નાગરિક અધિકારો : નાગરિકને તેના સર્વાંગી વિકાસ માટે સભ્ય સમાજ દ્વારા અપાતું વૈચારિક સાધન. નાગરિકત્વ સમાજ અને રાજ્યના સભ્ય તરીકે પ્રાપ્ત થયેલો અધિકાર છે. સમાજના અન્ય ઘટકો સાથે ઘર્ષણ નિવારી સંવાદ સાધવો તેમજ પ્રત્યેક નાગરિકને વ્યક્તિત્વના પૂર્ણ વિકાસની તક આપવી તે નાગરિક જીવનની પાયાની જરૂરિયાત છે. તે આ અધિકારો દ્વારા સિદ્ધ થઈ શકે છે. નાગરિક…

વધુ વાંચો >

નાગરિકતા : દેશના બંધારણમાં ઉલ્લિખિત અથવા પરંપરાથી સ્વીકૃત અધિકારો અને ફરજો ધરાવતી વ્યક્તિને અપાતો કાયદાકીય દરજ્જો. સામાન્ય રીતે દેશમાં જન્મેલ વ્યક્તિ આપોઆપ ત્યાંની નાગરિક બને છે, જોકે તેના પણ ઘણા અપવાદો હોય છે. દરેક નાગરિક દેશને વફાદાર રહેવા અને તેના કાયદાઓનું પાલન કરવા બંધાયેલ હોય છે. તેની સામે રાજ્ય તેનાં રક્ષણ, સુખાકારી, પરદેશમાંનું તેનું હિત…

વધુ વાંચો >

નાગરિકશાસ્ત્ર : નગર અને તેના રહેવાસીઓ અંગે વિચારણા કરતું શાસ્ત્ર. એક શાસ્ત્ર તરીકે નાગરિકશાસ્ત્રની પ્રચલિતતા હવે સીમિત બની ગઈ છે છતાં અમુક અંશે તેનું મહત્ત્વ નકારી શકાય નહિ. પ્રાચીન ગ્રીક પ્રજાનાં નગરો માટે વપરાતો અંગ્રેજી શબ્દ હતો ‘polis’ જેમાંથી ‘politics’  રાજ્યશાસ્ત્ર  શબ્દની વ્યુત્પત્તિ થઈ. આવી જ બીજી પ્રાચીન પ્રજા રોમની, જેઓ પોતાના નગર કે શહેરને…

વધુ વાંચો >

નાગરિક સંરક્ષણ તંત્ર : યુદ્વ ફાટી નીકળવાની સંભાવના હોય અથવા લડાઈ શરૂ થઈ ગઈ હોય ત્યારે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા, પ્રજાનો જુસ્સો ટકાવી રાખવા તેમજ રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી તકલીફ પડે તે જોવા રચાયેલું વ્યવસ્થાતંત્ર. ઉત્પાદનનો પ્રવાહ જાળવી રાખવા અને તે દ્વારા લોકોનું ખમીર ટકાવી રાખવાનો તેનો ઉદ્દેશ હોય છે. દરેક વિકસિત દેશમાં નાગરિક સંરક્ષણ…

વધુ વાંચો >

નાગલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું એક તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. રાજિકા, નર્તકા, બાહુદલ; હિં, નાચની; મ. નાચણી, નાગલી; ગુ. રાગી, બાવટો, નાગલી; તે રાગુલુ; તા. ઇરાગી; મલા. કોશ, મટ્ટારી; ફા. નંડવા; અં. ફિંગર મિલેટ) છે. તે ટટ્ટાર, એક વર્ષાયુ અને 0.6-1.2 મી. ઊંચું ઘાસ હોય છે. તેનું મૂળ…

વધુ વાંચો >

નાગસાહ્વય : ‘નાગ’ (હસ્તી) નામનું નગર અર્થાત્ હસ્તિનાપુર. ‘નાગ’, ‘ગજ’ અને ‘હસ્તી’ પર્યાયવાચક છે. આહવ = નામ, અભિધાન અને સાહવય = નામસહિત, નામનું. આ રીતે હસ્તિનાપુર ‘ગજાહવય’, ‘નાગસાહવય’, ‘નાગાહવ’ અને ‘હાસ્તિન્’ જેવાં વિવિધ નામોથી ઓળખાતું. ચંદ્રવંશી પુરુના વંશમાં દુષ્યંત, ભરત, રંતિદેવ, હસ્તિન્, કુરુ, પાંડુ, યુધિષ્ઠિર વગેરે નામાંકિત રાજાઓ થયા. એમાંના રાજા હસ્તિન્ ઉર્ફે હસ્તીએ ગંગા…

વધુ વાંચો >

નાગહ્રદ : મેવાડના ગુહિલ વંશના રાજાઓની રાજધાની. ઉદેપુરથી ઉત્તરે 24 કિમી. દૂર અને ખેમલી સ્ટેશનથી 10 કિમી. એકલિંગજીની પહાડીમાં નાગહ્રદ (હાલનું નાગદા) તીર્થ આવેલું છે. ‘નાગહ્રદ’ કે ‘નાગદ્રહ’ એ નાગદાનું પ્રાચીન નામ છે. મેવાડના ગુહિલ વંશના રાજાઓની રાજધાની નવમી સદી સુધી મેવાડના નાગહ્રદ(નાગદા)માં હતી. પ્રાચીન વર્ણનો મુજબ એક કાળે મેવાડની પાટનગરી તરીકે નાગહ્રદની જાહોજલાલી હતી.…

વધુ વાંચો >

નાગાઈ કાફૂ (જ. 3 ડિસેમ્બર 1879 ટોકિયો, જાપાન; અ. 30 એપ્રિલ 1959 ઇચિકાવા, જાપાન) : આધુનિક જાપાની લેખક. તેઓ પોતાની પ્રથમ નવલકથા ‘ફ્લાવર્સ ઑવ્ હેલ’(1902)થી જાણીતા બન્યા. તેમાં નિસર્ગવાદ અને વાસ્તવવાદનાં દર્શન થાય છે. ફ્રાન્સ, અમેરિકા વગેરે દેશોમાં દસેક વર્ષ પરિભ્રમણ કર્યા બાદ 1908માં પરત ફરતાં પાશ્ચાત્ય પદ્ધતિના ટોકિયો શહેરને જોઈને ડઘાઈ ગયા અને પૂર્વજીવનની…

વધુ વાંચો >

નાગાનન્દ (ઈ. સ.ની સાતમી શતાબ્દી) : હર્ષવર્ધન નામના રાજવી નાટ્યકારની, બૌદ્ધધર્મી જીમૂતવાહનના આત્મત્યાગની આખ્યાયિકાના આધારે રચાયેલી પાંચ અંકની સંસ્કૃત નાટ્યકૃતિ. તેના પ્રથમ ત્રણ અંકમાં પિતૃભક્ત જીમૂતવાહનના મલયવતી સાથેના પ્રણયની કથા છે. છેલ્લા બે અંકમાં નાટકનાં વિષય અને રજૂઆત બદલાય છે. તેમાં સ્વાર્પણની ભાવના વ્યક્ત થાય છે. આમ, નાટ્યવસ્તુમાં એકરૂપતા જળવાતી નથી. ‘નાગાનંદ’ એટલે ‘નાગોનો આનંદ’…

વધુ વાંચો >