયા, અમેરિકા (ઑન્ટેરિયો), કૅનેડા, ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, ક્યૂબા તથા નૉર્વેમાં મળી આવે છે. તેની મુખ્ય ખનિજોમાં પેન્ટલેન્ડાઇટ (Ni,Fe)9, ગાર્નિયેરાઇટ…

વધુ વાંચો >

નિકલસન, જૅક (જ. 22 એપ્રિલ 1937, નેપ્ચૂન સિટી, ન્યૂ જર્સી, યુ.એસ.એ.) : હૉલિવૂડનો જાણીતો અભિનેતા, ફિલ્મસર્જક અને પટકથાલેખક. મૂળ નામ જોન જોસેફ નિકલસન. ‘બી’ કક્ષાની ફિલ્મોથી પોતાની કારકિર્દી શરૂ કરનાર આ તેજસ્વી અભિનેતાએ સિત્તેરના દાયકામાં પોતાની અભિનયપ્રતિભાનો પરિચય કરાવ્યો. નાનપણમાં તેના પિતા કુટુંબ છોડીને ચાલ્યા જવાથી તેનો ઉછેર માતા દ્વારા થયો. સત્તર વર્ષની ઉંમરે તે…

વધુ વાંચો >

નિકારાગુઆ : ઉત્તર અને દક્ષિણ અમેરિકી ખંડોને જોડતી સંયોગી ભૂમિનો સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 43’થી 15° 00’ ઉ.અ. અને 83° 10’થી 87° 40’ પ.રે. વચ્ચે વિસ્તરેલો છે. ક્ષેત્રફળ : 1,30,373 ચોકિમી.. તેની ઉત્તરે હૉન્ડુરાસ અને દક્ષિણે કૉસ્ટારીકાના દેશો તથા પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર અને પશ્ચિમે પૅસિફિક મહાસાગર આવેલા છે. આ દેશને…

વધુ વાંચો >

નિકાસ : દેશમાં પેદા કરવામાં આવેલી વસ્તુ કે સેવા અન્ય દેશના નાગરિકોને વેચવામાં આવે છે. આવું વેચાણ બે રીતે થઈ શકે : એક, દેશની વસ્તુઓને પરિવહન દ્વારા વિદેશોમાં મોકલવામાં આવે, એટલે કે વસ્તુઓનું દેશાન્તર થાય. બીજું, વિદેશના નાગરિકો આપણા દેશમાં આવીને આપણા દેશની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદે તે પણ આપણી નિકાસ ગણાય. વિદેશી પ્રવાસીઓ આપણા…

વધુ વાંચો >